બોર્ડ પરીક્ષાનું આયોજન...
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ્ હાઈસ્કૂલ) ખાતે દર વર્ષની જેમ પરંપરાગત રીતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધ્વારા લેવામાં આવતી ધોરણ 10 (એસ.એસ.સી.) અને ધોરણ 12 (એચ.એસ.સી.)ની પરીક્ષા નું 5મી માર્ચથી 18મી માર્ચ સુધી કુલ નવ વિષયોની પરીક્ષાનું આયોજન થયું હતું. સંસ્થાની પ્રણાલિકા અને પ્રતિષ્ઠા મુજબ સમગ્ર પરીક્ષા એકદમ શાંત અને નિર્ભયી વાતાવરણમાં લેવામાં આવી હતી. આજુબાજુની દસેક શાળાના લગભગ 600થી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ઉપસ્થિત રહીને એકદમ શિસ્તબદ્ધ રીતે, પૂરાં આત્મવિશ્વાસથી પરીક્ષા આપી હતી. પરીક્ષાના સફળ અને સુચારુ આયોજનમાં શાળાના શિક્ષકમિત્રો ઉપરાંત ઉમરેઠની અન્ય શાળાના સુપરવાઇઝર મિત્રોનો સરસ સહકાર પ્રાપ્ત થયો હતો. પોલીસ વિભાગની કામગીરી પણ પ્રશંસનીય રહી હતી. સમગ્ર પરીક્ષા દરમિયાન બે વાર વીન્જીલન્સ સ્કવોડે ઉપસ્થિત રહી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા કે ગેરરીતિ ના થાય એની ખાત્રી કરીને આ સંસ્થામાં લેવાતી પરીક્ષાની ભરપૂર પ્રશંસા કરી હતી.
ઉલ્લેખનીય છે કે સમગ્ર પરીક્ષા દરમિયાન એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ન હતો.શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌનો આભાર માન્યો હતો.
ઉલ્લેખનીય છે કે સમગ્ર પરીક્ષા દરમિયાન એક પણ ગેરરીતિનો કેસ નોંધાયો ન હતો.શાળાના આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમારે સૌનો આભાર માન્યો હતો.
Comments
Post a Comment