" ઈનામ વિતરણ કાર્યક્રમ " તથા " ધોરણ10 અને ધોરણ 12ના વિધાર્થીઓનો વિદાય સમારંભ "
1." ઈનામ વિતરણ કાર્યક્રમ "
ઉમરેઠના 125 કરતાં વધારે જૂના અને જાણીતાં એજ્યુકેશન ટ્રસ્ટ, ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂશનની વર્ષો જૂની પરંપરા અને પ્રણાલિકા મુજબ, ટ્રસ્ટ સંચાલિત 4 અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના વર્ષ 2019ના બાલમંદિરથી માંડીને ધોરણ 12 સાયન્સ પ્રવાહના તેજસ્વી તારલાઓ અને બૉયઝ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલના વર્ષ 2019માં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન લાવનાર વિધાર્થીઓને ઈનામો, પ્રમાણપત્રો અને વિવિધ મેડલથી નવાજવાનો " ઈનામ વિતરણ કાર્યક્રમ " તારીખ 29.2.20 ના રોજ બોયઝ્ વિભાગમાં ઊભા કરવામાં આવેલાં સમિયાણાંમાં યોજાઈ ગયો.
જેમાં પ્રથમ સેશનના સમારંભના પ્રમુખશ્રી નવનીતભાઈ સોની, સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ, સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ અને ખજાનચીશ્રી ભરતભાઈ લાધાવાળા, આમંત્રિત મહેમાન શ્રી ગોપાલભાઈ એન.દોશી તેમજ બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ.પરમાર તથા તેમનો સ્ટાફ તેમજ ગર્લ્સ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન કે. પરમારનો સમગ્ર સ્ટાફ તેમજ ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 વિભાગના પ્રિન્સીપાલશ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ રાણા અને શ્રી હિરેનભાઈ શાહ તથા તેમના સ્ટાફમિત્રો, ચારેય સંસ્થાના વિધ્યાર્થીઓ તેમજ ઈનામ મેળવનાર વિધ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સેશનમાં ગર્લ્સ વિભાગની બાળાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. ગર્લ્સ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન કે. પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનો પરિચય ગર્લ્સ વિભાગના સિનીયર શિક્ષકશ્રી હેમંતભાઈ શાહે આપ્યો હતો.બાદમાં મંચ પર બિરિજમાન સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બાદમાં ક્રમ અનુસાર જાહેરાત મુજબ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પહેલો,બીજો અને ત્રીજો નંબર લાવનાર વિધાર્થીઓને અમેરિકા સ્થિત દાતાશ્રી કાંતિલાલ શર્મા તરફથી તેમની માતાના સ્મરણાર્થે 25ગ્રામના ચાંદીના સિક્કા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 12 સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ આવનાર પટેલ વંદન નિમેષભાઈને અન્ય એક દાતા તરફથી સોનાની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી. મૂર્તિ તેમજ રોકડ તથા સર્ટિફિકેટ સમારંભના પ્રમુખશ્રી નવનીતભાઈ સોની, સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ,સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ અને ખજાનચીશ્રી ભરતભાઈ લાધાવાળાના વરદ્ હસ્તે આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 35 જેટલાં અન્ય દાતાઓના સહયોગથી કુલ 50 હજારથી વધુ કિંમતના રોકડ ઈનામોનું પણ 40 જેટલાં વિધ્યાર્થીઓને વિવિધ હેતુસર, કેટગરીવાઈઝ વિતરણ કરવામાં આવ્યુ હતું.
વધુમાં આ કાર્યક્રમમાં સમગ્ર શાળાઓ માટે વિશિષ્ટ પ્રકારની કામગીરી કરવા બદલ બૉયઝ્ વિભાગના ચિત્ર શિક્ષકશ્રી વિમલભાઈ પટેલનું તેમજ આણંદ જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં કલ્યાણનિધિ યોજનાના જિલ્લા ઉપાધ્યક્ષ બનવા બદલ ગર્લ્સ વિભાગના શ્રી બળવંતભાઈ ભોઈનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતુ.
સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ સાહેબે પ્રસંગને અનુરુપ સુંદર પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થા હમેંશા વિધ્યાર્થીના વિકાસ માટે પ્રયત્નશીલ અને ચિંતિત છે. આ પ્રસંગે સંસ્થામાં પીવાના શુદ્ધ પાણીની નવી વ્યવસ્થા અને સંસ્થાને ચારેય વિભાગૉ માટે વસાવાયેલાં 4 વોટર કૂલરની વિધિવત્ જાહેરાત કરી હતી.જેને સૌએ તાળીઓથી વધાવી હતી. વળી આજના દિવસે સમારંભના પ્રમુખશ્રી નવનીતભાઈ સોનીએ સંસ્થાને આપેલાં રોકડ દાન રૂ. 5100 ની પણ તેમણે જાહેરાત કરી હતી. તેમણે સંસ્થાના સ્થાપકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પતાં તેમનો અને સૌ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમના અંતે બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ.પરમારે આભારવિધિ કરી હતી.
સમગ્ર કાર્યક્મનું સરસ સંચાલન ગર્લ્સ વિભાગના અંગ્રેજી શિક્ષકશ્રી મૌલિકભાઈ પટેલે કર્યું હતું. માઈક વ્યવસ્થા બોયઝ્ વિભાગના શિક્ષકશ્રી ડી.એસ.રોહિતે સંભાળી હતી. ફોટોગ્રાફી બોયઝ્ વિબાગના શ્રી કમલેશભાઈ ગાંવિતે કરી હતી.
2. " ધોરણ10 અને ધોરણ 12ના વિધાર્થીઓનો વિદાય સમારંભ "
જ્યારે બીજા સેશનમાં માર્ચ 2020 માં ઉપસ્થિત રહેનાર ધોરણ10 અને ધોરણ 12ના વિધાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
જેમાં સમારંભના પ્રમુખ તરીકે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય મહાવિધ્યાલય, ઉમરેઠ શાખાના મુખ્ય સંચાલિકાશ્રી નીતાબેન, અતિથિ વિશેષ તરીકે શ્રી નવનીતભાઈ સોનીએ સ્થાન શોભાવ્યા હતાં.આ ઉપરાંત સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ, સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ અને ખજાનચીશ્રી ભરતભાઈ લાધાવાળા, આમંત્રિત મહેમાન શ્રી ગોપાલભાઈ એન.દોશી તેમજ બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ.પરમાર તથા તેમનો સ્ટાફ તેમજ ગર્લ્સ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન કે. પરમારનો સમગ્ર સ્ટાફ તેમજ ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 વિભાગના પ્રિન્સીપાલશ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ રાણા અને શ્રી હિરેનભાઈ શાહ તથા તેમના સ્ટાફમિત્રો, તેમજ ધોરણ 10 અને ધોરણ 12 ના વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ સેશનમાં બોયઝ્ વિભાગની વિજ્ઞાન પ્રવાહની બાળાઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી. બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ. પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહેમાનોનો પરિચય બોયઝ્ વિભાગના સુપરવાઈઝર અને સિનીયર શિક્ષકશ્રી કિરણભાઈ પટેલિયાએ આપ્યો હતો.બાદમાં મંચ પર બિરિજમાન સૌ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
જેમાં સૌ પ્રથમ ધોરણ 10 અને 12 ના વર્ગ પ્રતિનિધિઓએ શાળા, શિક્ષણ અને શિક્ષકો વિષે પોતાના પ્રતિભાવો આપ્યાં હતાં.બાદમાં શાળાના આ વર્ગોના વર્ગ શિક્ષકો તેમજ બન્ને પાંખના આચાર્યશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. અંતમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય મહાવિધ્યાલય, ઉમરેઠ શાખાના મુખ્ય સંચાલિકાશ્રી નીતાબેને ખાસ ઉપસ્થિત રહીને વિધ્યાર્થીઓને પ્રેરણા અને આશીર્વચન આપ્યાં હતાં.
બીજાં સેશનના કાર્યક્રમના અંતે ગર્લ્સ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન કે.પરમારે આભારવિધિ કરી હતી.
સમગ્ર કાર્યક્મનું સરસ સંચાલન બોયઝ્ વિભાગના શિક્ષકશ્રી કિશોરભાઈ ચૌધરીએ કર્યું હતું. માઈક વ્યવસ્થા બોયઝ્ વિભાગના શિક્ષકશ્રી ડી.એસ.રોહિતે સંભાળી હતી. ફોટોગ્રાફી બોયઝ્ વિબાગના શ્રી કમલેશભાઈ ગાંવિતે કરી હતી.
3.ઉપસંહાર
સવારે 9 થી બપોરના 1 સુધી ચાલેલાં આ કાર્યક્રમના બન્ને સેશનમાં ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યુશન ટ્રસ્ટના માનાર્હ મંત્રી અને એડવોકેટશ્રી રશ્મિકાન્ત શાહ, સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ અને ખજાનચીશ્રી ભરતભાઈ લાધાવાળા, મુખ્ય મહેમાનશ્રીઓ શ્રી નવનીતભાઈ સોની અને બ્રહ્માકુમારીશ્રી નીતાબેન, આમંત્રિત મહેમાન શ્રી ગોપાલભાઈ એન.દોશી, પત્રકારશ્રી નિમેષ ગોસ્વામી વગેરેની ખાસ અને પ્રેરણાત્મક ઉપસ્થિતિએ સૌને પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ.પરમાર તથા તેમનો સ્ટાફ તેમજ ગર્લ્સ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન કે. પરમાર અને એમના સ્ટાફે ભારે મહેનત કરી હતી. ઉપરાંત ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 વિભાગના પ્રિન્સીપાલશ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ રાણા અને શ્રી હિરેનભાઈ શાહ તથા તેમના સ્ટાફમિત્રોનો પણ સરસ સહયોગ સાંપડ્યો હતો.અલગ અલગ સમિતિઓની રચના અને આયોજન, સૌની મુલાકાત અને સહયોગથી આ કાર્યક્રમ સફળ બની રહ્યો હતો.
પ્રથમ સેશન બાદ ઈનામો મેળવનાર સૌ વિધ્યાર્થીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવાં મળ્યો હતો.ઉપસ્થિત સૌએ જામફળના જ્યુસની મજા માણી હતી.
દ્વિતીય સેશન બાદ સૌ વિધ્યારથીઓ પરિણામ લાવવા કટીબદ્ધ બનીને સૌ શિક્ષકોના આશીર્વાદ લેવાં ટોળે વળ્યા હતાં. છેલ્લે સૌ પ્રીત ભોજન લઈ ગાયત્રી વાડીમાંથી છુટાં પડ્યાં હતાં.
આમ આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉલ્લાસ, ગૌરવ, અભિનંદન અને શુભેચ્છાઓ સાથે બધાએ માણ્યો હતો
જય જ્યુબિલી.
સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર
સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર
Congratulations
ReplyDelete