પ્રેરણાદાયી વાતો-1 જીવનનું રહસ્ય...
તમે એકલા આવ્યા છો? ડૉક્ટરે પૂછયું.
"સમજી ગયો, મારો બ્રેઈન રિપોર્ટ સારો નહીં આવ્યો હોય, એ જે હોય તે તમે મને કહી શકો છો, મારા ફેમિલીને જણાવવાની જરૂર નથી. ઘરમાં સૌથી મજબૂત મન ધરાવતો સભ્ય હું જ છું." ભાવેશે જવાબ આપ્યો.
ભાવેશ મારો પડોશી હતો.બાજુની સોસાયટીમાં રહેતો હતો.પણ અમારી કમ્પાઉન્ડ વોલની દિવાલ એક જ.
'ભલે ત્યારે. તમને બ્રેઈન ટ્યૂમર છે.
યોર ટ્યૂમર ઈઝ ઈનઓપરેબલ.
સાંભળીને ભાવેશને આંચકો લાગ્યો. જિંદગીનાં કીમતી વર્ષો બિઝનેસ જમાવવામાં જ ખર્ચી નાખ્યાં હતાં. સારો સમય આવ્યો ત્યારે જ માઠા સમાચાર મળ્યા.
'ડોક્ટર, મારી પાસે કેટલાં વર્ષો છે?’
ડૉક્ટર: વર્ષો નહીં, માત્ર થોડાક મહિના જ બચ્યા છે. વધુમાં વધુ છ...
ભાવેશ શાહ ભાંગી પડયા. હાથમાં રિપોર્ટ લઈ ધીમે ડગલે બહાર નીકળ્યા.
એક પળમાં તો વીતેલું આખું જીવન આંખો સામેથી પસાર થઈ ગયું. એમની નજરમાં પોતાની જે તસવીર ઊભરી એ કંઈ ખાસ વખાણવા લાયક ન હતી.
કમાવાની લાયમાં ખાસ મિત્રો બનાવ્યા જ ન હતા. સંબંધો બધા પ્રોફેશનલ. સ્મિત પણ આલબમિયું.
મનમાં હતું કે...
એક વાર પચીસ-પચાસ કરોડ કમાઈ લઈશું પછી જિંદગીને સારી રીતે માણીશું. મહેફિલો જમાવીશું, પત્ની, બાળકો, ઘરને પૂરતો સમય આપીશું,
અફસોસ...
એ બધું હવામાં અદ્ધર જ રહી ગયું.
મનસૂબા મનમાં જ રહી ગયા.
અચાનક વિદાય-વેળા આવી પહોંચી!
ક્લિનિકના લિફ્ટમેને પૂછ્યું:
'કૈસા હૈ આપકો?
અચ્છા હો ગયા ના, સા’બ?
યે દાક્તર બોત અચ્છે હૈં. પેશન્ટ કો દોબારા આનેકી જરૂરત નહીં રહેતી.
ભાવેશે આજે મૃત્યુને જોઈ લીધું હતું.
કોને ખબર આ લિફ્ટમેન ફરી ક્યારેય જોવા મળશે કે, નહીં? ભાવેશે પચાસનું પત્તું એ ગરીબના હાથમાં મૂકી દીધું.
પેલાનો ચહેરો ખીલી ઊઠયો,
'આપ બો’ત અચ્છે હૈં, સા’બ.'
રસ્તો ક્રોસ કરીને એ ગાડી પાસે પહોંચ્યો. ડ્રાઇવરે દરવાજો ખોલી આપ્યો.
આજે ગાડી હું ચલાવીશ.’
'અરે, સાહેબ તમારી તબિયત?’
'મારી તબિયતની ચિંતા છોડ ...’
'તારા ઘરમાં કોણ કોણ છે'?
દીકરા-દીકરી કેટલાં છે? શેમાં ભણે છે?’
ડ્રાઇવર સાચવી સાચવીને જવાબ આપતો ગયો. છેલ્લાં પાંચ વર્ષથી આજ સુધીમાં એણે આવું જ સાંભળ્યા કર્યું હતું:
'કાલે કેમ વહેલો ચાલ્યો ગયો હતો?
આજે કેમ મોડો આવ્યો?
હાડકાં હરામનાં થઈ ગયાં છે, કેમ?
કામ કરતાં જોર આવે છે. છાશવારે પગાર વધારો માગતાં શરમ નથી આવતી?
એને બદલે આવું સાંભળવા મળ્યું..
'ભ’ઈલા, તારે ઘરે જવું હોય તો જા,
મારે ગાડીમાં ક્યાંય જવાનું નથી.
કારણ વિના બેસી રહેવાની જરૂર નથી.
સાંજે ભાવેશ પહેલી વાર પત્ની બાળકો સાથે બેસીને ડિનર લીધું. બાળકો સાથે સ્કૂલ વિશે વાતો કરી. એમને ચિત્રો દોરવામાં મદદ કરી. નાની ગુડ્ડુ બોલી ઊઠી..
'પપ્પુ, તમે કેટલા ગુડ-ગુડ પપ્પા છો.
સવારે પડોશમાં રહેતા જયંતીભાઈનું મોં ખુલ્લું રહી ગયું..
'અરે ભાવેશભાઈ, તમે?
સવાર સવારમાં અમારે ત્યાં?
સૂરજ કઈ દિશામાં ઊગ્યો છે આજે?
અરે, સુનિતા... પાણી લાવજે તો...'
'એકલા પાણીથી નહીં પતે, જયંતીભાઈ, આજે તો ચા પણ પિવડાવવી જ પડશે.’
ભાવેશે હક્કથી કહી દીધું.
સુનિતાબહેન સાંભળી ગયાં,
ચાની સાથે નાસ્તો પણ લઈ આવ્યાં.
અડધા કલાકમાં ઘરોબો સ્થપાઈ ગયો. ઝઘડો તો હતો જ નહીં, પણ પડોશીઓના મતે ભાવેશ સાવ અતડો અને અભિમાની માણસ હતો. જતી વખતે ભાવેશે ઠરાવ પસાર કરી નાખ્યો..
'આજથી સવારની ચા તમારે ત્યાં અને સાંજની ચા મારા ઘરે.
બે દિવસમાં તો ભાવેશે સૌને ખુશ કરી દીધા.
ચાર દિવસ પછી ડોક્ટરનો ફોન આવ્યો.
'મિ. ભાવેશ, આઈ એમ વેરી વેરી સોરી.
તમારા બ્રેઈનનો રિપોર્ટ એકદમ નોર્મલ છે. આઈ મીન, મિ. બી.બી.પટેલ નામધારી બે દરદીઓ મારા ક્લીનીકમાં હોવાના કારણે અમારાથી ભૂલ થઈ ગઈ. તમે સાવ જ સાજાસારા છો...
એબ્સોલ્યુટલી નોર્મલ...
ભાવેશ તમે ઓળખતા હતા એ ભાવેશ તો ક્યારનોયે મરી ગયો. હવે તો મારો પુનર્જન્મ થયો છે. મને સમજાઈ ગયું કે, *જિંદગીનો સાચો મર્મ જિંદગીમાં વર્ષો ઉમેરવાનો નથી, પણ વર્ષોમાં જિંદગી ઉમેરવાનો છે.* જિંદગી આપની છે પરિવાર, પાડોશી, સમાજ સાથે પ્રેમ ભરી જિંદગી જીવી લઈએ.
કથાસાર :-
*"એક દિવસ આ બધું જ છોડીને જવાનું છે એવું સમજાય તો આપના વિચારો, આપનું વલણ, વર્તન અને જીવન સદંતર બદલાઈ જાય છે સાંખ્ય વિચાર હંમેશા કરતા રહેવાનું કે, એક દિવસ આ બધું જ છોડીને જવાનું થશે...
સંકલન અને રજૂઆત : જે.આઈ.પરમાર

Comments
Post a Comment