શાળાની વિકાસગાથા...



ધી જ્યુબિલી ન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ,ઉમરેઠ સંચાલિત ધી જ્યુબિલી ન્સ્ટિટ્યુશન સ્કૂલની વિકાસગાથા

આ શાળાની સ્થાપના .સ..૧૮૮૭ના અરસામાં થઈ. તે વખતના સંજોગોમાં સમગ્ર દેશ સહિત ગુજરાતના આણંદ-ખેડાના સમગ્ર ચરોતરના ઉમરેઠની આસપાસના વિસ્તારના ભણનાર યુવકોને વિધ્યાભ્યાસ માટે ઘણી જ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. કારણ કે ગુલામી કાળના આ સમયમાં આ વિસ્તારમાં એક પણ સ્કૂલ નહોતી. તે સમયે અભ્યાસ માટે દરેક યુવાનને નડિયાદ જવું પડતુ હતું. કારણકે આખા જિલ્લામાં ફક્ત નડિયાદમાં જ અંગ્રેજી હાસ્કૂલ હતી. ઉમરેઠમાં તે નિમિત્તે આવેલ જાગૃતિરૂપે ત્રણ ધોરણની અંગ્રેજી શાળાની સ્વર્ગસ્થ સર શ્રી ગોકળદાસ કહાનદાસ પારેખ અને બીજા સદ-ગૃહસ્થોના સહકારથી સ્થાપના કરવામાં આવી. તે સમયે ઈ.સ.૧૮૮૭માં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાના રાજ્યારોહણની સુવર્ણજયંતિ (Golden Jubilee) આખા ભારતમાં ઉજવાઈ રહી હતી. તેથી આ સ્કૂલનું નામ જ્યુબિલી સ્કૂલ આપ્યું.

આ શાળાના દ્યસ્થાપકો સ્વર્ગસ્થશ્રી કેશવલાલ રણછોડદાસ પટેલ (વકીલ) સ્વર્ગસ્થશ્રી મંગુભાઇ ઉર્ફે ગણપતરામ મંછારા દવે, સ્વર્ગસ્થશ્રી વલ્લભભા મથુરભાઇ પટેલ વગેરે બોર્ડિંગમાં રહેતા હતા અને રજામાં ઉમરેઠ આવતા જતા હતાં. તે સમયે વિધ્યાર્થીઓની અભ્યાસમાં પડતી મુશ્કેલીઓ જોઈને તેના ઉકેલ માટે શું કરવું ? તેનો વિચાર મિત્રોએ કરવા માંડ્યો. તેઓને અમદાવાદ જવાનું થતાં ત્યાં ખાનગી હાસ્કૂલોની ઉઘડતી જો અને ઉમરેઠમાં હાસ્કૂલ ખોલી શકાય કે કેમ તે વિચાર્યુ. અને નાની ત્રણ ધોરણની સ્કૂલ શરૂ કરી. અને પછી આ બધાં મિત્રો નિ:સ્વાર્થપણે વગર પગારથી શાળામાં ભણાવવા આવવા લાગ્યા અને એમ કરતાં કરતાં ધોરણ ૪ સુધીની શાળા સને ૧૮૯૯માં શરૂ કરી. અને તેનું નામ ઉમરેઠ ન્સ્ટીટયુશન આપ્યું.

આમ ઉમરેઠ ગામમાં બે શાળા થઈ.

ત્યારબાદ આ શાળા માટે કો સારું મકાન મળે તેમ ન હોવાથી સ્વર્ગસ્થશ્રી ગોકળદાસ પારેખ, સ્વર્ગસ્થશ્રી રાવબહાદુર હરગોવિંદદાસ કાંટાવાળા અને ગામના અન્ય રહીશોના સહકાર અને આર્થિક મદદથી થોડું ફંડ ભેગું કર્યુ અને વેચાણ મળેલી જમીનમા એક બિલ્ડિંગ પાંચ ઓરડાનું બનાવ્યું. તેનું નામ જ્યુબિલી બિલ્ડિંગ આપ્યું. હાલ આ બિલ્ડિંગ હયાત છે અને જુની જ્યુબિલીના નામથી ઓળખાય છે. આ મકાનમાં જૂના ધોરણ ચાર વાળા વર્ગો બેસાડ્યા.
  
સમય જતાં ઉમરેઠ ન્સ્ટિટ્યુશન વાળી શાળામાં માનદ્ કામ કરનાર વગર પગારના શિક્ષકોને અન્ય નોકરીઓમાં જવાનું થવાથી સામાન્ય અડચણો ઉભી થવા લાગતાં, ધ્યસ્થાપકોને મુશ્કેલી પડવા લાગી. પરંતુલોકોએ હિમ્મત ન હારતા ગામના અગ્રણી ગણાતા સ્વર્ગસ્થશ્રી મંછારામ મુનસબને મળીને બે સ્કૂલો એક કરવા માટે તમામ વસ્તુ-સ્થિતિ સમજાવી. પરિણામે વિધ્યાર્થીઓના હિતમાં સ્વર્ગસ્થશ્રી મંછારામ સંમત થઈ જતાં, અમદાવાદમાં રહેતાં અન્ય અગ્રણી વ્યક્તિઓને મળી વાટોઘાટો ચાલુ કરી. અને સ્વર્ગસ્થ સરશ્રી ગોકળદાસ કહાનદાસ પારેખશ્રીને બોલાવી હકીકતથી જાણ કરી. આખરે ઉમરેઠના વિધ્યાર્થીઓના હિતમાં આ તમામ અગ્રણીઓએ ઉમરેઠ ન્સ્ટિટ્યુશન શાળાની મુલાકાત લીધી અને એમને બધી વાતે સંતોષ થતાં તેઓએ સને ૧૯૦૫ - ૦૬ની સાલમાં જ્યુબિલી સ્કૂલ બંધ કરી બંને સ્કૂલ એકમેકમાં ભેળવી દેવા સંમત થયા. બાદમાં જ્યુબિલી આધ્યસ્થાપકોને જૂનું બિલ્ડિંગ નોમિનલ રૂ.૫/-ના ભાડાથી કબ્જે આપ્યું. ત્યારથી આ શાળાને  “જ્યુબિલી ન્સ્ટિટ્યુશન” નામ અપાયું. અને આજે પણ એ જ નામ ચાલુ છે.

રીતે જોતાં આ શાળાની શરૂઆત સને 1899 માં થઈ એમ કહી શકાય. પ્રારંભમાં આ શાળા ઘેલડ ચકલામાં હતી. સને 1905-06 માં બંને શાળાનું મર્જર થતાં શાળા જ્યુબિલી બિલ્ડિંગમાં શરૂ થઈ અને ધીમે ધીમે મેટ્રીક સુધીના વર્ગો ઉઘડ્યાં. પરિણામે ઓરડાઓની અછત પડવા લાગતાં ઉમરેઠ રેલ્વે સ્ટેશન નજીક તલાટીની ચાલમાં મેટ્રીક સુધીના વર્ગો બેસાડવા લાગ્યાં. અને આધ્યસ્થાપક સ્વર્ગસ્થશ્રી કેશવલાલે (વકીલ) તેઓની ખાનગી માલિકીની જમીનમાં નવીઅને પૂરતી સગવડવાળું મકાન લોન લઈને બાંધી આપ્યું અને તેમાં માસિક ભાડું રૂ. ૨૮૦/- નક્કી થતાં શાળા આ બિલ્ડિંગમાં ચાલવા લાગી. હાલમાં એ મકાનનું ભાડું માસિક ફક્ત રૂ.૪૫૦/- અપાય છે. આ મકાનમાં છેલ્લા 60 વર્ષથી શાળા ચાલે છે અને વિધ્યાર્થીઓ ભણતરની સાથે અન્ય જ્ઞાન અને માહિતી લઈને પોતાનું જીવન સમૃધ્ધ બનાવી રહ્યાં છે. એ જમાનાની મકાન બાંધણી સારી અને મજબૂત હોવાથી તેમાં આજ સુધી કોઈ જ નુકશાન થયું નથી. વર્ષો બાદ તાજેતરમાં પહેલી વખત તેનું રંગરોગાન કરવામાં આવ્યું છે.

       આ શાળાની શરૂઆત ચાર મિત્રોએ ભેગાં મળીને ગામનું અને ગામનાં વિધ્યાર્થીઓનું હિત જો ભણનારની મુશ્કેલીઓ દૂર કરવા ખાતર જ શરૂ કરી હતી એનો કોને તેનો સંદેહ કે શંકા ન રહે તે માટે ચાર મિત્રો સ્વર્ગસ્થશ્રી કેશવલાલ રણછોડદાસ પટેલ (વકીલ), સ્વર્ગસ્થશ્રી મંગુભા ઉર્ફે ગણપતરામ મંછારામ દવે ( માજી પ્રમુખ ઉમરેઠ નગરપાલિકા ), સ્વર્ગસ્થશ્રી વલ્લભભા મથુરભા પટેલ ( મેનેજર - વડોદરા એલેમ્બિક કંપની ) અને  સ્વર્ગસ્થશ્રી છોટાલાલ મયારામ પંડ્યા ( નાઝર ) એ રજીસ્ટર ટ્રસ્ટ ડીડ કર્યું હતું. અને બાદમાં એની નોંધણી સરકારી કેળવણી ખાતામાં અને ચેરીટી કમિશ્નર કચેરીમાં કરાવી પણ લીધી હતી. આ ઉપરાંત ગામની શાળામાં રસ લેનાર અને સહકારની ભાવનાવાળા નાગરિકોમાંથી બોર્ડ ઓફ મેનેજમેન્ટ કમિટી પણ બનાવી હતી.

       સમય જતાં આ કમિટીમાં ગામનાં અગ્રણીઓ, ઉધ્યોગપતિઓ, કેળવણીકારો અને આ શાળાના ભણી ગયેલા ભૂપૂર્વ વિધ્યાર્થીઓ પણ સામેલ થવાં લાગ્યાં અને આજે પણ આ પરંપરા ચાલુ છે. આમ ફક્ત બે ઓરડાથી શરૂ થયેલી આ શાળા આજે વટ વૃક્ષ બનીને ઉમરેઠ અને ઉમરેઠની આસપાસના વિધ્યાર્થીઓની જ્ઞાનની ભૂખને શમાવે છે. આ શાળાને સારી સ્થિતિમાં મૂકવામાં અને ખ્યાતિ મેળવવામાં જે તે સમયના આચાર્યશ્રી અને કેળવણીકારો અને ગામનાં આગેવાનોએ બધી જ રીતે ખૂબ જ સારો ફાળો આપ્યો છે અને આપતાં રહે છે. આધ્યસ્થાપકોની દીર્ઘ દ્રષ્ટિ અને મૂલ્યોના સિંચનની વર્ષોની સ્થાપિત પરંપરાને જાળવી રાખતાં સમયાંતરે બદલાતાં રહેતાં ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યશ્રીઓ, શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકોના એક મતથી ટીમ-સ્પીરીટથી કામ કરતાં રહીને, શાળાને ઉત્તરો ઉત્તર પ્રગતિને પંથે લઈ જઈ રહ્યાં છે. સમગ્ર ઉમરેઠ પંથક અને એની આસપાસના વિસ્તારમાં જયુબિલી પ્રસિધ્ધ અને ખ્યાતનામ શાળા બની રહી છે. શાળામાં ભણતરની સાથે અનેક ઇતર પ્રવૃતિઓ થકી શાળાના વિધ્યાર્થીઓમાં જ્ઞાન સંસ્કાર અને સર્વાંગી વિકાસની જ્યોત જલતી રાખવાનો શ્રેય આધ્યસ્થાપકોને જાય છે. આવાં દીર્ઘ દ્રષ્ટિ ધરાવનાર, ઉમદા ગુણો વાળા દાનવીર સ્થાપકોને શત શત સલામ.

       સાંપ્રત સમયમાં ઉમરેઠની આજુબાજુના ગામડાંમાંથી ફક્ત છોકરાઓ જ આ શાળમાં ભણવા આવતા હતાં. જે પ્રથા આજે પણ ચાલુ જ છે. પરંતુ શાળામાં એ સમયે બહેનો અભ્યાસ માટે આવી શકતી ન હતી. આ પરિસ્થિતિનો વિચાર કરીને સંચાલકોએ થામણા, પણસોરા, સુંદલપુરા, અલિન્દ્રા અને આજુબાજુના ગામોના ગૃહસ્થોની માગણી માન્ય રાખીને બ્રાન્ચ સ્કુલો પણ ખોલી હતી. સંચાલકોએ ચાર ગામોએ બ્રાન્ચો ખોલીને જે તે ગામનાં અગ્રણીઓને સમાવીને ગામાત સલાહકાર કમિટીબનાવીને સ્ત્રી શિક્ષણ ને વેગ અને ઉત્તેજન પૂરા પાડ્યાં હતાં. આ તમામ બ્રાન્ચ શાળાઓનો નો વહીવટ અત્રેની મુખ્યશાળાથી થતો હતો. આ બ્રાન્ચો ઘણા વર્ષો ચાલી-ચલાવી. કાળક્રમે સરકારની નવી ગ્રાન્ટનીતિ, સ્થાનિકોની બદલાતી અપેક્ષાઓ અને માંગણીઓ તેમજ ધી જ્યુબિલી ન્સ્ટિટ્યુશન ટ્રસ્ટનાં વહીવટના વધતાં જતાં ભારને લીધે  ધીમે ધીમે આ બ્રાન્ચો બંધ કરીને ગામના ટ્રસ્ટોને સોપી દેવામાં આવી.

       એક સમય એવો કે આ હતો કે આ શાળાનો ચોમેર ડંકો વાગતો હતો. શાળાના વિધ્યાર્થીઓ અભ્યાસમાં અને એ ઉપરાંતની અન્ય પ્રવૃતિઓમાં ઇનામો લઈ આવતા હતાં. એક સમયે શાળાની ક્રિકેટ ટીમની ચારે કોર વાહ વાહ અને ચર્ચા થતી રહેતી હતી. શાળાની શિસ્ત અને અધ્યયનની પ્રણાલિકા ખૂબ વખણાતી હતી. સંચાલકોને શિક્ષકોની નિમણુંક કરવાની સત્તા અને મૂલ્યવાન શિક્ષકોની ભરતી કરવાની પરંપરા હોવાને કારણે જે તે વખતે ખૂબ જ ઉંચા ગુણવાળા, શિસ્તવાળા, અને ગુણવત્તાવાળા અને કસોટીમાં સફળ વ્યક્તિઓની શિક્ષક તરીકે ભરતી કરવામાં આવતી હતી. અને તેનાથી વિધ્યાર્થીઓને ઉચ્ચ પ્રકારનું અને ગુણવત્તાસભર શિક્ષણ મળતું હતું. જે આજે પણ ચાલુ છે. અને તેથી જ આ શાળામાં અભ્યાસ કરીને ઘણા બધાં વિધ્યાર્થીઓએ ખૂબ જ સારી, ઉત્તમ અને ઉજ્જવળ કારકિર્દી બનાવવાં નાં કિસ્સા ઉમરેઠના ઈતિહાસમાં ઉલ્લેખનીય છે. આવાં વિધ્યાર્થીઓને પરિણામે શાળાને પણ એટલી જ સિધ્ધી અને ખ્યાતિ મળી  છે.

       આ શાળાને આ લખાય છે ત્યારે ૨૦૨૦ની સાલમાં ૧૩૦ કરતાં વધારે વર્ષો પૂરા થયા છે. જે સ્વયં એક સિધ્ધી છે. શાળાને હજી સુધી કોઈ આંચ આવી નથી. શાળાની કિર્તિ અને ખ્યાતિ આજે પણ સમગ્ર જીલ્લામાં પથરાયેલી જોવા મળે છે. શાળાની પરંપરા મુજબ અભ્યાસ કરવા આવનાર વિધ્યાર્થીઓને પૂરી સગવડ સહિત જ્ઞાન અને સંસ્કારો આપવામાં આવે છે. આજે પણ આ શાળા ઉત્તરોત્તર વિકસી રહી છે. ઈ.સ.૧૯૯૬માં શાળામાં નવીન વિજ્ઞાનભવન નું નિર્માણ લોકફાળો મેળવી તૈયાર કરવામાં આવ્યું છે. અને તેમા ઉચ્ચતર સામાન્ય અને વિજ્ઞાન વિભાગના વર્ગો બેસે છે. આમ શાળામાં બાલ મંદિરથી માંડીને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ સુધીનું ગુણવત્તાસભર શિક્ષણકાર્ય ચાલુ જ છે. આ શાળામાં વિધ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે પચાસેક જેટલાં દાતાઓ ધ્વારા શિષ્યવૃતિઓ અને પારિતોષીકો આપીને વિધ્યાર્થીઓને પ્રોત્સાહન  આપવામાં આવે છે. આમ ૧૩૦ વર્ષો પહેલાં આરંભાયેલ આ શિક્ષણ યજ્ઞ આજે પણ ચાલુ જ છે. શાળાના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ. પરમારે એ પણ સંસ્થાના સ્થાપિત મૂલ્યોને જાળવીને એમની આવડત અને અવનવાં પ્રયોગો થકી વેગ આપવાનું ચાલુ જ રાખ્યું છે.

જય જયુબિલી .










Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...