શાળાનું પ્રતિજ્ઞાપત્ર


-: પ્રતિજ્ઞા પત્ર  :-

જ્યુબિલી મારી શાળા છે.

બધા જ્યુબિલીયન્સ્ મારા ભાઈ-બહેન છે. 
બધા શિક્ષકો મારા માતા-પિતા સમાન છે.

હું મારી શાળાને ચાહું છું. મને મારી શાળા પ્રત્યે માન અને ગૌરવ છે. 

અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો અને પ્રણાલિકાનો મને ગર્વ છે.

હું સદાય તેને લાયક અને ગૌરવશાળી વિધ્યાર્થી બનવાનો પ્રયત્ન કરીશ.

હું મારા સહાધ્યાયી મિત્રો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.

હું શાળાના તમામ નિયમોને દિલથી પાળીશ.

હું મારી શાળા અને દરેક જ્યુબિલીયનને મારી નિષ્ઠા અર્પુ છું.

મારી શાળાની પ્રગતિ અને સમૃદ્ધિમાં જ મારૂ સુખ રહેલું છે.

જય જ્યુબિલી.



સર્જન અને રજૂઆત : -
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...