કોરોના અંતર્ગત લૉક ડાઉન અંગે સંદેશો

      શિક્ષકો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને વાલી જોગ સંદેશો

ધી જયુબિલી ઇન્સ્ટિટયુશન ટ્રસ્ટ ઉમરેઠ સંચાલિત તમામ સંસ્થાઓના બાલ મંદિરથી માંડીને ધોરણ બાર સાયન્સ સુધીના શિક્ષકો, અન્ય કર્મચારીઓ, વિદ્યાર્થી  અને વાલીઓને  મારા નમસ્કાર.
હું જયંતી પરમાર, ધી જયુબિલી ઇન્સ્ટિટયુશનના આચાર્ય તરીકેનું કાર્યભાર સંભાળું છું. આજે હું તમને આપણાં ટ્રસ્ટ વતી અને તમામ સંસ્થાઓ વતી એક અગત્યનો સંદેશો આપવા માગું છું .
તારીખ ૨૧ મી માર્ચ પછી અચાનક આપણાં દેશ અને દુનિયાની હાલત બદલાઈ ગઈ છે. સમગ્ર વિશ્વમાં કોરોના નામના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. એનાં ભોગ આપણે સૌ બનેલાં છીએ. ગુજરાત સરકારશ્રી અને શિક્ષણ ખાતાના આદેશો અનુસાર અમારે પણ શાળામાં અચાનક રજાઓ આપી દેવી પડેલ છે. ભારત અને ગુજરાતમાં પણ આ રોગ ફેલાતો અટકે એ માટે અગમચેતીના ભાગ રૂપે સરકારે લોક ડાઉનની સ્થિતિ જાહેર થયેલ છે. સરકારશ્રીના આદેશોનું પાલન કરવું આપણી ફરજ બને છે. શરૂઆતના દિવસોમાં સરકારે ૩૧મી માર્ચ સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો હતો. જેને પગલે આપણી તમામ શાળાઓ ૩૧મી માર્ચ સુધી બંધ જ છે. આજે આ મુદત પૂરી થાય છે.
ઘણા વાલીઓ અને વિધાર્થીઓ ફોન કરીને કે મેસેજ ધ્વારા સ્કૂલ ક્યારે ચાલુ થવાની એમ અમને પૂછતાં હોય છે. એમની ભણવા વિષેની જાગૃતતા અને જિજ્ઞાસા સ્વાભાવિક અને વખણાવા યોગ્ય છે. આ પરિસ્થિતિથી વિધાર્થીઓના શિક્ષણ વિષે અમે પણ ખૂબ જ ચિંતામાં છીએ. ટ્રસ્ટના પદાધિકારીઓ પણ આ બાબતે અમારા સંપર્કમાં રહીને આ પરિસ્થિતિમાં વિધ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે એ બાબતે ચિંતિત છે. પરંતુ કુદરત આગળ આપણે સૌ લાચાર છીએ. આ પરિસ્થિતિમાં સાવધાની અને સાવચેતી જ આપનો જીવ બચાવી શકે એમ છે.
આવા સંજોગોમાં તમામ સંસ્થાઓના ઉપરી પ્રતિનિધિ તરીકે આ મેસેજથી હું જાહેર કરું છું કે હજી આપણી તમામ સંસ્થાઓ, બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓ ૧૪મી એપ્રિલ સુધી બંધ જ રહેશે. આ અંગે હજી સુધી ગુજરાત સરકાર તરફથી અમને અલગ આદેશો મળ્યાં નથી, પરંતુ ભારત સરકાર તરફથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા ૧૪મી એપ્રિલ સુધી સંપૂર્ણ લોક ડાઉન રાખવાનો આદેશ હોવાથી આપણી તમામ સંસ્થાઓ ૧૪મી એપ્રિલ સુધી સંપૂર્ણ રીતે બંધ જ રહેશે.
સરકારે જાહેર કર્યું છે તે મુજબ ધોરણ 1 થી 9 અને ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષાઓ લેવાની નથી. માટે આ વિધ્યાર્થીઓએ પરીક્ષાની ચિંતાં છોડીને, બને તો આગલા ધોરણના પુસ્તકો મેળવીને અભ્યાસ ચાલુ કરી દેવો. જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 ના વિધ્યાર્થીઓની બોર્ડ પરીક્ષાઓની ઉત્તરવહીઓ તપાસવાનું કામ હાલ પૂરતું બોર્ડે સ્થગિત કરેલ છે. તેથી એમનું પરિણામ એમને ક્યારે મળશે એ હાલમાં કહી શકાય એમ નથી. જે અંગે આપણે ભાવિ આદેશો અને  સૂચનાઓની રાહ જોવી પડશે. 14મી એપ્રિલ પછી સ્કૂલ ક્યારે ખુલશે એ અંગે પણ આપણે ઘરે રહીને નવાં આદેશો અને સૂચનાઓની રાહ જોવી પડશે. અમને નવાં આદેશો અને સૂચનાઓની જાણ થતાં, એની જાહેરાત કરીને આપ સૌને જાણ કરવામાં આવશે. આપ પણ સમાચારો વાંચતાં અને જોતાં રહેશો. આધારભૂત સમાચારો અને આદેશોને સાચા માનશો. સૌ વાલીઓને નમ્ર વિનંતી કે પોતાનાં સંતાનોને આ પરિસ્થિતિમાં સાચવે અને જેટલાં મળી શકે એટલાં ઓનલાઇન સ્ટડી માધ્યમોથી અભ્યાસ કરાવશો.
આપણે સૌ આ કપરી પરિસ્થિતિમાંથી સલામત રીતે જલ્દીથી બહાર આવી જઈએ એવી આશા સાથે વિરમું છું. આપનો આભાર. Take care. Be safe. જય જયુબિલી .

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...