લૉક ડાઉનમાં ફી અંગે જી.આર. 16.7.20



*રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરોડો વાલીઓને રાહત આપી: સ્કૂલ ફરી ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ સ્કૂલ ફી નહિ માંગી શકે: હાઇકોર્ટે પણ ઠરાવને આધારે હુકમ કર્યો* 

*શૈક્ષણિક સંસ્થાઓ, મંડળો એ ચેરીટેબલ સંસ્થાઓ છે અને તેમની રચનાનો મુખ્ય હેતુ નફાખોરી કર્યા વિના સમાજને શિક્ષણ આપવા જેવો ઉમદા હોવો જોઈએ*

*જો કોઇ વાલીએ આ પ્રકારની ફી ભરી દીધી હોય તો શાળાઓ નિયમિત શરૂ થાય ત્યારે તે વખતે લેવાની થતી ફીમાં તે રકમ સરભર કરી આપવાની રહેશે : જે સેવાઓ શાળા આપતી નથી તે સેવાઓ માટે કોઇ ચાર્જીસ ફી લઇ શકાશે નહીં*

રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકારે આજે સ્વનિર્ભર શાળાઓ માટે સખ્ત ગાઈડલાઈન બહાર પાડી છે.  એ મુજબ સ્કૂલ પૂર્વવત ચાલુ ન થાય ત્યાં સુધી વાલીઓ પાસેથી કોઈ પ્રકારની ફી માંગી શકશે નહિ. રાજ્ય સરકારના ઠરાવમાં નીચે મુજબની બાબતો સામેલ છે.

1- કેન્દ્ર સરકારના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તા .૧૪.૦૭.૨૦૨૦ ના રોજ PRAGYATA , Guidelines for Digital Education જાહેર કરવામાં આવેલ છે જેમાં હાલના સમયગાળા માટે અનિવાર્ય બની ગયેલ Home Learning દ્વારા શૈક્ષણીક પ્રવૃત્તિઓ હાથ ધરવા બાબતે તમામ પાસાઓની વિષદ છણાવટ કરીને જરૂરી તમામ મુદાઓ આવરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે . Digital and online Education માટેની આ માર્ગદર્શિકા આદર્શ જણાતી હોઇ રાજ્ય સરકારે તેનો સંપૂર્ણ સ્વિકાર કરી અનુસરવાનો નિર્ણય કરેલ છે . આમ , પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે રાજ્યની તમામ શાળાઓએ ( સરકારી , ગ્રાન્ટ - ઇન - એઇડ , સ્વ - નિર્ભર ) આ માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી કરવાની રહેશે . 

૨ . શિક્ષણ વિભાગના તા .૦૫.૦૬.૨૦૨૦ ના Home Learning અંગેના ઠરાવમાં દર્શાવ્યા મુજબ ધોરણ- ૫ થી ૧૨ માટે BISAG મારફતે વંદે ગુજરાત ચેનલ ઉપરથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો , સમયપત્રક મુજબ બાળકો જોઇ શકે તે માટે શાળાઓએ પ્રચાર - પ્રસાર કરવાનો રહેશે જેથી શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા આપવામાં આવતા શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે . ઉપરાંત , ડી.ડી. ગિરનાર ચેનલ ઉપરથી પ્રસારિત થતા શૈક્ષણિક કાર્યક્રમો પણ વિદ્યાર્થીઓ જુએ તે માટે તેઓને વાકેફ કરવાના રહેશે . 

3 . શિક્ષણ વિભાગના તા .૧૭.૦૭.૨૦૧૮ નોટીફીકેશનથી વૈકલ્પિક પ્રવૃત્તિઓ સુવિધાઓ માટેની ફી અંગે જોગવાઇ કરવામાં આવેલ છે જે મુજબ જે વિદ્યાર્થી આવી પ્રવૃત્તિનો લાભ લેતા હોય તેઓની પાસેથી જ તે માટેની ફી વસૂલ કરી શકાય છે . હાલ શાળાઓ બંધ હોઇ શાળા દ્વારા ઇતર પ્રવૃત્તિઓ માટે નિયત કરવામાં આવેલી ફી શાળાઓ નિયમિત શરૂ ન થાય ત્યાં સુધી કોઇ વિદ્યાર્થી પાસેથી વસૂલવાની રહેશે નહીં . જો કોઇ વાલીએ આ પ્રકારની “ ફી ' ભરી દીધી હોય તો શાળાઓ નિયમિત શરૂ થાય ત્યારે તે વખતે લેવાની થતી ફી ' માં તે રકમ સરભર કરી આપવાની રહેશે . અર્થાત , જે સેવાઓ શાળા આપતી નથી તે સેવાઓ માટે કોઇ ચાર્જીસ ફી લઇ શકાશે નહીં . 

૪. ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ , ૨૦૦૫ ની કલમ 39 ( I ) ની જોગવાઈ હેઠળ તેમજ ગુજરાત સ્વ - નિર્ભર શાળાઓ ( ફી નિયમન ) અધિનિયમ , ૨૦૧૭ ની કલમ -૧૬ થી મળેલ સત્તાની રૂએ રાજ્યની સ્વનિર્ભર શાળાઓ બાબતે નીચે મુજબ સૂચના બહાર પાડવામાં આવે છે . 

૪.૧ રાજય સરકારના ધ્યાને આવેલ છે કે સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિમાં પણ સ્વ - નિર્ભર શાળાઓ વિદ્યાર્થીઓ / વાલીઓ પાસેથી ફી ની માંગણી કરી તેમને ફી ભરવા ફરજ પાડે છે તેમજ કેટલીક ખાનગી શાળાઓ પોતાના શૈક્ષણિક તેમજ બિન - શૈક્ષણિક કર્મચારીઓને વેતન ચૂકવતી નથી અથવા તેમના વેતનના ૪૦ % થી ૫૦ % જેટલું ઓછું વેતન ચૂકવે છે . શૈક્ષણિક સંસ્થાઓ / મંડળો એ ચેરીટેબલ સંસ્થાઓ છે અને તેમની રચનાનો મુખ્ય હેતુ નફાખોરી કર્યા વિના સમાજને શિક્ષણ આપવા જેવો ઉમદા હોય છે . ખાસ કરીને હમણાંની ઉપસ્થિત થયેલ વિકટ પરિસ્થિતિમાં વાલીઓ વિદ્યાર્થીઓ કપરી આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા હોય ત્યારે આ સંસ્થાઓએ તેમને મહત્તમ ટેકો આપવો જોઈએ . તેમ છતાં , શિક્ષણ વિભાગને ઉદ્દેશીને લખાયેલ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ - ગુજરાતના તારીખ : ૨૬/૦૬૨૦૨૦ ના પત્રમાં , આવી વિકટ પરિસ્થિતિથી વાકેફ હોવા છતાં વિદ્યાર્થીઓ માટે ફી માં કોઈપણ પ્રકારનો ઘટાડો કરવા ઇનકાર કરી દીધેલ છે . આથી , તમામના જાહેર હિતમાં રાજ્ય સરકારે નિર્ણય કરેલ છે કે શાળાઓ વાસ્તવિક રીતે બંધ થઇ તે સમયગાળાથી શરૂ કરીને શાળાઓ પુન : વાસ્તવિક રીતે શરૂ થાય તે સમયગાળા સુધી કોઈપણ પ્રકારની ટ્યુશન ફી વસૂલ કરી શકશે નહીં. હાઇકોર્ટે પણ આ ઠરાવને આધારે હુકમ કરેલો છે.










Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...