ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર...
ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠના સભાખંડમાં તારીખ 28.11.19 ના રોજ આણંદની વી કેર ફાઉન્ડેશન, NGO દ્ધારા કો-ઑર્ડીનેટરશ્રી રૂબીનાબેન વહોરાની નિશ્રામાં ધોરણ-10 અને 12ના વિધ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું છેલ્લા બે તાસમાં આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા બે તાસમાં યોજાયેલ આ સેમિનારની શરૂઆત સૌએ સામૂહિક શ્લોક ગાનથી કરી હતી. શ્રી કમલેશભાઈ ગાંવિતે સેમિનારના આયોજક અને સંચાલિકા શ્રી રૂબીનાબેન વહોરાનો પરિચય આપ્યો હતો. બાદમાં શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે તેમનું શાબ્દિક તેમ જ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
શ્રી રૂબીનાબેને એમની આગવી શૈલીમાં, રસપ્રદ રીતે વિધ્યાર્થીઓને કેરીયર એટલે શું ? થી શરૂ કરીને ઉપલબ્ધ કેરીયરમાંથી કયું પસંદ કરવુ એની પાંચ મુદ્દાની ફોર્મ્યુલા બતાવી હતી. અંત્યત રસપ્રદ સેશન બાદ વિધ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ પણ બતાવ્યો હતો.
આ વર્ગોના વિષય શિક્ષકો સહિત ફ્રી હોય એ તમામ શિક્ષકો આયોજન અને વ્યવસ્થા માટે ઉપસ્થિત રહ્યા હતાં.એન્કરીંગ અને આજના કાર્યક્રમનો અહેવાલ શ્રી કમલેશભાઈ બી.ગાંવિતે તૈયાર કર્યો હતો.
આભારવિધિ શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કરી હતી.

સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર
Comments
Post a Comment