ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશનમાં "સાયબર સિક્યુરિટી અવેરનેસ "કાર્યક્રમનું આયોજન...

          ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટિટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૨૪.૧.૨૦૨૦ ના રોજ વિદ્યાનગરની પ્રખ્યાત IANT સંસ્થા દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ માટે "સાયબર સિક્યુરિટી અવેરનેસ "કાર્યક્રમનું આયોજન  શાળાના હોલમાં શ્રી ભગીરથભાઈ અને શ્રી નુસરતભાઈ દ્વારા યોજવામાં આવ્યો હતો. જેનો લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, સતત અને અસાવધાની પૂર્વકનું સર્ફિંગ કરવાથી થતું નુકશાન,અભ્યાસ પર થતી અસર અને ઓનલાઈન ફ્રોડથી કેવી રીતે બચવું વગેરે જેવાં મુદ્દાઓનું  તલસ્પર્શી , ઊંડાણપૂર્વકનું અને ઉપયોગી જ્ઞાન અને માહિતી  વિડીઓ આ કેન્દ્ર દ્વારા આપવામાં આવી હતી. 
           IANT સંસ્થાના  ટેકનોલોજીકલ અવેરનેસ પ્રોગ્રામ  દ્વારા ઓડિઓ વિસ્યુઅલ માધ્યમથી ઉપરોક્ત બાબતો બહુજ સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. આ માહિતીથી સૌ પ્રભાવિત થયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના સુપરવાઈઝરશ્રી કિરણભાઈ પટેલિયા  સાહેબે સાંભળી હતી. IANT સંસ્થાનો  આભાર શાળાના ઉત્સાહી શિક્ષક શ્રી કે.સી.ચૌધરીએ માન્યો હતો. શાળાના આચાયશ્રી જે.આઈ.પરમારે સૌને અભિનંદન આપ્યા હતાં.












સંકલન અને રજૂઆત :- 
આચાર્યશ્રી જે.આઈ.પરમાર 

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...