એક દિવસીય એન.એસ.એસ. શિબિર

          ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન (બોયઝ્ હાઈસ્કૂલ)માં શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓના સુચારૂ આયોજન માટે અલગ અલગ સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ ઉપરાંત NSS વિભાગ પણ કાર્યરત છે. જેના કન્વીનર શ્રી સી.ડી.લાખાણી દ્ધારા તા.4 જાન્યુઆરીના દિવસે ઉમરેઠની બાજુમાં આવેલા હમીદપૂરા ગામમાં એક દિવસીય "રાષ્ટ્રીય સેવા યોજના શિબિર"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 50 પસંદગીપાત્ર વિધ્યાર્થીઓએ ભાગ લઈને શાળાનું પ્રતિનિધિત્વ કરીને શાળાનું તેમજ ઉમરેઠનું ગૌરવ વધાર્યું હતું. 
          આ શિબિરની શરૂઆતમાં  સૌએ ગામના ચોરા આગળ ભેગા થઈને,ગામના સરપંચશ્રી રોહિતભાઈની હાજરીમાં શિબિરનું ઉદઘાટન રાખવામાં આવ્યું હતું.સરપંચ શ્રી એ સૌનું ઉમળકાભેર સ્વાગત કરીને શિબિર ને સફળ બનાવવા માટે બનતી બધી મદદ કરવાની ખાતરી આપી હતી. બાદમાં આખા ગામમાં સુત્રોચ્ચાર અને બેનર સાથે રેલી દ્વારા સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. બાદમાં ગામના મુખ્ય અને જાહેર સ્થળોની શિબિરાર્થીઓ   દ્વારા સ્વચ્છતા કરવામાં આવી હતી.
           અંતમાં ગામના પ્રખ્યાત દાદુરામ આશ્રમમાં મહંતશ્રીની નિશ્રામાં આશીર્વાદ લઈને શિબિરની પુર્ણાહુતી કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરા પાડ્યા હતાં. શાળાના અન્ય શિક્ષકો શ્રી પી.આર.રાવલ, શ્રી આર.એ.પટેલ, શ્રી કિરણભાઈ પટેલીયા,શ્રી બી.આર.બામણીયા વગેરેએ આ શિબિરને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. એન.એન.એસ. યુનિટના કન્વીનર  શ્રી સી.ડી.લાખાણીએ સૌને આભાર માન્યો હતો.










































સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી - શ્રી જે.આઈ. પરમાર

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...