શ્રી ભાઈજીભાઈ જી.વાઘેલાની સેવા નિવૃતિ...

     ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ, ઉમરેઠમાં છેલ્લાં 30 વર્ષથી સિનીયર ક્લાર્ક તરીકે સેવા આપતાં શ્રી ભાઈજીભાઈ જી. વાઘેલા સરકારી નિયમ મુજબ તારીખ 31.5.20 ના રોજ વય નિવૃત થાય છે. એમણે કરેલી સેવાની કદર રૂપે આજ રોજ તારીખ 30.5.20 ને શનિવારે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠની ટ્રસ્ટ વતી શાળાના આચાર્યશ્રી જે. આઈ. પરમાર , શાળાના ઑફિસ સુપ્રિટેન્ડન્ટશ્રી મગનભાઈ પટેલિયા,  કોમ્પ્યુટર શિક્ષકશ્રી હાર્દિકભાઈ કાછીયા, સેવક ભાઈઓ શ્રી હીરાભાઈ ચૌહાણ  અને શ્રી કિરીટભાઈ ગોહિલે અનૌપચારિક રીતે 30 વર્ષની નોકરી સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. અને તેમનું નિવૃત જીવન સુખમય બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
     શ્રી ભાઈજીભાઈ તારીખ 16.10.1990માં આ સંસ્થામાં  સેવક તરીકે જોડાયા હતાં. બાદમાં તારીખ 4.2.2003ના રોજ જુનિયર ક્લાર્ક તરીકે પ્રમોશન મેળવીને આજ સુધી તેમની સેવાઓ ચાલુ રાખી હતી.તેઓ સ્વભાવે ખૂબ જ નિખાલસ, પ્રામાણિક, મિલનસાર અને કામગરા માણસ હતાં.
     એમના પ્રત્યુતરમાં શ્રી ભાઈજીભાઈએ ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ટ્રસ્ટ અને ટ્રસ્ટના આજ સુધીના તમામ હોદ્દેદારો અને સભ્યો, આચાર્યશ્રીઓ અને સૌ સ્ટાફ મિત્રો, અને સૌ શુભેચ્છકોનો આભાર વ્યકત કર્યો હતો. 

   











સંકલન અને રજૂઆત :
આચાર્યશ્રી જે. આઈ.પરમાર




Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...