ઓછા પરિણામ બાબતે ચિંતન...
1.
*"એસ. એસ. સી. બોર્ડનું પરિણામ નીચું આવવાના કારણો : -"* *(મારા મતે)*
૧. પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી. પ્રવાસી શિક્ષકોથી ચલાવી લેવું પડે છે. તે પણ પૂરતી લાયકાતવાળા મળતાં નથી! (નિયમિત શિક્ષકોની ભરતી ઘણાં વર્ષોથી થઈ નથી.)
૨. ગામડાના વિધાર્થીને ખેતીનું કામ કરવું પડે છે. માબાપ શનિવાર અને રવિવારે ખેતી કામમાં જોતરે છે. છોકરીઓને ઘરકામમાં જોતરે છે.
૩. ધણા વાલીઓ એવા છે કે, વિધાર્થીને બિનજરૂરી ધેર રાખે છે.
૪. શિક્ષકો/આચાર્ય જ્યારે વાલી સંપર્ક કરે ત્યારે કોઈ વાલી ઘરે મળતાં નથી.
૫. વાલી મિટિંગમાં વાલીઓ આવતાં નથી.
૬. વધારાના તાસ ગોઠવીએ છતાંય વાલીઓ મોકલતા નથી. કેમકે, વહેલા કે મોડા મોકલતા વિધાર્થીનું ભોજન સવારે મોડું બનાવે.
૭. ઝીરો પીરિયડમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં કાચા- નબળા છે તે આવતાં જ નથી.
૮. વિધાર્થી મોટાભાગે ધોરણ – ૯ માં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાનમાં પાયાનું શીખવવું પડે છે.
૯. પ્રાથમિક શાળાના ધોરણ – ૧ થી ૮ માં થી હજુ કાચા બાળકો આવે છે. (પાયો નબળો.)
૧૦. મારા માટે એસ. એસ. સી. બોર્ડ પહેલાં ધોરણ- ૫ અને ૮ માં પણ બોર્ડ પરીક્ષા હોવી જોઈએ.
૧૧. વાલીઓમાં જાગૃતિનો અભાવ.
૧૨. વાલીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે જરૂરી સંદર્ભ પુસ્તકો બાળકોને અપાવી શકતાં નથી.
૧૩. ગણિત અને વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસક્રમ લેંધી છે. અને વધારે પડતો પણ છે. (મારા મતે તો ઘણો જ લાંબો અને ક્યાંક ક્યાંક બિનજરૂરી પણ!)
૧૪. NCERT બેઝડ અભ્યાસક્રમ આપણા વિદ્યાર્થીઓ માટે અઘરો પડે. આપણા વિદ્યાર્થીઓની સમજશક્તિ કરતાં વધુ હાર્ડ છે. ભણાવવાની મેથડમાં સુધારો જરૂરી.
૧૫. ગણિત, વિજ્ઞાન જેવા વિષયમાં NCERT અભ્યાસક્રમ દાખલ કરવાની ઉતાવળમાં બરાબર ગુજરાતી ટ્રાન્સલેટ પણ કર્યું નથી. ઘણી જગ્યાએ વાક્યરચના બંધ બેસતી નથી. (સીધું ગૂગલ ટ્રાન્સલેટ જેવું છે!)
૧૬. વિદ્યાર્થીઓના ઘર-કુટુંબમાં ભણતરનું વાતાવરણ મળતું નથી.
૧૭. વિદ્યાર્થીઓને ભણતરની ગંભીરતા સમજાતી નથી. તેઓ બધું રમતમાં લઈ લે છે.
૧૮. ઘણા વિદ્યાર્થીઓ મા-પિતાની વાતને ગણકારતાં નથી.
૧૯. કયારેક પેપર સેટર દ્વારા ઘણું હાર્ડ પેપર કાઢવામાં આવે છે. જાણે કે, વિદ્યાર્થીઓ પરીક્ષાર્થી નહીં તેમના દુશ્મન હોય! (માર્ચ- ૨૦૨૦ ધોરણ-૧૦ ગણિતમાં પરીક્ષા વખતે અઘરાં પેપર બાબતે ઘણો હોબાળો થયો હતો!)
૨૦. આપણે ત્યાં શિક્ષણ પદ્ધતિ લાંબાગાળા માટે નથી. આપણે ત્યાં છાશવારે અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ બદલાયા કરે છે. (છેલ્લા દસ વર્ષમાં બોર્ડે ઘણા સુધારા કર્યાં.સેમેસ્ટર લાવ્યા; કાઢી નાખ્યું! OMR લાવ્યાં; દૂર કર્યું, સર્વગ્રાહી મૂલ્યાંકન લાવ્યાં; દૂર કર્યું!,પાઠ્યપુસ્તકો બદલ્યા વગેરે... )
૨૧.વાલીઓની લાપરવાહી અને વિદ્યાર્થીઓ દ્વારા મોબાઇલ નો બિનજરુરી સતત ઉપયોગ...
2.
પત્રકાર : ધોરણ 10માં આટલુ ઓછું પરિણામ કેમ આવ્યું?
અધિકારી : નવી પરીક્ષા પદ્ધતિ આવી અને એનસીઆરટી દાખલ કરવામાં આવ્યું એટલા માટે.
પત્રકાર : શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી અને શિક્ષકોની ઘટના કારણે રીઝલ્ટ ઓછું નથી??
અધિકારી : એમાં એવું છે કે મોટાભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા માગે છે તેથી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી
પત્રકાર : સર એક વાતનો તો જવાબ આપશો જો તમે કોઈ મોબાઈલ વાપરતા હોય અને તેનું નેટવર્ક બરાબર ના આવે તો તમે શું કરશો?
અધિકારી : હું તે કંપનીને નેટવર્ક બાબતે કમ્પ્લેન કરીશ
પત્રકાર : અને જો કમ્પ્લેન કર્યા પછી પણ નેટવર્ક માં સુધારો ના આવે તો?
અધિકારી : તો પછી હું એ કંપની બદલી ને જે કંપનીનું સારું નેટવર્ક આવતું હશે એ કંપનીનું સીમ લઈશ.
પત્રકાર : સાહેબ તમે જો તમે મોબાઈલનું સીમ બદલતા હોય તો શું વાલીઓ તેમના બાળકોની શાળાના બદલે??
સારું નેટવર્ક હશે તો આપોઆપ લોકોએ કંપનીનું સીમ વાપરશે એ જ રીતે સારી શાળા સારી હશે તો આપોઆપ વાલીઓ પોતાના બાળકોને ત્યાં પણ ભણાવશે ....
જો તમે નેટવર્ક સારું ન હોવાના કારણે કંપની બદલી નાખો તો શાળા સારી ન હોવાના કારણે વાલીઓ શા માટે ના બદલે????
3.
રાજ્ય મા ગ્રામ્ય વિસ્તાર ની ઘણી બધી સ્કૂલો ના પરિણામ 30% થી ઓછા આવ્યા છે , ..ગ્રામ્ય વિસ્તાર ના મોટા ભાગ ના વિદ્યાર્થીઓ ગણિત મા નાપાસ થયા છે .. ગણિત નું ખૂબ જ અઘરા પેપર ને કારણ ગ્રામ્ય વિસ્તાર ની સ્કૂલો ના પરિણામ ઓછા આવ્યા .પરિણામ આધારિત ગ્રાન્ટ નીતિ ની સમીક્ષા કરવાની માંગ સંઘે કરવી જોઈએ ...તેવી દરેક સ્કૂલો ના આચાર્યો ઇચ્છા રહ્યા છે ..વિદ્યાર્થીઓ ની સંખ્યા પર ગ્રાન્ટ ની માંગણી સંઘ કરે .....
4.
ગુજરાત ધોરણ દસ બોર્ડ પરિણામ: ભાગ બે
.
હે ભગવાન....ગુજરાતના શિક્ષણને બચાવવા
અવતાર ધારણ કરો...પ્રભુ...!!!
.
સેન્ટર ફોર કલ્ચર એન્ડ ડેવલપમેન્ટ – વડોદરાના રિસર્ચ કન્સલ્ટન્ટ ડૉ. જયેશ શાહ દ્વારા છેલ્લા દસ વર્ષના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેમાં ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. વર્ષ ૨૦૧૧થી ૨૦૨૦ના દસ વર્ષમાં કુલ ૧.૦૪ કરોડ વિદ્યાર્થીઓએ ધોરણ દસના બોર્ડની પરીક્ષા આપી હતી તેમાંથી દસ વર્ષની સરેરાશ ૫૭.૯% લેખે ૫૯.૨૧ લાખ વિદ્યાર્થીઓ પાસ થયા જેની સામે ૪૩.૧૦ લાખ વિદ્યાર્થીઓ નાપાસ થયા. આ પોસ્ટમાં સાથે એક ટેબલ સામેલ કરેલ છે જે દસ વર્ષમાં ધોરણ દસમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ, પરીક્ષામાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ તથા પાસ અને નાપાસ થનાર વિદ્યાર્થીઓની વિગત દર્શાવે છે.
.
વર્ષ ૨૦૧૪ પછી ક્યારેય પરિણામ ૬૦%ની ઉપર આવ્યું નથી. વર્ષ ૨૦૧૧માં ૭૧.૦૬% પરિણામ આવ્યું હતું ત્યારે પછી પરિણામ સતત ઘટતું રહ્યું છે. આ વર્ષે સૌથી ઓછું પરિણામ એટલે કે માત્ર ૪૮.૩૩% જ આવ્યું છે. ૬૦.૬૪% પરિણામ છે એમ કહીને વાલીઓને ગુમરાહ કરાઇ રહ્યા છે. કારણ કે બોર્ડ હવે ટકાવારી માત્ર નિયમિત વિદ્યાર્થીઓની જ પ્રસ્તુત કરે છે.
.
મારી ચિંતા છેલ્લા દસ વર્ષમાં ૪૩.૧૦ લાખ વિદ્યાર્થીઓ ધોરણ દસમાં નાપાસ થયા છે તે અંગે છે. આ અંગે ગુજરાત સરકાર ક્યારેય વિચારણા કરે છે ખરી? શું ગુજરાત વિધાનસભામાં ક્યારેય આવા ગંભીર પ્રશ્ન અંગે સઘન ચર્ચાઓ થઈ છે ખરી?
.
ગુજરાત સરકારે હવે ક્રાંતિકારી ફેરફારો લાવીને ગુજરાતના શિક્ષણને ઉચ્ચ ગુણવત્તાવાળું બનાવવું જ પડશે. હવે માથાની ઉપર પાણી આવી ગયું છે. શિક્ષણનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. શું સરકાર નીચેના સર્વગ્રાહી ક્રાંતિકારી પગલાં લઈને સમગ્ર દેશને માર્ગ ચીંધશે???
.
(૦૧) “નો ડિટેન્શન” નીતિની પુનર્સમીક્ષા
.
“નો ડિટેન્શન” નીતિનાં ઘણાં નકારાત્મક પાસાં છે જેના ઉપર ધ્યાન આપીને આ નીતિને દૂર કરવાનો સમય હવે પાકી ગયો છે. હું ભલામણ કરું છું કે તાત્કાલિક અસરથી “નો ડિટેન્શન” નીતિને રદ કરવામાં આવે અને તેની પુનર્સમીક્ષા કરવામાં આવે.
.
(૦૨) લોકબોલીમાં ધોરણ એકથી ત્રણનો અભ્યાસક્રમ
.
“નો ડિટેન્શન” નીતિને રદ કરતાં પહેલાં ધોરણ એકથી ત્રણના પાઠ્યપુસ્તક ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા લોકબોલીમાં તૈયાર કરાવવામાં આવે. ગુજરાતમાં મુખ્યત્વે ૨૫ લોકબોલી બોલાય છે. પૂર્વ-પ્રાથમિક અને પ્રાથમિક કક્ષાએ શિક્ષણ લોકબોલીમાં આપવામાં આવશે તો ડ્રોપ આઉટ દર તો ખુબ જ ઓછો થશે અને સાથે સાથે વિદ્યાર્થીનો અભ્યાસમાં રસ જળવાઈ રહેશે. ધોરણ એકથી ત્રણમાં લોકબોલી આધારિત મુખ્યત્વે ત્રણ વિષયો (૦૧) વિજ્ઞાન(૦૨) ગણિત અને (૦૩) પર્યાવરણનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરીને જે તે વિસ્તારની જે લોકબોલી હોય તે વિસ્તારમાં તે પાઠ્યપુસ્તકો પૂરા પાડીને પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરાવવામાં આવે. આ ત્રણે વિષયોનાં પુસ્તકો જે તે વિસ્તારની લોકબોલી અને જે તે વિસ્તારની પ્રચલિત પદ્ધતિ અનુસાર જ હોવાં જોઈએ.
.
(૦૩) ધોરણ આઠ પછી બોર્ડની પરીક્ષા લેવામાં આવે
.
“નો ડિટેન્શન” નીતિને રદ કર્યા પછી અમે ધોરણ આઠ પછી બોર્ડ દ્વારા પરીક્ષા લેવાની ભલામણ કરીએ છીએ. હાલમાં ધોરણ અગિયારથી વિષયો પસંદ કરવાની છૂટ મળે છે તે સુસંગત નથી. તેથી ધોરણ આઠની બોર્ડની પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને ધોરણ નવથી વિષયો પસંદ કરવાની છૂટ મળે. જો ધોરણ નવથી વિષયો પસંદ કરવાની છૂટ મળે તો જેની ક્ષમતાગણિત કે વિજ્ઞાન વિષયમાં સહેજે નથી તેવા વિદ્યાર્થીઓ પોતાની પસંદગીના વિષયોનો અભ્યાસ કરશે તો તેઓ તેમાં પોતાની આગળની કારકિર્દીમાં સફળ થઇ શકે છે. ધોરણ આઠની બોર્ડની પરીક્ષા પાસ ન કરી શકે તેઓ અથવા તો જેઓને ધોરણ આઠ પછી આગળનો અભ્યાસ કરવામાં રસ ન હોય તેવા વિદ્યાર્થીઓ ધોરણ આઠ પછી તાલુકા કક્ષાએ સૂચિત વોકેશનલ શાળાઓમાંતાલીમ લઈને પોતાની કારકિર્દી બનાવી શકે. ધોરણ નવ અને દસમાં ટેકનિકલ શિક્ષણ, વ્યવસાયી શિક્ષણ જેવી નવી શાખાઓ શરુ કરીને વિદ્યાર્થીને તૈયાર કરવામાં આવે કે જેથી ધોરણ દસ પછી જેને ટેકનિકલ ડિપ્લોમાના અભ્યાસક્રમમાં જવું હોય તો તે સહેલાઇથી જઈ શકે. આવા વિદ્યાર્થીઓ માટે ધોરણ નવ અને ધોરણ દસનો અભ્યાસક્રમ તે માટે પાયાનો અભ્યાસક્રમ બની રહે.
.
(૦૪) ધોરણ દસની બોર્ડની પરીક્ષા રદ કરીને “કોમન એડમીશન ટેસ્ટ”
.
ધોરણ દસ પછી વિવિધ વ્યવસાયલક્ષી પોલિટેકનીક ડિપ્લોમા, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ ઇન્સ્ટીટયુટ(આઈટીઆઈ) હેઠળ ચાલતા અભ્યાસક્રમો, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેઈનીંગ સેન્ટર્સ(આઈટીસી) દ્વારા ચાલતા અભ્યાસક્રમો તથા વોકેશનલ ટ્રેઈનીંગ પ્રોગ્રામ (વીટીપી)માં પ્રવેશ માટે “કોમન એડમીશન ટેસ્ટ” ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવે. જે વિદ્યાર્થીઓએ ધોરણ દસની શાળાએ લીધેલી પરીક્ષા પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓ આ“કોમન એડમીશન ટેસ્ટ” આપી શકે. આ“કોમન એડમીશન ટેસ્ટ”ના ગુણ અને ગ્રેડ અનુસાર હાલમાં ધોરણ બાર પછી એન્જીનીયરીંગના અભ્યાસક્રમો માટે જે માળખું અને વ્યવસ્થા છે તે જ પ્રકારનું માળખું અને વ્યવસ્થા ધોરણ દસ પછીના વિવિધ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો માટે ઉભી કરવામાં આવે.
.
(૦૫) વોકેશનલ શિક્ષણ અને વોકેશનલ સ્કૂલની સ્થાપના
.
વોકેશનલ શિક્ષણ અને વોકેશનલ સ્કુલ માટે જર્મનીમાં જે વ્યવસ્થા છે તે સ્થાનિક ફેરફારો સાથે ગુજરાત માટે “રોલ મોડેલ” સમાન બની શકે તેમ છે. ગુજરાતમાં હાલમાં જુદા જુદા ઉદ્યોગોમાં માનવશક્તિની માંગ અને પ્રાપ્ય પુરવઠા આધારિત ધોરણ દસ અને બાર પછી અભ્યાસ છોડી દઈને પોતાની કારકિર્દી બનાવનાર વિદ્યાર્થીઓ અસરકારક રીતે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે વોકેશનલ શિક્ષણ ખૂબ જ આશીર્વાદરૂપ નીવડી શકે છે. વોકેશનલ શિક્ષણ માટે રાજ્યના પ્રત્યેક તાલુકામાં એક વોકેશનલ સ્કૂલની સ્થાપના કરવી. આ વોકેશનલ સ્કૂલમાં ત્રણ દિવસ થીયરીનો અભ્યાસ કરાવવામાં આવે અને બાકીના ત્રણ દિવસ તે જ તાલુકામાં આવેલ ઔદ્યોગિક કે ટ્રેડ ગૃહમાં “અપ્રેન્ટિસ” તરીકે તાલીમ લેવામાં આવે. જે તે કુશળતા આધારિત વોકેશનલ સ્કુલમાં ત્રણ કે ચાર વર્ષના વોકેશનલ શિક્ષણની વ્યવસ્થા હોય. ધોરણ આઠ કે ધોરણ દસ પછી જે વિદ્યાર્થીઓને આગળનોઅભ્યાસ કરવામાં રસ ન હોય તેવાઓને તેમની પસંદગીની કુશળતામાં તાલીમ આપવા માટે આ પ્રકારની વોકેશનલ સ્કૂલમાં પ્રવેશ આપી શકાય.
.
અંતે
.
શું ગુજરાત સરકાર ગુજરાતના ઉદ્યોગો, વિદ્યાર્થીઓ અને રોજગારી – એમ ત્રણેને અસર કરે તેવા ક્રાંતિકારી પગલાં લઈને “ચેન્જ એજન્ટ” બનશે????
.
નોંધ: ભલામણોને વિસ્તૃત રીતે વાંચવી હોય તો અમારું પુસ્તક "ગુજરાતના શાળાકીય શિક્ષણનો એક્સરે" વાંચવા મારી ભલામણ છે.
Jayesh Shah ni fb post
5.
મિત્રો પાસ થયેલા વિધાર્થીઓ ને અભિનંદન જરૂર આપજો . પરંતુ જે નાપાસ થયેલ છે એવા વિધાર્થીઓ આપણી આજુબાજુ સગાસંબંધી ના હોય તેમને હિમત આપજો . ઘો-૧૦ એ જીંદગીની પરીક્ષા નથી. આપણા નાનકડા પ્રયાસથી કોઈની જીંદગી પણ બની શકે છે. હાલના તણાવ ના સમય માં બાળક માનસિક તણાવ ના અનુભવે એ આપણા સૌની અને સભ્ય સમાજની જવાબદારી છે.
6.
#શિક્ષક.....
આજનો સૌથી વધારે ગમતો મેસેજ
ઉદ્યોગપતિ: "શિક્ષકો તમારે બદલાવું જોઈએ.
આઉટડેટેડ પેટર્ન પર ચાલી રહ્યાં છો...
શિક્ષિકા: "તમે કોફી કંપનીના માલિક છો ને સાહેબ?
તમે કેવા 'બી'ખરીદો?"
ઉદ્યોગપતિ: "સુપર પ્રીમિયમ.. Of course. "
શિક્ષિકા:"અને ખરાબ ક્વોલિટીના આવી જાય તો?"
ઉદ્યોગપતિ: "પાછા આપી દેવાના. સારા જ ખરીદવાના હોય ને વળી".
શિક્ષિકા: "સાહેબ,અમારી પાસે બધા પ્રકારના 'બી'આવે..રંગ-સ્વાદ-ગુણ વગરનાં......
અમે ક્યારેય પાછા નથી મોકલતાં..
એ જ બી નું નવનિર્માણ કરીએ છીએ.
અમે શિક્ષક છીએ..
ઉદ્યોગપતિ નહીં...
PROUD TO BE A TEACHER..
📚📖🧮🖊🖋📝
7.
ગણિત વિજ્ઞાનના ખૂબ જ અઘરા વિષયો ના શિક્ષકોને BLO ની કામગીરી આપે તો ક્યાંથી RESULT આવે. છેલ્લા 3 વર્ષથી સંઘ ના મિત્રો ને વારંવાર રજુઆત છતાં ખભાત તાલુકા ના ઘણા ગણીત વિજ્ઞાન ના માધ્યમિક શિક્ષકોને આ જવાબદારી આપી છે.ચાલુ શાળા એ મતદાર કાપલી વેહચવા ને ડોક્યુમેન્ટ મેળવવા મોકલવા માં આવે છે. વેકેશન માં BLO ની કામગીરી ની રજા ભોગવીએ તો 10 ચેપ્ટર પણ ના ચાલે. અને ચાલે તો કેવા ચાલે તે કહેવાની જરૂર નથી. ગામડાં ની શાળા માં 1,2 ગણિત વિજ્ઞાન ના શિક્ષક હોઈ એમના તાસ બગાડી ને ચાલુ શાળા બગાડી ને ચૂંટનીશાળા ચલાવવા મોકલે તો મતદાન વધે સાહેબ પરિણામ ના વધે.
ફરી થી નમ્ર રજુઆત કરું છું. સંઘ ના મિત્રો ને ગણિત વિજ્ઞાન ના શિક્ષકો ને આવી કામગીરી માંથી મુક્તિ માટે કઈ કરો. પરિપત્ર હોવા છતાં કોઈ ગણકારતું નથી તો RESULT ના જ આવે.
8.
મંગળવારે ૯-૬-૨૦૨૦ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. સાત લાખથી વધારે વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી એક લાખ વિદ્યાર્થીઓ ગુજરાતીમાં અને ત્રણ લાખ વિદ્યાર્થીઓ ગણિતમાં નાપાસ થયા.
આંકડા વાંચીને કદાચ હવે શોક નહીં લાગ્યો હોય. કેમકે આપણે માતૃભાષાને હાંસિયામાં ધકેલી દીધી છે. એની કાળજી લેવી જરૂરી નથી લગતી આપણને... નાપાસ થવું એ કોઈ મોટી વાત નથી... પણ રોજ ઉપયોગમાં લેવાતી ભાષા જો આ રીતે ધોરણ દસમાં જ માંદી પડી જશે તો આગળ એનો ઈલાજ કોણ કરશે? એનો ઈલાજ કરવા માટે શાળામાં ગુજરાતીના ડોક્ટરો છે...? સાયન્સના વિદ્યાર્થીઓને ગુજરાતી દસ પછી ભણાવવામાં જ નથી આવતું.... એવું કેમ...? એવો પ્રશ્ન કદાચ હજી સુધી મને થયા કરે છે. અને અંગ્રેજી ભાષા દસમા પછી બે વર્ષ બધા જ કોર્ષમાં છે. અંગ્રેજી સામે વિરોધ નથી એટલે ગુજરાતી પ્રત્યે વહાલ ના હોય એવું કેવી રીતે બની શકે? ગુજરાતી ફક્ત ભણવાની ભાષા નથી અભિવ્યક્તિની ભાષા છે... આપણા લોહીની ભાષા છે... વારસામાં મળેલી એક એવી અમૂલ્ય ચીજ છે જે ધીમે ધીમે ક્યાંક ખોવાઈ જશે તો કોઈને શોધી પણ નહીં જડે. ભલે આપણી ભાષાને વર્ષો વર્ષ કંઈ થશે નહીં. કેમ કે આજેય પુસ્તકમેળામાં યુવાનો આવે છે અને ગુજરાતી સાહિત્ય ખરીદે છે. પણ જે લોકો આ ભાષાથી દૂર થઈ રહ્યા છે એમને આ ભાષા તરફ પાછા કોણ વાળશે? ગુજરાતીના શિક્ષકો જ છે જે કદાચ આ બાબતે મોટી કામગીરી કરી શકે એમ છે અને બીજા પરિવારના સભ્યો.
ભાષા વિચારોને એક મુક્તિ આપી શકે એવું હવેની પેઢીને સમજાવવું પડશે. ગાય વિષે જયારે નિબંધ પુછાય ત્યારે... ગાયને બે કાન છે, ગાયને બે સીંગડા છે, ગાયને ચાર પગ છે, ગાય આપણી માતા છે... એટલું જ લખી શકતા વિદ્યાર્થીઓને એવું શીખવવાનું ભૂલી જઇયે છીએ કે... ગૌહત્યા એક ગુનો છે. ગૌહત્યા પર કાનૂની પ્રતિબંધ છે અને પ્રતિબંધ માટે સજાની જોગવાઈ છે. આપણે આગળનું વિઝન આપવાનું એટલા માટે ભૂલી જઇયે છીએ કે ગાય વિષે આટલું લખીને આટલા રોકડા મળશે. આ એક ઉદાહરણ છે આવા કેટલાય વિષયો છે જેના પર લખવાનું કહીયે તો પેન અટકી જાય છે અને વિચારો શુન્ય થઈ જાય છે. ભાષા કદાચ બીજે ક્યાંય નહીં પણ આપણાં ગુજરાતી ઘરોમાં જ નાશ પામશે તો એનાથી વધારે ખરાબ બાબત કોઈ નહીં હોય શકે. અમુક ઘરોમાં છાપા સીધા પસ્તીના થપામાં પડે છે... અને બહુ બહુ તો માતા પિતા વાંચે છે પણ નાના બાળકો સુધી એ પહોંચતા જ નથી. અંગ્રેજી દરેકને પોતના સંતાનને શીખવવું છે... શીખવવું પણ જોઈએ... પણ એની પાછળ ક્યાંક ભાષા ઘરના ખૂણામાં પડી રહે એ તો ના જ ચલાવી લેવાય. તમે કોઈ જગ્યા એ એવું સાંભળ્યું કે કોઈના મમ્મી-પપ્પા એવું કહે કે મારે મારા સંતાનને ગુજરાતી બરાબર શીખવવું છે. એવો વિચાર નથી આવ્યો અને એના જ ચક્કરમાં અંગ્રેજી શીખો એક મહિનામાં ના ક્લાસીસની બહારે લાઈનો લાગે છે.
આપણાં ગુજરાતમાં એવાં કેટલાં ઘરો છે જ્યાં વાંચવાલાયક પુસ્તકો હોય...? એવી કેટલી શાળાઓ છે જેની લાઈબ્રેરી ગુજરાતી સાહિત્યથી છલકાતી હોય...? ઘરમાં પુસ્તક ન વસાવી શકાતું હોય તો એવી ગામની એકેય લાઈબ્રેરી છે જ્યાં તમારું ખાતું હોય...? અને ફક્ત ખાતું નહીં પણ ત્યાં પુસ્તકોની આપલેની એન્ટ્રીઓ પડતી હોય.... બર્થડે ગિફ્ટમાં તમારા બાળકના હાથમાં એક વાંચવાલાયક પુસ્તક મૂકી શકાય એવાં પુસ્તકોની યાદી માતા-પિતા તરીકે તમારી પાસે છે...? જવાબો વિચારજો... અને જો જવાબ હોય તો કદાચ ગુજરાતી ભાષા તમારા ઘરમાં કેટલાંય વિચારોના વૃક્ષો વાવશે. શાળાના શિક્ષકોની અને વડીલોની ફરજ છે કે ગુજરાતી ભાષાના ઉત્તમ નામો સાથે નવી પેઢીને ભેટો કરાવીએ. પણ આના માટે શું તમને એવાં નામો આવડે છે જેને ગુજરાતીને વહાલથી ઉછેરી છે.
ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, ધૂમકેતુ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ચંદ્રકાન્ત બક્ષી, ઉમાશંકર જોશી, ગિજુભાઈ બધેકા, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, મનુભાઈ પંચોળી, કુન્દનિકા કાપડિયા, વર્ષા અડાલજા, સુરેશ દલાલ, મોહમ્મદ માંકડ, વિનોદ ભટ્ટ, તારક મહેતા, ચુનીલાલ મડીયા, ધ્રુવ ભટ્ટ, બકુલ ત્રિપાઠી, જય વસાવડા (Jay Vasavada), કાજલ ઓઝા વૈદ્ય , ધીરુબહેન પટેલ, રઘુવીર ચૌધરી, હિમાંશી શેલત, પન્નાલાલ પટેલ, તુષાર શુક્લ (Tushar Shukla), અંકિત ત્રિવેદી (Ankit Trivedi) , રામ મોરી (Raam Mori), અભિષેક (Abhishek Agravat) અગ્રાવત, નિમિત્ત ઓઝા(DrNimit Oza).... અને આ યાદી ઘણી વિસ્તરે એમ છે (ઘણાં નામો અત્યારે રહી જાય છે...)... એક વાર આ બધા સાથે નવી પેઢીને મુલાકાત કરાવો... ગુજરાતી સાથે પ્રેમ થઈ જશે.
- શ્રેયસ ભગદે
9.
ગુજરાતી વિષયના નબળા પરિણામના કારણો
1, જેમનો મુખ્ય વિષય ગુજરાતી નથી એવા શિક્ષકો ગુજરાતી વિષય ભણાવે છે જેની સંખ્યા 40 ટકાથી વધુ છે, ક્યાંક જગ્યાઓ ખાલી છે
2 શાળની વિવિધ પ્રવૃત્તિઓમાં જ્યારે તાસ કાપવાના થાય ત્યારે મોટેભાગે ગુજરાતી વિષયના તાસ કપાય છે ક્યારેય ગણિત, વિજ્ઞાન અંગ્રેજીના તાસ કપાયા હોય એવા સંજોગ 10 ટકા જ હશે
3 આ સાથે એ બાબત પણ એટલીજ ગંભીર છે કે હાલ ગણિત,વિજ્ઞાન, અંગ્રેજી વિષયના શિક્ષકોને BLO કામગીરી સોંપવી નહિ આવો પરિપત્ર સરકારે કર્યો પરિણામે મોટાભાગના BLO ગુજરાતી વિષયના છે એટલે એક સાથે બે કામ કરે એટલે ગુજરાતીનો ભોગ લેવાય, મતદાર યાદી તો બનાવવી જ પડે,કદાચ ગુજરાતી નો તાસ ન લેવાય તો ચાલે
4 ઉપરાંત શાળાની અને સરકારની વિવિધ ઉજવણીની જવાબદારી પણ મોટે ભાગે ગુજરાતી વિષયના શિક્ષકો ભજવે છે જેથી ગણિત, વિજ્ઞાન બચે અને ગુજરાતી વિષયના અભ્યાસનો ભોગ લેવાય જાય છે
5 શાળાકીય અભ્યાસ પછી ક્યાંય ગુજરાતી વિષયની જરૂરિયાત રહેતી નથી જેને લીધે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં લક્ષ આપતા નથી સ્નાતક ગુજરાતી સિવાય આર્ટ્સ,કોમર્સ,સાયન્સમાં ગુજરાતીની જરૂરિયાત રહેતી નથી
6 વિવિધ પ્રવેશમાં ક્યાંય ગુજરાતી વિષયના ગુણ ગણતરીમાં લેવાતા નથી પરિણામે કોઈ મહત્વ રહેતું નથી
6 શાળાકીય અભ્યાસમાં ગુજરાતી વિષયમા સરળતાથી પાસ થઈ જવાય એટલે વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમા પ્રાથમિક શાળાથી જ ધ્યાન આપતા નથી જેથી વિષયનો પાયો કાચો રહી જાય છે જે આગળ જતાં નડે છે
7 પાઠ્યપુસ્તક વધુ રસપ્રદ હોય તો વિષય સરળતાથી આત્મસાત થાય જે પરિણામને પણ અસર કરે છે.
8 પ્રશ્નપત્રનું સ્વરૂપ અને પ્રાશ્નિકે તૈયાર કરેલ પેપર પણ પરિણામને અસર કરે છે માર્ચ 2020 સામાન્ય પ્રવાહના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમા ભાષાની 98 ભૂલ છે.
હજુ અન્ય આનુસંગિક ઘણા કારણો નબળા પરિણામ માટે જવાબદાર બને છે
હું સ્પષ્ટ માનું છું કે દરેક તાલુકા મથકે ભાષા નિરીક્ષકની કચેરી હોવી જોઈએ ત્યાં પ્રુફ થયા પછી જ કોઈ પણ બાબત છાપી શકાય પછી ભલે એ કરિયાણાની દુકાન કેમ ન હોય કે ઘર પરનું નામ હોય.
કોઈપણ પ્રવાહ કે અન્ય અભ્યાસમાં ગુજરાતી વિષય ફરજિયાત હોવો જોઈએ
દરેક કાગળો ગુજરાતીમાં હોવા જોઈએ કોઇપણ ઓફિસ કેમ ન હોય ?
દરેક સ્થાને ગુજરાતી ભાષાનું મહત્વ વધવું જોઈએ.
ડો.રમેશભાઈ પીઠિયા
12.

10.
11.

13.
14.
કંઈક તો ખામી રહી હશે ભણતરમાં.. નહિતર..
આર્યભટ્ટનાં દેશમાં બાળકો ગણિતમાં નાપાસ થાય નહીં..
અને કાલિદાસને ભૂલી જઈ, શેક્સપિયર ભજવાય નહીં..
સુશ્રુતનાંં દેશમાં સારવાર આટલી નબળી થાય નહીં.. ને..
પ્રતાપ-શિવાજી છોડીને અકબર-ઔરંગઝેબ પૂજાય નહીં..
'ગઝલ' કંઈક તો ખામી રહી હશે ભણતરમાં.. નહિતર..
દેશનો દીકરો માતૃભાષા બોલવામાં થોથવાય નહીં..
કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં.. નહિતર..
નાનાં નાનાં સ્વાર્થ પાછળ જીવનનાં સંબંધ જોખમાય નહીં..
*વસુધૈવ કુટુંબકમ્ ને બદલે, માબાપ વૃદ્ધાશ્રમ જાય નહીં*
દિવસ હોય કે રાત, ક્યારેય નિર્ભયા લૂંટાય નહીં.. ને..
સાત જન્મોનાં સંબંધ, એ લગ્નનો સોદો કદી થાય નહીં..
'ગઝલ' કંઈક તો ખામી રહી હશે ઘડતરમાં.. નહિતર..
જીવનનું મૂલ્ય શૂન્ય બનાવી, આત્મહત્યા યે થાય નહીં....
15.
Comments
Post a Comment