12 સાયન્સ ( માર્ચ-2020 ) નું ઝળહળતું પરિણામ......

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 સાયન્સ ( એચ.એસ.સી. સાયન્સ વિભાગ )નું ઓનલાઇન પરિણામ આજરોજ તારીખ 17.5.2020 ના રોજ સવારે 8.00 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આપણી શાળા ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનુ ઝળહળતું પરિણામ જોવા મળ્યું હતું. શાળામાંથી કુલ 16 વિધ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતાં. જેમાંથી 12 વિધાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 75 % જાહેર થયું હતું. 
     પરિણામની જાણ થતાં જ ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઇ દવે અને સેક્રેટરીશ્રી રશ્મિકાંત શાહે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો વતી શાળાના સુંદર પરિણામ બદલ આચાર્ય સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. તેમણે ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. 
     બાદમાં આચાર્યશ્રી સહિત ઉપસ્થિત સૌ સ્ટાફ મિત્રોએ પણ આ પરિણામને વધાવી લીધું હતું. ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને આચાર્યશ્રી જે.આઈ.પરમાર, ભુતપૂર્વ ઇન ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ, શાળાના ઓફિસ સુપ્રીટેંડેંટ શ્રી મગનભાઇ પટેલીયા, કમ્પ્યુટર શિક્ષકશ્રી હાર્દિકભાઈ કાછિયાએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. 
     ઉપસ્થિત 16 પૈકીનાં 4 વિધાર્થીઓ Needs Imrovement કેટેગરીમાં મૂકાતા શાળાનો સ્ટાફ અને વિધાર્થીઓમાં દુખની લાગણી પણ જોવા મળી હતી. આ ચારેય વિધાર્થીઓને શાળા પરિવાર વતી આશ્વાસન અને હુંફ પૂરાં પાડવામાં આવ્યા હતાં.

શાળાના પરિણામનું પૃથકરણ નીચે મુજબ છે.

બોર્ડનું પરિણામ : 71.34 %

ડાકોર કેન્દ્રનું પરિણામ : 60.61 %

શાળાનું પરિણામ : 75.00 % (12 આઉટ ઓફ 16 ) 

વિષયવાર પરિણામ :

ભૌતિક વિજ્ઞાન : 81.25%

જીવ વિજ્ઞાન : 72.72 %

રસાયણ વિજ્ઞાન : 100 % 

મેથ્સ : 80 %

ઇંગ્લિશ : 93.75 %

કમ્પ્યુટર : 100 %

સંસ્કૃત : 100 %


પ્રથમ ત્રણ વિધ્યાર્થીઓ ના નામ અને ટકા 

1. મલેક ફૈજાનઅહમદ અલ્તાફમિયા            બી 120546     79.34 %

2. પઠાણ અકરાજખાન સરફરાજખન         બી 120614     76.84 %

3. ભોઈ ધર્મેશકુમાર ભગવતભાઈ                 બી 120629     75.56 %




પરિણામનું પૃથ્થકરણ...



Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...