ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સંતોષકારક પરિણામ...

     ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ ( એચ.એસ.સી., આર્ટ્સ એન્ડ કોમર્સ )નું ઓનલાઇન પરિણામ આજરોજ તારીખ 15.6.2020 ના રોજ સવારે 8.00 વાગે જાહેર કરવામાં આવ્યું હતું. તેમાં આપણી શાળા, ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનું સંતોષકારક પરિણામ જોવા મળ્યું હતું. શાળામાંથી કુલ 74 વિધ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતાં. જેમાંથી 40 વિધાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 54.05 % જાહેર થયું હતું. 
     પરિણામની જાણ થતાં જ ધી જયુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઇ દવે અને સેક્રેટરીશ્રી રશ્મિકાંત શાહે ટ્રસ્ટના તમામ હોદ્દેદારો વતી શાળાના સંતોષકારક પરિણામ બદલ આચાર્ય સહિત સમગ્ર સ્ટાફને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. તેમણે ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને પણ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. 
     બાદમાં આચાર્યશ્રી સહિત ઉપસ્થિત સૌ સ્ટાફ મિત્રોએ પણ આ પરિણામને સ્વીકારી લીધું હતું. ઉતીર્ણ સૌ વિધ્યાર્થીઓને આચાર્યશ્રી જે.આઈ.પરમાર, ભુતપૂર્વ ઇન ચાર્જ આચાર્યશ્રી આર.એમ.પટેલ, શાળાના સુપરવાઇઝર શ્રી કિરણભાઈ પટેલિયા, ધોરણ 12 ના વર્ગ શિક્ષક મિત્રો શ્રી ડી.એસ.રોહિત અને શ્રી આર.એ.પટેલ તથા શાળાના ઓફિસ સુપ્રીટેંડેંટ શ્રી મગનભાઇ પટેલીયા અને હાજર સૌ શિક્ષકમિત્રોએ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા હતા. 
     ઉપસ્થિત 74 પૈકીનાં 34 વિધાર્થીઓ Needs Imrovement કેટેગરીમાં મૂકાતા શાળાનો સ્ટાફ અને વિધાર્થીઓમાં દુખની લાગણી પણ જોવા મળી હતી. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી આશ્વાસન અને હુંફ પૂરાં પાડવામાં આવ્યા હતાં.

શાળાના પરિણામનું પૃથકરણ નીચે મુજબ છે.

બોર્ડનું પરિણામ : 76.29 %

ઉમરેઠ કેન્દ્રનું પરિણામ : 61.70 %

શાળાનું પરિણામ : 54.05 % (40 આઉટ ઓફ 74 ) 

વિષયવાર પરિણામ :

ગુજરાતી :  %

હિન્દી :  % 

અંગ્રેજી  :  %

સંસ્કૃત  :  %

સમાજ શાસ્ત્ર  : %

અર્થશાસ્ત્ર :  %

ભૂગોળ : %

વાણિજ્ય વ્યવસ્થા  : %


પ્રથમ ત્રણ વિધ્યાર્થીઓના નામ અને ટકા 

               1. રાઠોડ સુશિલકુમાર સંજયભાઈ    82.26 %



2. ભોઈ દેવ્યાંગકુમાર રમેશભાઈ      73.86 %



                3. સોલંકી જૈમિનકુમાર શાંતિલાલ    72.26 %








સંકલન અને રજૂઆત  :
આચાર્યશ્રી જે આઈ પરમાર




Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...