જવાહર નવોદય વીધ્યાલય પ્રવેશ પરીક્ષા-2020

ઉમરેઠની પ્રતિષ્ઠિત અને પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુન (બોયઝ્ હાઈસ્કૂલ ) ખાતે કેન્દ્ર સરકારના માનવ સંશાધન મંત્રાલયની સીધી દેખરેખ અને નાણાકીય સહાયથી સમગ્ર દેશના દરેક જીલ્લામાં ચાલતી જવાહર નવોદય વિધ્યાલયો પૈકીની આણંદ જીલ્લાનું ગૌરવ ધરાવતી જવાહર નવોદય વિધ્યાલય,ભાદરણમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવવા માટેની એક જાહેર પરીક્ષા તારીખ 11.1.2020 ના રોજ યોજાઈ ગઈ. ધોરણ-6 ની માત્ર 80 સીટ માટે સમગ્ર જીલ્લામાંથી 4500 કરતાં પણ વધારે વિધ્યાર્થીઓએ આ પ્રવેશ પરીક્ષા માટે ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકીના ફાળવાયેલ 226 વિધ્યાર્થીઓમાંથી 199 વિધ્યાર્થીઓએ ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુન,ઉમરેઠ ખાતે ઉપસ્થિત રહી શાંતિ અને સલામતીપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપીને JNVમાં પ્રવેશ માટે પોતાનો હક પ્રદર્શિત કર્યો હતો. આ પરીક્ષાના જીલ્લા કો-ઓર્ડીનેટર અને JNV,ભાદરણના પ્રિન્સીપાલ શ્રી મુનિરામૈયાહ અને આણંદ જીલ્લા શિક્ષણાધિકારીશ્રી જી.ડી.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પરીક્ષામાં, આ કેન્દ્ પર જિ.શિ.અધિકારીની કચેરીના શિક્ષણ નિરીક્ષકશ્રી હેમંતભાઈ કાછીયાએ CLO તરીકે અને આચાર્યશ્રી જે.આઈ.પરમારે Centre Supritendent તરીકે ફરજ બજાવી હતી.અત્યંત અટપટી આંકડાકીય માહિતી માંગતી અને જટીલ વહીવટી પ્રક્રિયા ધરાવતી આ પરીક્ષાના સફળ અને સુચારૂ આયોજનમાં શાળાના સમગ્ર સ્ટાફનો,વાલીઓનો અને પોલીસ મિત્રોનો સરસ સાથ અને સહકાર મળ્યો હતો.








Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...