શાળામાં આવો ત્યારે...

વિદ્યાર્થીમિત્રો,

શાળાઓ શરૂ થવાની તૈયારી છે ત્યારે થોડા મુદ્દાઓ વિષે તમારે  કોરોના વાયરસથી કાળજી રાખવી જરૂરી બને છે:

👇🏻👇🏻👇🏻

શાળામાં જ્યારે કહેવામાં આવે ત્યારે જ આવવું. 

આચાર્યશ્રી અને શિક્ષકો જે કાંઈ સૂચના આપે તેનું ચુસ્તપણે પાલન કરવું. 

૧. માન્યતાવાળા માસ્ક નો ઉપયોગ ફરજીયાત કરવો.

૨.શાળામાં કે ઘર બહાર નીકળો ત્યારે મોઢું અને નાક સંપૂર્ણ ઢંકાયેલા રહે તે રીતે માસ્ક રાખવુ.

૩.શાળામાં પ્રવેશતા જ તમારા બંને હાથ સેનેટાઇઝરથી સ્વચ્છ કરવા. વચ્ચે વચ્ચે સમયાન્તરે પણ સેનેટાઈઝ્ડ કરાવવામા આવશે.

૪.રોજ શાળાએ આવતા પહેલા સાબુથી બરાબર રીતે નહાવું,શાળાએથી ઘેર જઇને પણ નહાવું અને રોજ ધોયેલા કપડાં જ પહેરવા.

૫.શાળામાં કે બહાર જે તે વસ્તુને અડકવું નહીં.

૬.માસ્ક ને પહેર્યા પછી તેની ઉપર હાથ અડાડવો નહીં.માસ્ક રોજ ૫ મિનીટ ડિટરજંટથી બરાબર ધોઈ સૂકવવુ પછી ઉપયોગ કરવો.

૭.નાક,મોઢા કે આંખ ઉપર હાથ કે આંગળા રાખવા નહીં કે ફેરવવા નહીં. 

૮.પોતાનું પાણી સાથે લઈને જ આવવું.

૯.કોઈ બીજાની કોઈ વસ્તુ ને અડવું નહિ.પોતાની પાસે હોય તેનાથી જ ચલાવવું.

૧૦.બહારની કોઈપણ ખાદ્ય કે પેય વસ્તુ ન ખાવી કે ન પીવી.

૧૧.સૂચવ્યા મુજબનું સલામત અંતર એકબીજા વચ્ચે જાળવવું.

૧૨.ટોળું વળવું નહિ.છુટ્ટા બેસવું કે ઊભા રહેવું.

૧૩.સેનેટાઈઝરવાળા હાથ હોય ત્યારે આગ થી હાથ દૂર રાખવા.વર્ગખંડમા અગરબત્તી ,દીવા ન કરવા.

૧૪. હોમ લર્નીંગ ચાલુ રાખવું. 

૧૫. આપની બાકી પડતી ફી લઈને આવવું અને ભરી દેવી.

૧૬. સામાન્ય બિમારી કે તકલીફ હોય તો તરત જ સારવાર કરાવી લેવી. 

🍭ખાસ અગત્યનું🍭

👉🏽જો તમને તાવ ,શરદી,ખાંસી કે શ્વાસ લેવામાં કોઈ તકલીફ (આમાનુ કંઈ પણ) જણાય તો તમારા વર્ગશિક્ષકશ્રી ને રજાચિટ્ઠી આપી ઘેર આરામ કરવો અને સારવાર/દવા લઇ સજા થયા બાદ સ્કૂલે આવવું.

☝🏼☝🏼👆🏻👆🏻

સરકારશ્રીની સૂચના અનુસાર જ્યારે શાળા જે પ્રકારે ખૂલશે.તેની જાણ વોટ્સૈપના માધ્યમથી કરવામા આવશે.ત્યા સુધી હોમ લર્નિંગ કરવુ.

પરંતુ...

ઉપર દર્શાવ્યા મુજબના સલામતીના ધોરણોનુ ચૂસ્તપણે ફરજીયાત પાલન શાળામા ભણતા વિદ્યાર્થી/ વિદ્યાર્થિનીઓ/કર્મચારીઓએ કરવાનુ રહેશે.


ખાસ નોંધ:

કોઈપણ મુલા કાતીએ/ વાલીએ માસ્ક વગર કે સેનેટાઈઝ્ડ થયા વગર શાળામા પ્રવેશવુ નહી.જ્યા ત્યા અડવુ નહી.સલામત અંતર જાળવવુ.


આભાર સહ , 

શુભેચ્છક અને  પ્રેષક :-

-આચાર્યશ્રી,

-જયંતીભાઈ આઈ.પરમાર 

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...