શિક્ષકો માટે ગૌરવભર્યો દિવસ...
પ મી સપ્ટેમ્બર એટલે શિક્ષકોનો પ્રિય દિવસ. શિક્ષકો માટે આનંદ, ખુશી,ગૌરવ અને આત્મ સન્માનનો દિવસ. આ દિવસે શિક્ષકોને સહજ અપેક્ષા રહે કે સમાજ પ્રત્યે એમના યોગદાનની નોંધ લેવાય, એમની કદર કિંમત થાય. શિક્ષકોની આ અપેક્ષા સંતોષવાનું ઉલ્લેખનીય, પસંશનીય અને નોધનીય કાર્ય પૂર્ણ કરવાનું બીડું ઝડપ્યું...SBI Lifeની આણંદ શાખાએ.
જી, હા. કોરોનાકાળ થકીના લોકડાઉનના આ કપરાં સમયમાં પોતાની જાત અને પરિવારજનોને જોખમમાં નાખીને, સમાજ સુધારકની ભૂમિકામાં ફીટ થયેલાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠના તમામ શિક્ષકોની આ કાળ દરમ્યાનની નિરંતર શૈક્ષણિક સેવાઓ, જેવી કે,
1.કોરોના કાળમાં શાળામાં જવું.
2.સરકાર અને શિક્ષણ વિભાગના રોજેરોજના નિત નવીન આદેશોનુ નિષ્ઠાપૂર્વક પાલન કરવું.
3.રાબેતા મુજબના કાર્યો જેવાં કે પરિણામ વિતરણ, પ્રવેશ પ્રક્રિયા, એકમ કસોટી વગેરે
4.ઓનલાઈન શિક્ષણ બજારના વિશાળ માર્કેટમાંથી પોતાના વિદ્યાર્થીઓને ઉપયોગી અને લાયક શૈક્ષણિક મટીરીયલ્સ શોધીને મોકલવું.
5.વિદ્યાર્થીઓના ફોન કોલ કે મેસેજીસ્ દ્વારા સતત સંપર્કમાં રહેવું, સલાહ સૂચના અને માર્ગદર્શન આપવાં.
6.વિદ્યાર્થીઓના ગમે ત્યારે આવતાં ફોન કોલેસ્ટરોલ ના જવાબ આપવા.
7. વિદ્યાર્થીઓના હિતમાં સમયની મર્યાદા રાખ્યા વગર સતત ઓનલાઈન રહેવું.
8.એકમ કસોટીના ચોપડા કે પુરવણી મંગાવવી, પરત મોકલવી, માર્ક્સ જણાવવા વગેરેથી બહાર એક્સપોઝર આપવું.
9.પ્લે સ્ટોરમાંથી ઝૂમ, ગૂગલને મીટ, માઈક્રોસોફ્ટ ટીમ જેવી નવી નવી એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી અને શીખવાની મથામણ કરવી.
10.ઓનલાઈન ટ્રેનીંગ લેતાં રહેવું...
11.આચાર્યશ્રીના આદેશો મુજબ વીડીયો લેક્ચર તૈયાર કરવાં.
અમારા ઉપર મુજબના પ્રયાસોને ચાલુ અને અતૂટ રાખવાના પ્રયાસને SBI Life ની આણંદ શાખાએ બિરદાવ્યો...આ શાળામાં એમની ટીમ
1. શ્રી અજય પ્રસાદજી, બ્રાન્ચ હેડ, આણંદ જિલ્લો
2. શ્રી અંકિત પંડ્યા, એજન્સી મેનેજર
3.શ્રી પ્રિયંકા રોહિત, એસોસિએટ પાર્ટનર
અમારી શાળામાં પધારી અને દરેક શિક્ષકનું વ્યક્તિગત સન્માન કરવામાં આવ્યું...
Comments
Post a Comment