એક દિવસીય Industrial Visit નો કાર્યક્રમ ...
ઉમરેઠની પ્રતિષ્ઠિત અને પ્રાચીન ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુન (બોયઝ્ હાઈસ્કૂલ ) ના સનિષ્ઠ અને કાર્યશીલ શિક્ષકો શ્રી ડી .એસ.રોહીત ના પ્રેરણા અને આયોજન અને શ્રી પી. આર. રાવલના સંપર્ક અને મહેનત તથા શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારની મંજૂરીને પ્રતાપે શાળાના ધોરણ ૧૧ અને ધોરણ ૧૨ ના ૪૦ જેટલાં વિદ્યાર્થીઓને વિઠ્ઠલ ઉદ્યોગનગરની ૭૦ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત કંપની જોવાનો લ્હાવો મળ્યો.
જી, હા ...શાળાના એક દિવસીય Industrial Visit ના કાર્યક્રમ અંતર્ગત તારીખ ૨૦.૧ .૨૦૨૦ ના રોજ આ શક્ય બન્યું. વિઠ્ઠલ ઉદ્યોગનગરની ૭૦ વર્ષ જૂની અને પ્રતિષ્ઠિત કંપની ગુજરાત મશીનરી કે જે ટુંકમાં GMM તરીકે ઓળખાય છે, તેના માનવ સંપર્ક અધિકારી શ્રી રસિકભાઈ પ્રજાપતિ સાહેબની મંજુરી અને સુચના મુજબ ઇજનેરશ્રી અનિરુધ્ધ પરમારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનિ ટીમને લગભગ દોઢ કલાક સુધી કંપનીના અલગ અલગ પ્લાન્ટમાં ક્રમબદ્ધ રીતે ફેરવીને સુચના, માર્ગદર્શન, પ્રત્યક્ષ નિર્દર્શન અને છેલ્લે પ્રશ્નોતરી દ્વારા કંપની અને કંપનીના કાર્ય, ઉત્પાદન, કાર્યશૈલી ,ગોપનીયતા ,વેપાર, નિકાસ અને ટનઓવરથી પરિચિત કરીને સીને માહિતીસભર મુલાકાતથી ખુશ કરી દીધા હતાં.સિક્યુરિટીથી માંડીને ભોજનના કર્મચારીઓનો સરસ સહકાર સાંપડ્યો હતો.સૌ મુલાકાતીઓને કમ્પન્ય તરફથી ભોજન પુરું પાડવામાં આવ્યું હતું..
શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે સમગ્ર મુલાકાતમાં સીની સાથે રહીને સૌને પ્રોત્સાહિત કાર્ય હતાં અને સૌનો આભાર માન્યો હતો.
સંકલન અને રજૂઆત : -
શ્રી જે.આઈ.પરમાર " નિર્દોષી"

સરસ.
ReplyDelete