"સ્પીક મેકે" દ્ધારા ભરત નાટ્યમ્ ....

          ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત ધી જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન (બોઇઝ હાઈસ્કૂલ) તથા ધી ગર્લ્સ ઇન્સ્ટિટ્યુશન, ઉમરેઠ શાળાના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી ઉષાબેન રશિકલાલ કાન્તિલાલ દોશી સાંસ્કૃતિક હોલ, ઉમરેઠ ખાતે બંને શાળાના આચાર્યશ્રીઓ અનુક્રમે શ્રી જયંતીભાઈ આઈ. પરમાર તથા શ્રીમતી ગીતાબેન કે. પરમાર અને બંને શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓંની ઉપસ્થિતિમાં ભારતીય શાસ્રીય સંગીત, નૃત્યકલા અને સંસ્કૃતિથી વિધ્યાર્થીઓ પરિચિત બને, એ તરફ આકર્ષાય અને એ અંગેના મૂલ્ય કેળવાય તેવા હેતુથી “સ્પીક મેક” નામની એન.જી.ઓ. દ્ધારા એક ભરત નાટ્યમ્ નૃત્ય પ્રદર્શન અને તાલીમનો અદભૂત પ્રોગ્રામ યોજાઈ ગયો.
          શ્રીમતી ગીતાબેને સૌનું અભિવાદન કર્યું બાદમાં "સ્પીક મેકે" ના નૃત્યકારશ્રી મીરાશ્રી નારાયણે અદભુત અને કલાત્મક રીતે ભરત નાટ્યમ્  રજુ કરીને હાજર સૌના દિલ મોહી લીધા હતાં. તેઓશ્રીએ હાસ્ય-શૃંગાર રસ સહિત વિદ્યાર્થી બહેનોએ શાસ્ત્રીય નૃત્ય તેના વિવિધ પાસા તથા નવરસ અંગે રસપ્રદ માહિતી નિદર્શન અને પ્રશ્નોત્તરી દ્વારા આપી હતી. વિદ્યાર્થીઓંને ભારતીય શાસ્ત્રીય નૃત્ય વિષે જાણકારી આપી હતી. જેના માટે આ ટ્રસ્ટ તથા શાળા પરિવાર વતી શ્રી જે.આઈ. પરમારે કમિશનર ઓફ સ્કુલના સહકારથી “સ્પીક મેક” વર્કશોપનું આયોજન થયું તે બદલ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી આણંદ,જીલ્લા શિક્ષણનિરીક્ષકશ્રી હેમંતભાઈ કાછીયા તથા રૂટ લાઈઝન ઓફિસર રાજ્વીબેન એ. મુલાણીનો તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સુપરવાઈઝરશ્રી કે.આઈ.પટેલિયા,શ્રી ડી.એસ.રોહિત અને શ્રી બી.એમ.બામણિયાએ કરેલી ભારે જહેમત માટે આભાર વ્યક્ત કર્યો હતો.



















































સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...