૭૪માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી...૧૫.૮.૨૦

         ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૧૫.૮.૨૦૨૦ ના રોજ  સ્વતંત્રતા દિવસની  ઉજવણીના ભાગ રૂપે  શાળાના પટાંગણમાં  દેશનો ૭૪ મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓના તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ કે.દવેના હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ મુખ્ય મહેમાન  તરીકે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. નિશ્ચિત કરેલાં સમય અને કાર્ય સુચિ પ્રમાણે રાષ્ટ્રઘ્વજને આન બાન અને શાનથી સલામી આપવામાં આવી હતી.

          પ્રાથમિક વિભાગની શિક્ષિકા બહેનો દ્ધારા પ્રાર્થના કરાવ્યાં બાદ, સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવશ્રી દીપકભાઈ દવે સાહેબનો  પરિચય અને શાબ્દિક સ્વાગત ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી બળવંતભાઈ ભોઈએ કરાવ્યા હતાં. ત્યારબાદ મંચ પર બિરાજમાન મહાનુભાવો પૈકી શ્રી દીપકભાઈ દવે સાહેબનું ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના સુપરવાઈઝર શ્રી કિરણભાઈ પટેલીયાએ, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારનું ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી હેમંતભાઈએ અને ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન કે.પરમારનું ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી જયાબેન એન.પટેલ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

          બાદમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના ઉત્સાહી વ્યાયામ શિક્ષક શ્રી મુકેશભાઈ યુ. પટેલની રાહબરી,આયોજન અને સૂચનો મુજબ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેના હસ્તે ભારતના ગૌરવવંતા ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને ઝંડા ગીત ગાયું હતું.

          બાદમાં પ્રસંગોચિત પ્રવચનમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યશ્રી શ્રી જયંતીભાઈ આઈ.પરમાર સાહેબે દેશના શહીદોને યાદ કરીને સ્માંરાંજલિ અર્પતા દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિને સુધારવામાં રાષ્ટ્ર પ્રેમ થકી યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.તેમણે ભારતના નાગરિક તરીકે હકની સાથે સાથે ફરજો પણ નિષ્ઠાપૂર્વક બજાવવાની સલાહ આપી હતી. કોરોના આ કપરાં કાળમાં નિયમો પાળીને દેેેેશને બચાવવાનું આહ્વાન કર્યું હતું.

          અંતમાં ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યા શ્રીમતી ગીતાબેન કે પરમારે આભાર વિધી કરી હતી.
          સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન શાળાની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી કે.સી.ચૌધરીએ અને આયોજન શાળાના વ્યાયામ શિક્ષક શ્રી મુકેશભાઈ યુ.પટેલે કર્યું હતું. અંતે ટ્રસ્ટ તરફથી દરેકને  સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.



















































સંકલન અને રજૂઆત : આચાર્યશ્રી જે. આઈ.પરમાર
ફોટોગ્રાફી : શ્રી ડી.એસ. રોહિત અને શ્રી કે.બી.ગાંવિત

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...