ગણિત-વિજ્ઞાન પ્રદર્શન...
આજ રોજ થામણા પ્રાથમિક શાળા મુકામે એસ. વી.એસ. ઉમરેઠ તથા બી.આર.સી. ઉમરેઠ નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૧૯/ ૨૦ નું સફળ આયોજન શ્રી ગૌરાંગભાઈ પટેલ એસ.વી.એસ. કન્વીનર (આચાર્યશ્રી કે. સી.પટેલ હાઈસ્કૂલ,થામણા), શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ બી.આર.સી.-ઉમરેઠ, શ્રી પી.એમ.પરમાર(કેળવણી નિરીક્ષક-જિ.શિ.ની કચેરી)આણંદ તથા શ્રી વિરાગભાઈ ગરાલા lecturer DIET ANAND ના માર્ગદર્શન હેઠળ થામણા પ્રાથમિક શાળામાં તથા થામણા એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ મા કરવામાં આવ્યો હતો. ગ્રામજનો તથા અધિકારીઓ અને ત્રણેય સંસ્થા ના કર્મચારીઓના સહયોગથી કરવામાં આવ્યો હતો.જેમાં પ્રાથમિક ની ૫૫ તથા માધ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક ની ૩૮ કૃતિઓ રજૂ થઈ હતી.
જેમાં આપણી શાળા ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂશનની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રવાહની એક એક એમ બે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. શાળાના વિજ્ઞાન શિક્ષકો શ્રી ડી.જી.પટેલ અને શ્રી વી.બી.ભરવાડના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ બન્ને કૃતિઓએ આ પ્રદર્શનમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિજ્ઞાન પ્રવાહના વિધ્યાર્થીઓને આ પ્રદર્શનમાં લઈ જઈને ઉત્સાહિત કરવાની જવાબદારી શ્રી આર.એ.પટેલ, શ્રી એચ.એમ.પટેલ, શ્રી એમ.પી.પટેલ અને શ્રી કે.એસ.રોહિતે બજાવી હતી.
આચાર્યશ્રી જે.આઈ. પરમારે સૌને અભિનંદન અને શુભેચ્છાઓ આપી પ્રોત્સાહિત કર્યા હતાં.

સંકલન અને રજૂઆત :
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments
Post a Comment