ધોરણ ૧૧ એન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ
ઉમરેઠની
ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માંથી તારીખ ૨૪-૧૨-૨૦૧૯ના ધોરણ ૧૧ એન ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનો એક દિવસનો શૈક્ષણિક પ્રવાસ પોલો ના જંગલો અને
શામળાજી ખાતે નો યોજાયો હતો. જેનો લાભ ત્રીસ વિદ્યાર્થીઓએ લીધો હતો. જેનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.
પ્રવાસ અહેવાલ
પોલો ના જંગલો અને
શામળાજી
તારીખ ૨૪-૧૨-૨૦૧૯
ના રોજ સવારે ૫:૩૦ કલાકે અમે સૌ સિકોતર માતાના મંદિરે ભેગા થયા.બધા વિદ્યાર્થીઓં
અને શિક્ષકો આવી ગયા પછી રણછોડરાયનું નામ લઈને અમે ૬:૦૦ કલાકે શામળાજી જવા
નીકળ્યા. બધા વિદ્યાર્થીઓં આ પ્રવાસનો આનંદ માણવા માટે ખુબજ ઉત્સુક હતા.બસમાં બધાએ શરૂઆતથી જ ડાન્સ ચાલુ કર્યો,મસ્તી કરી અને લગભગ ૧૦:૦૦ કલાકે અમે શામળાજી પહોચ્યા.ત્યાંનું મંદિર એટલું અદભુત હતું. મંદિરની
કોતરણી પણ એટલી અદભુત હતી કે તેની કલ્પના પણ ન કરી શકાય.! અમે સૌએ મંદિરમાં દર્શન
કર્યા, ફર્યા અને મંદિરને નિહાળ્યું. મંદિરની સ્વચ્છતાની પુરેપુરી કાળજી રાખતી
હતી.દુર દુર ના પ્રવાસીઓં આ મંદિરને જોવા માટે ઉમટ્યા હતા.ત્યાંથી લગભગ ૨ કિ.મી
જેટલું ચાલીને અમે એક મેશ્વો નદી પરના મેશ્વો ડેમને જોવા ગયા.ત્યાં ચાલવાની અને એક નાનો ડુંગર હતો તે ચઢવાની પણ
એક અલગ જ મજા હતી જેને અમે આખી જિંદગી ભૂલી શકવાના નથી.ડેમ ખુબજ વિશાળ હતો અમે સૌએ ત્યાં
ફોટા પડ્યા.થોડો સમય ફર્યા ત્યાંથી અમે બજારમાં પાછા આવ્યા સૌએ ખરીદી કરી અને અમે
અમારી બસે પહોચ્યા.શામળાજીથી લગભગ ૧૧ કલાકે અમે પોલો ફોરેસ્ટ માટે નીકળ્યા.લગભગ ૫૦
કિ.મી નો આ રસ્તો હતો.સૌએ બસની આ મુસાફરીનો આનંદ લીધો બધાએ પોતાની અલગ સ્ટાઇલથી
ડાન્સ કર્યો,મસ્તી કરી. લગભગ ૧૨:૦૦ કલાકે અમે પોલો ફોરેસ્ટની ૧ કિ.મી દુર હરણાવ નદીના
કાંઠે ભેગા મળીને નાસ્તો કર્યો. આ ખુશીના એક એક પલ ને અમે કેમેરામાં કેદ કરી
ત્યાંથી અમે ૧ કિ.મી ચાલીને પોલો ફોરેસ્ટ પહોચ્યા અમે અંદર પ્રવેશ્યા તો નદીમાં સુંદર
પાણી વહેતું હતું.સૌએ ત્યા મન મૂકીને ફોટા પાડ્યા અને આ પ્રકૃતિનો આનંદ લીધો અમે જેમ જેમ આગળ
વધતા ગયા તેમ તેમ અવનવુ જોવા મળ્યું.ત્યાં એક ભવ્ય ઈમારત હતી,તેમાં સુંદર કોતરણી
હતી.અમે ત્યાં થોડો સમય બેઠા ફર્યા અને ત્યાંથી અમે પાછા આવવા માટે નીકળ્યા લગભગ
૪:૦૦ કલાકે અમે ત્યાંથી બસ પરત ઉપાડી.બસમાં અમને અંતાક્ષરી રમવાની ખુબ જ મજા આવી.૬:૦૦
કલાકે અમે ટોડલા સ્વામીનારાયણના મંદિરે પહોચ્યા.ત્યાં મંદિરમાં આરતીની તૈયારી જ
થતી હતી.ત્યાં ગોપાળાનંદ સ્વામી મહારાજનું જન્મસ્થળ છે.ત્યા પહોચ્યા બાદ ત્યાં
શાંતિનું વાતાવરણ મનને પ્રફુલિત કરીદે
તેવું હતું. ત્યાંથી ૭:૩૦ કલાકે અમે બસમાં બેઠા અને લગભગ ૯:૦૦ કલાકે અમે મોડાસા એક
હોટેલમાં જમવા માટે રોકાયા.સૌ જમ્યાબાદ હોટેલમાં ફર્યા અને મસ્તી કરી અને લગભગ
રાત્રે ૧૧:૦૦ કલાકે અમે અમારો પ્રવાસ પૂરો કરી પાછા સિકોતર માતાના મંદિર ઉમરેઠ
પહોચ્યા.
આ પ્રવાસની
મંજુરી આપવા બદલ સૌ પ્રથમ શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ. પરમાર સરનો અમે આભાર વ્યક્ત
કરીએ છીએ.આ પ્રવાસનું આયોજન કરવા બદલ અમે શ્રી વસંતભાઈ ભરવાડ સરનો ખુબ ખુબ આભાર માનીએ
છીએ. અને તેમને આ કાર્યમાં સાથ અને સહકાર આપવા બદલ શાળાના અન્ય શિક્ષકો સર્વે શ્રી રમેશભાઈ
પટેલ સર, હિતેશ સર, જયા મેડમ,પી જે પરમાર સર અને એમ પી પટેલ સરનો પણ અમે આભાર માનીએ
છીએ.
Comments
Post a Comment