LIC, ઉમરેઠે આપણા વિધ્યાર્થીઓને પોંખ્યા...

          ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં એલ.આઈ.સી.ઓફ ઈન્ડીયાની ઉમરેઠ બ્રાન્ચની પ્રેરણા અને સહયોગથી ૧લી ઓક્ટોબરના રોજ એલ.આઈ. સી.ના શૈક્ષણિક અને સામાજીક ઉત્થાન કાર્યના ભાગરૂપે માર્ચ 2019માં ધોરણ 10 અને 12 માં શાળામાં ટોપર બનેલ પાંચ-પાંચ વિધ્યાર્થીઓને એલ.આઈ.સી.,ઉમરેઠ બ્રાન્ચ તરફથી ટ્રોફી અને પ્રમાણપત્ર આપવાનો કાર્યક્રમ યોજાઈ ગયો.
          એલ.આઈ.સી.,ઉમરેઠના બ્રાન્ચ મેનેજરશ્રી અંબેરસિંહ જે. કાર્પેન્ટર, તથા અન્ય પદાધિકારીશ્રીઓ શ્રી હિતેન્દ્રભાઈ ભાવસાર, શ્રી સંજયભાઈ વ્યાસ, શ્રી ગોપાલભાઈ ભાવસાર અને શ્રીમતી પ્રિતીબેન શાહ ઉપસ્થિતિમાં માર્ચ 2019માં સારા ટકાથી પાસ થઈને ટોપર બનેલા સૌ વિધ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવાથી શાળાનો પ્રાર્થના ખંડ દીપી ઉઠ્યો હતો.

આચાર્યશ્રી જે.આઈ.પરમારે સૌનો આભાર માનતા સૌને JIC + LIC ના અજોડ સહયોગને વધાવીને,  આ સહયોગ આજીવન ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.











સંકલન અને રજૂઆત :-

આચાર્યશ્રી જે.આઈ.પરમાર


Comments

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...