સલામતીપૂર્વક ચાલતી આપણી શાળા...


         ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠમાં  અનલૉક બાદ તારીખ 17મી મેથી સરકારના આદેશો અનુસાર આ કોરોના કાળ દરમ્યાન રાખવાની સાવચેતી અનુસાર તબક્કા વાર વિવિધ કામગીરીનું  સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરીને શાળાની વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યવાહીનો ધીમી પણ મક્કમ ગતિએ સલામતીપૂર્વક પ્રારંભ કરી દીધો હતો.જેનો આજસુધીનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે.

* શાળાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પૂર્ણ કરવામાં આવી હતી.

* શાળાના ધોરણ 10 ના  ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને  પૂર્ણ કરવામાં આવી હતી.

* શાળાના ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પૂર્ણ કરવામાં આવી હતી.

* તારીખ 17.5.20 થી તારીખ 7.6.20 દરમ્યાન ધોરણ 9 અને 11 ના વર્ગ શિક્ષક મિત્રો ને તબક્કાવાર બોલાવીને નવાં સરકારી વર્ગ બઢતીના નિયમો અનુસાર વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરાવવામાં આવ્યાં હતાં.

* તારીખ 8.6.20 થી તારીખ  13.6.20 દરમ્યાન દરરોજ એક વર્ગના વિદ્યાર્થીઓને તબક્કાવાર અલગ અલગ જુથમાં બોલાવીને અથવા ઘરે જઈને ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને એમના પરિણામો અને એની સાથે જ એમનાં પાઠ્યપુસ્તકોનું વિતરણ પણ કરી દેવામાં આવ્યું હતું.

* તારીખ 15.6.20 થી તારીખ 20.6.20 દરમ્યાન શિક્ષક મિત્રોની ટીમ બનાવી તેઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે માહિતી, સમજ, નમૂના વગેરે થકી તૈયાર અને પ્રોત્સાહિત કર્યા હતાં. તથા ધોરણ 10 અને ધોરણ 12 ના વોટ્સેપ ગૃપ બનાવડાવી પ્રારંભિક શિક્ષણ કાર્ય ચાલુ કરવામાં આવ્યું હતું.

* તારીખ 8.6.20 થી તબક્કાવાર ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને, આવકારીને પ્રવેશ પ્રક્રિયાનો આરંભ કરાવડાવ્યો હતો.























Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...