લેબ-કૉઓર્ડીનેટર શ્રી કે.પી.રોહિત સાહેબની વિદાય...

     ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત ધી જ્યુબીલી ઇન્સ્ટિટ્યુશન (બોઇઝ હાઈસ્કૂલ)ના આચાર્યશ્રી, શિક્ષકગણ અને બિન શૈક્ષણિક કર્મચારી મિત્રોના સહયોગથી શાળાની સાંસ્કૃતિક સમિતિના નેજાં હેઠળ ધી ઉષાબેન રશિકલાલ કાન્તિલાલ દોશી સાંસ્કૃતિક હોલ, ઉમરેઠ ખાતે ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ, ઉમરેઠના માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ જે.શાહ, આચાર્યશ્રી જયંતીભાઈ આઈ. પરમાર, સૌ શિક્ષકગણ, બિન શૈક્ષણિક કર્મચારી મિત્રો અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓંની ઉપસ્થિતિમાં શાળામાં છેલ્લાં 35 વર્ષથી લેબ-કોર્ડીનેટરશ્રી કનુભાઈ પી.રોહિત સાહેબનો 31.10.2019ના રોજ વય નિવૃતિ થતાં વિદાય-શુભેચ્છા સમારંભ યોજવામાં આવ્યો હતો.
          શાળાની બાલિકાઓએ પ્રાર્થના કરાવ્યાં બાદ મહેમાનોનું પુષ્પ-ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

શુભેચ્છા પ્રવચનો :-

          શાળાના સંનિષ્ઠ શિક્ષક અને ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલે શ્રી કે.પી.રોહિત સાથે ગાળેલાં ત્રીસ વર્ષોની સ્મૃતિઓને તાજી કરીને, વિદાયમાનશ્રીના સ્વભાવ અને ગુણોની કદર કર્યા બાદ એમના નિવૃત જીવન માટે સૌ વતી શુભેચ્છાઓ આપી હતી.
          આચાર્યશ્રીએ તેમના શુભેચ્છા પ્રવચનમાં 66 દિવસનો તેમની સાથેના કાર્યકાળ દરમ્યાન તેમની સાથે થયેલા અનુભવની આછેરી ઝલક અર્પીને, શાળા અને લેબને એમની ખોટ સાલશે તેમ જણાવતાં,તેમનું નિવૃત જીવન પ્રવૃત્તિમય રાખવાની ટકોર સાથે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
          મંત્રીશ્રી આર.જે.શાહ સાહેબે સંસ્થામાં તેમની દીર્ઘકાલીન અને ક્લીનચીટ (બેડાઘ) સેવાની પ્રશંસા કરતાં, આભાર માન્યો હતો.તેમણે અનોખા અંદાજમાં ગીત પ્રસ્તુત કરીને વિદાય સહ શુભેચ્છાઓ આપી હતી.

સ્મૃતિ ભેટ અર્પણ :-

          સૌ પ્રથમ વિજ્ઞાન પ્રવાહના વિધ્યાર્થીઓ દ્ધારા બુકે અને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી.બાદમાં બધા જ વિધ્યાર્થીઓએ સરના ચરણ સ્પર્શ કરી શુભેચ્છા અર્પતા સમૂહ તસવીર લેવડાવી હતી.
          શાળા પરિવાર વતી શ્રી કે.પી.રોહિતને આચાર્યશ્રી જે.આઈ.પરમારે બુકે આપી સાલ ઓઢાડી હતી.
         ટ્રસ્ટના મંત્રીશ્રી આર.જે.શાહ સાહેબે શાળા પરિવાર વતી શ્રીફળ અને સાકર અર્પ્યા હતાં.
         શાળાના જીવ વિજ્ઞાન શિક્ષકશ્રી વી.બી.ભરવાડે શાળા પરિવાર વતી સ્મૃતિ-ભેટ અર્પણ કરી હતી.
          બાદમાં શાળાના સમગ્ર સ્ટાફે વ્યક્તિગત રીતે પુષ્પ ગુચ્છ અર્પીને શ્રી કે.પી.રોહિત સરને શુભેચ્છાઓ આપી હતી.
અંતમાં શ્રી કે.પી.રોહિતના પરિવાર વતી પધારેલ તેમના ધર્મ પત્ની શ્રીમતી સુશીલાબેન તથા તેમના સુપુત્રશ્રી જીગરકુમારે બીગ બુકેસ્ અર્પીને નિવૃત્તિની શુભેચ્છાઓ આપી હતી.
          આજના વિદાય અને શુભેચ્છા સમારંભ વિષે પોતાનો પ્રતિભાવ આપતાં અંત્યત ગળગળા બનીને ટ્રસ્ટ,  શાળાના તમામ ટ્સ્ટીઓ, તમામ આચાર્યો, તમામ શિક્ષકો, આ સંસ્થામાં એમને લાવનાર શ્રી મગનભાઈ ( OS ), સૌ સેવક ભાઈઓનો આભાર માન્યો હતો. એમણે એમના જીવનના આટલાં વર્ષો કેવી રીતે પસાર કર્યા એનું વિહંગાલોકન કરાવી આ સંસ્થા છોડવાંનો અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે શાળાના વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12 માં વર્ષાન્તે પ્રથમ આવનાર વિધ્યાર્થીઓ માટે રૂપિયા 11000ની શિષ્યવૃત્તિની જાહેરાત કરી હતી.

આભારવિધિ અને પ્રિત ભોજન :-

કાર્યક્રમના અંતમાં શાળાના સિનીયર શિક્ષક અને NSS યુનિટના કન્વીનરશ્રી સી.ડી.લાખાણી સરે સૌનો આભાર વ્યક્ત કરી, ભોજન માટે આમંત્રણ આપ્યું હતું.



































સંકલન અને રજૂઆત :-
 આચાર્યશ્રી જે.આઈ.પરમાર



Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...