બી.એડ.તાલીમની પૂર્ણાહૂતિ...
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં શ્રી આઈ.જે.પટેલ બી.એડ કોલેજના
તાલીમાર્થી ચિ. પટેલ ધ્રુવકુમાર
હર્ષદભાઈ તારીખ ૨૪/૦૬/૨૦૧૯ થી તારીખ ૧૨/૧૦/૨૦૧૯ સુધી અને શ્રી કે.જી.પટેલ બી.એડ કોલેજના
તાલીમાર્થી ચિ. પટેલ ભૂમિકાબેન
દિનેશભાઈ તારીખ ૨૪/૦૬/૨૦૧૯ થી તારીખ ૧૨/૧૦/૨૦૧૯ સુધી શૈક્ષણિક તાલીમ અને કાર્યાનુભવના ભાગરૂપે શાળા સમય દરમ્યાન નિયમિત રીતે ઉપસ્થિત રહીને કોલેજ દ્ધારા પ્રત્યક્ષ અનુભવો માટે સોંપવામાં આવેલા શૈક્ષણિક પાઠો તેમજ ઈતર પ્રવૃતિઓ જેવી કે પ્રાર્થના સંચાલન અને પ્રવચન, બુલેટીન બોર્ડ, વિવિધ સ્પર્ધાઓનું આયોજન, શાળાના પત્રકોનો અભ્યાસ વગેરે ઉપરાંત શાળા તરફથી સોંપવામાં આવતાં તમામ શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને તેમને સોંપેલી તમામ જવાબદારીઓ અપેક્ષિત રીતે પૂરી કરીને, સમગ્ર સમય દરમ્યાન લીધેલી સ્પર્ધાઓમાં વિજેતા બનનારાં વિધ્યાર્થીઓને એમના તરફથી 'ફુલ નહીં તો ફુલની પાંખડી' સ્વરૂપે શાળાના આચાર્યશ્રી તથા અન્ય શિક્ષક મિત્રોના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતાં.
આચાર્યશ્રી જે.આઈ.પરમારે આ બન્ને તાલીમાર્થીઓનો આભાર માની શુભેચ્છા અર્પતા કહ્યું હતું કે આજના સમયની માંગ પ્રમાણે તેઓ સારા શિક્ષક બની રહે. શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
આચાર્યશ્રી જે.આઈ.પરમારે આ બન્ને તાલીમાર્થીઓનો આભાર માની શુભેચ્છા અર્પતા કહ્યું હતું કે આજના સમયની માંગ પ્રમાણે તેઓ સારા શિક્ષક બની રહે. શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતાં.
સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

















Comments
Post a Comment