"સ્વચ્છતા પખવાડિયા"ની ઊજવણી

ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં ૧લી સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી "સ્વચ્છતા પખવાડિયા"ની ઊજવણી અંતર્ગત વિવિધ અને અલગ અલગ કાર્યક્રમો અને સ્પર્ધાઓ યોજવામાં આવ્યા હતાં.સમગ્ર ઉજવણીના ઈન્ચાર્જ અને માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી બી.આર.બામણિયાએ શાળાની સ્વચ્છતા સમિતિના નેજાં હેઠળ કન્વીનર તરીકેની સુંદર ભૂમિકા ભજવી હતી. પ્રાર્થના સભામાં સ્વચ્છતા જાગ્રૃતિ વિષે શપથ લેવડાવીને પ્રવચનો આપવામાં આવ્યા હતાં. શાળાની અનુકૂળતા મુજબ "વ્યક્તિગત સ્વચ્છતા દિવસ" અને "હેન્ડ વૉશ ડે" ની ઉજવણી કરીને વિજેતા વિધ્યાર્થીઓને ઈનામોથી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતાં.  ઉજવણી સમાપન સમારોહમાં અંતિમ દિને આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌનો આભાર માનતા સૌને સાલભર સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી. આમ આ સમગ્ર સ્વચ્છતા પખવાડિયાની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
સ્વચ્છતા પ્રતિજ્ઞા લેવડાવતાં શ્રી એચ.એમ.પટેલ સર


9A નો મીત સ્વચ્છતા વિષે...


સંકલન અને રજૂઆત : આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...