પ્રજાસત્તાક દિવસની ઉજવણી...26.1.2020

ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૨૬.૧.૨૦૨૦ ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગ રૂપે  શાળાના પટાંગણમાં  દેશનો ૭૧ મો પ્રજાસત્તાક  દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે શાળાના સિનીયર શિક્ષક અને વયનિવૃત્તિને આરે પહોચેલાં માનનીય  શ્રી સી.ડી.લાખાણીના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ અતિથી વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. નિશ્ચિત કરેલાં સમય અને કાર્ય સુચિ પ્રમાણે રાષ્ટ્રઘ્વજને આન બાન અને શાનથી સલામી આપવામાં આવી હતી.સ્ટેજ પર બિરાજમાન બંને મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ પરમારે મહેમાનોનો બધાને પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ બન્ને મહાનુભાવોનું પુષ્પગુચ્છથી શ્રી આર.એમ.પટેલ તથા શ્રી ડી.જી.પટેલ સ્વાગત કરવામાં આવ્યું હતું. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ સમારંભના મુખ્ય મહેમાનશ્રી લાખાણીસાહેબનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. પોતાનાપ્રસંગોચિત પ્રવચનમાં શ્રી લાખાણી સાહેબે દેશના શહીદોને યાદ કરીને સ્માંરાંજલિ અર્પતા દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિને સુધારવામાં રાષ્ટ્ર પ્રેમ થકી યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.

શાળાના સુપરવાઈઝર શ્રીકિરણભાઈ પટેલીયાએ આભાર વિધી કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી કે.સી.ચૌધરીએ કરી હતી. ટ્રસ્ટ તરફથી દરેક વિધ્યાર્થીને ચોકલેટ અને ધર્મરાજ ખમણ હાઉસ તરફથી બુંદીની પ્રસાદી આપવામાં આવી હતી. અંતે સૌ જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવાં માટે SNDT ગ્રાઉન્ડ તરફ રવાના થયાં હતાં.









































સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર
ફોટો/વડીયોગ્રાફી :- શ્રી કે.બી.ગાંવિત


 

Comments

Post a Comment

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...