ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ દ્ધારા વિદાયમાનનું સન્માન...

   ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત ધી જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન (બોઇઝ હાઈસ્કૂલ)ના આચાર્યશ્રી, શિક્ષકગણ અને બિન શૈક્ષણિક કર્મચારી મિત્રોના સહયોગથી તથા શાળાના ઓફીસ સુપ્રિટેન્ડન્ટશ્રી મગનભાઈ પટેલિયાના આયોજન હેઠળ ધી ઉષાબેન રશિકલાલ કાન્તિલાલ દોશી સાંસ્કૃતિક હોલ, ઉમરેઠ ખાતે ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ, ઉમરેઠના માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ જે.શાહ, સહમંત્રો શ્રી રાજભાઈ આર.વકીલ, ખજાનચીશ્રી ભરતભાઈ લાધાવાળાની હાજરીમાં અને શ્રી કિરીટભાઈ શેલતના  પ્રમુખપણાં હેઠળ તારીખ 28.9.2019ના રોજ ટ્રસ્ટની    AGM=Annual General Meeting યોજાઈ ગઈ. જેમાં ઉપસ્થિત ટ્રસ્ટના સૌ સભ્યોની હાજરીમાં એજન્ડા મુજબના કાર્યો હાથ ધરવામાં આવ્યા હતાં. 
          જેમાં ટ્રસ્ટના મોભી અને વડીલ માર્ગદર્શક એવાં મુરબ્બીશ્રી કિરીટ આર.શેલત કાકાને સરકારશ્રી દ્ધારા સ્વાસ્થ્ય અને સુરક્ષા ક્ષેત્રની આગવી અને બહુમૂલી સેવાઓ બદલ મળેલાં પુરસ્કાર બદલ...

તથા
          છેલ્લાં 35 વર્ષથી શાળામાં લેબ-કોર્ડીનેટર તરીકે સેવા બજાવતાં શ્રી કનુભાઈ પી.રોહિત સાહેબની 31.10.2019ના રોજ વય નિવૃતિ હોવાથી...

આ બન્ને મહાનુભાવોનું સન્માન રાખવામાં આવ્યું હતું. બન્નેને નવા નિમાયેલાં ચેરમેનશ્રી વિપુલભાઈ દવેના હસ્તે શાલ ઓઢાડીને તથા સ્મૃતિ ભેટ આપીને બહુમાન કરવામાં આવ્યું હતું. શ્રી કે.પી.રોહિત માટે તૈયાર કરાયેલાં સન્માન પત્રનું વાંચન આચાર્યશ્રી જે.આઈ.પરમારે કર્યું હતું.

શુભેચ્છા પ્રવચનો :-

          ટ્રસ્ટના મોભી અને વડીલ માર્ગદર્શક એવાં મુરબ્બીશ્રી કિરીટ આર.શેલત કાકાએ શ્રી કે.પી.રોહિતની સેવાઓને બિરદાવતાં, વિદાયમાનશ્રીના સ્વભાવ અને ગુણોની કદર કર્યા બાદ એમના નિવૃત જીવન માટે સૌ વતી શુભેચ્છાઓ આપી હતી.
         મંત્રીશ્રી આર.જે.શાહ સાહેબે તેમના શુભેચ્છા પ્રવચનમાં શ્રી કે.પી.રોહિતનો તેમની સાથેના કાર્યકાળ દરમ્યાન તેમની સાથે થયેલા અનુભવની આછેરી ઝલક અર્પીને, શાળા અને લેબને એમની ખોટ સાલશે તેમ જણાવતાં,તેમનું નિવૃત જીવન પ્રવૃત્તિમય રાખવાની ટકોર સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.


























સંકલન અને રજૂઆત :-


 આચાર્યશ્રી જે.આઈ.પરમાર


Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...