ચિત્રકલામાં આઝાદનો સુંદર દેખાવ...
શ્રી એચ.એમ.દવે હાઈસ્કૂલ,ઉમરેઠ ખાતે તારીખ 27.9.2019 ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણીના ભાગ રૂપે "સ્વચ્છતા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો " એ વિષય પર અલગ અલગ સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમાં આપણી શાળામાંથી બે વિધ્યાર્થીઓએ શાળા કક્ષાએ વિજેતા બનીને QDC કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લઈને શાનદાર પ્રદર્શન કર્યુ હતું. જેમાંથી ધોરણ 10માં ભણતાં તળપદા આઝાદનો ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો હતો.
જેણે તારીખ 1.10.2019 ના રોજ SVS કક્ષાએ થામણા મુકામે ફરીથી ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતાં, દ્ધિતીય નંબર પ્રાપ્ત થયો હતો.
જેણે તારીખ 1.10.2019 ના રોજ SVS કક્ષાએ થામણા મુકામે ફરીથી ચિત્ર સ્પર્ધામાં ભાગ લેતાં, દ્ધિતીય નંબર પ્રાપ્ત થયો હતો.
આ બન્ને સ્પર્ધાઓમાં સ્પર્ધકોની સંખ્યા વધારે અને સ્પર્ધામાં કાંટે કી ટક્કર હોવા છતાં સુંદર પ્રદર્શન કરીને આઝાદે શાળાનું ગૌરવ વધાર્યું હતું.
આ બન્ને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમની સાથે ગયેલાં શ્રી કે.બી.ગાંવિત સર, તેમને તૈયાર કરનાર શ્રી રમેશભાઈ એ.પટેલ સરને આચાર્યશ્રી જે.આઈ.પરમારે તમા આપ્યા હતાં.
આ બન્ને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા તેમની સાથે ગયેલાં શ્રી કે.બી.ગાંવિત સર, તેમને તૈયાર કરનાર શ્રી રમેશભાઈ એ.પટેલ સરને આચાર્યશ્રી જે.આઈ.પરમારે તમા આપ્યા હતાં.
સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

અભિનંદન....
ReplyDelete