ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશનમાં વ્યસનમુક્તિ જાગૃતિનો કાર્યક્રમ...
ઉમરેઠની
ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૨૪.૧.૨૦૨૦ ના રોજ વ્યસનમુક્તિ કાર્યક્રમના ભાગ રૂપે શાળાના પટાંગણમાં ગાયત્રી પરીવારના શ્રી ડૉ.કિશન દવે અને શ્રી મનુભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વ્યસનમુક્તિ માટે જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં વ્યસન કરવાથી થતું નુકશાન,અભ્યાસ પર થતી અસર અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કેવી રીતે કરવું તેની માહિતી વિડીઓ કેન્દ્ર દ્વારા આપવામાં આવી.
ગાયત્રી પરિવારના ટેકનોલોજીકલ વાહન દ્વારા ઓડિઓ વિસ્યુઅલ માધ્યમથી સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવેલી માહિતીથી સૌ પ્રભાવિત થયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી બી.આર.બામણીયા સાહેબે સાંભળી હતી. ગાયત્રી પરિવારનો આભારવિધિ શાળાના સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી કે.સી.ચૌધરીએ કરી હતી.

સંકલન અને રજૂઆત :- આચાર્યશ્રી જે.આઈ.પરમાર
Comments
Post a Comment