Health Education...

ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં ૬ ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઉમરેઠના સહયોગથી Health Education Programme અંતર્ગત  વિવિધ અને અલગ અલગ કાર્યક્રમો અને સ્પર્ધાઓ Adolescence Period દરમ્યાનની સમસ્યાઓ તથા ક્ષય, કુષ્ઠરોગ અને HIV વિષે જનજાગૃતિ લાવવાના હેતુસર વિધ્યાર્થીઓ માટે શ્રીમતી રીનલ પરમાર અને શ્રી હિતેષભાઈ વાળના માર્ગદર્શક પ્રવચનો રાખવામાં આવ્યા હતાં. જેમાં ધોરણ 11 અને 12ના તરૂણોને સામેલ કરીને માર્ગદર્શન અને સલાહ સૂચનો આપવામાં આવ્યા હતાં. પ્રવચનો બાદ પ્રશ્નોતરીના સમયગાળામાં વિધ્યાર્થીઓએ રસ અને ઉત્સાહપૂર્વક ભાગ લઈ મૂંઝવણોનું માર્ગદર્શન મેળવ્યું હતું. શાળાના વિજ્ઞાન શિક્ષકશ્રી વી.બી.ભરવાડે આયોજન અને પ્રોત્સાહન પૂરાં પાડ્યાં હતાં.અંતમાં આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌનો આભાર માનતા સૌને આરોગ્ય વિષે સભાન રહેવા અપીલ કરી હતી.












સંકલન અને રજૂઆત : આચાર્યશ્રી જે.આઈ.પરમાર


Comments

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...