ધોરણ 12 વાલી મીટીંગ...
ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન,ઉમરેઠના સભાખંડમાં તારીખ 29.11.19 ના રોજ ધોરણ 12 બ કોમર્સના ઉત્સાહી અને પ્રયોગશીલ વર્ગ શિક્ષક શ્રી ડી.એસ.રોહિત દ્ધારા ધોરણ 12 બ કોમર્સના વિધ્યાર્થીઓના વાલીઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મીટીંગની શરૂઆત સૌએ સામૂહિક શ્લોક ગાનથી કરી હતી.
મીટીંગ આયોજનની પૂર્વભૂમિકા અને હેતુ શ્રી ડી.એસ.રોહિતે સમજાવ્યા હતા.
38 પૈકી ઉપસ્થિત 35 વાલીઓનું શાબ્દિક અને ફુલથી સ્વાગત શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કર્યું હતું અને બાદમાં શાળાના 100% પરિણામ માટે કટિબદ્ધ થવા સૌને આહવાન કર્યું હતું.
એકાઉન્ટ, SPCC અને વાણિજ્ય વ્યવસ્થા જેવાં અઘરા વિષયો શીખવતાં પ્રેમાળ શિક્ષકશ્રી પંકજભાઈ આર.રાવલે વિષયોની કઠિનતા સામે તેમનું સરળીકરણ અને વિધ્યાર્થીઓએ કરવી પડતી મહેનત તેમ જ સરકારી કોલેજોમાં પ્રવેશ લેવાના ધ્યેય સાથે પાસ થવાની પ્રેરક વાતો એમના પ્રાંસગિક પ્રવચનમાં કરી હતી.
અંતમાં શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે ઉપસ્થિત સૌ વાલીઓ અને વિધ્યાર્થીઓનો આજની મીટીંગમાં મોટી સંખ્યામાં હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કરતાં વિધ્યાર્થીને ક્મળા છોડથી મોટું ઝાડ બનાવવામાં વાલી અને શિક્ષકોની ભૂમિકા સમજાવતાં વિધ્યાર્થી વિકાસના સહિયારા પ્રયાસમાં વાલીઓના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી.અને વિધ્યાર્થીઓને વાલી અને શિક્ષકોની મહેનતને એળે ના જાય એ માટે મહેનત કરવા લાગી જવાની શીખ આપી હતી.
પહેલાં બે તાસમાં આયોજિત આ મીટીંગમાં આ વર્ગોના વિષય શિક્ષકો સહિત ફ્રી હોય એ તમામ શિક્ષકો આયોજન અને વ્યવસ્થા માટે ઉપસ્થિત રહ્યા હતાં.એન્કરીંગ અને આજના કાર્યક્રમનો અહેવાલ શ્રી ડી.એસ.રોહિતે તૈયાર કર્યા હતા.
બાદમાં તમામ વિધ્યાર્થીઓને તેમના વાલીઓની રૂબરૂ પ્રગતિ કાર્ડ આપવામાં આવ્યા હતાં. જે અંગે વાલીના પ્રતિભાવો માંગવામાં આવ્યા હતા. વાલીઓ સાથે વ્યક્તિગત વાત ચીત અને સલાહ-સૂચનોની આપ લે કરવામાં આવી હતી.સૌ ચા-નાસ્તો કરીને છૂટાં પડ્યાં હતાં. વાલીઓના મોં પર સંતોષ અને આનંદ જણાતાં હતાં અને વિધ્યાર્થીઓ આત્મ વિશ્વાશથી ભરપૂર જણાતાં હતાં.
આભારવિધિ શાળાના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ આઈ.પટેલિયાએ કરી હતી.

સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

સુંદર કામ બદલ આભાર.
ReplyDelete