સંરક્ષણ દળોમાં (Army ) ભરતી અંગે...
મિત્રો ,
બલશાલી ગુજરાત અભિયાન
ગુજરાતી યુવાનો વધુમાં વધુ સંખ્યામાં ભારતની લશ્કરી પાંખો
આર્મી નેવી અને એરફોર્સની વિવિધ શાખામાં
નોન ઓફિસર અને ઓફિસર કેડર માં જોડાય તે હેતુથી
આ અભિયાન
ગુજરાતભરમાં નાના-મોટા શહેરો ગામડે ગામડે ચલાવી રહ્યો છું
ભારતની સુરક્ષાની જવાબદારી બે ભાગમાં વહેંચાયેલી છે
1. ઇન્ડિયન આમઁ ફોર્સ
2. સેન્ટ્રલ આમઁ પોલીસ ફોર્સ
ઇન્ડિયન આમઁ ફોર્સમાં
આર્મી, નેવી ,એરફોર્સ ,કોસ્ટ ગાર્ડ હોય છે
સેન્ટ્રલ આમઁ પોલીસ ફોર્સ
જેમાં
આસામ રાઇફલ
બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફોર્સ ( CISF)
સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)
ઇન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)
નેશનલ સિક્યુરિટી ગાર્ડ( NSG )
સશસ્ત્ર સીમા બલ સામેલ ( SSB ) છે
ભારતની લશ્કરની ત્રણેય પાંખમાં જોડાવા માટે
ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ 50% સાથે હોય છે
ધોરણ 12 સાયન્સ કોમર્સ ગ્રેજ્યુએટ ,પોસ્ટ ગ્રેજ્યુએટ, વકીલ ,શિક્ષકો પણ જોડાઈ શકે છે
ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ૨૩ વર્ષ હોય છે
ગુજરાતના યુવાનો ની ઊંચાઈ 168 સેન્ટીમીટર અને ઓછામાં ઓછું વજન ૫o કિલો ગ્રામ હોવું જરૂરી છે
જે યુવાનો એ નક્કી કરી લીધું હોય તેમણે તેમની ઊંચાઈ વજન સૌપ્રથમ મપાવી લેવું જોઇએ અને પછી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવું જોઈએ
હવે બધી જ ભરતીઓ ઓનલાઇન જ થાય છે ઓફલાઈન સદંતર બંધ છે
ભરતી ની બધી જ પ્રક્રિયા પારદર્શક હોય છે તેથી કોઈ એજન્ટ ના ચક્કરમાં ફસાવવું નહીં
નિયમિત નીચેની વેબસાઈટ જોવાથી સંપૂર્ણ માહિતી મળી શકે છે
1. Indian Army
www.joinindianarmy.nic.in
2. Indian Navy.
www.joinindiannavy.gov.in
3. Indian Air force
www.Indianairforce.nic.in
મોટાભાગે ગુજરાતી વાલીઓ અને છોકરાઓમાં એક ગ્રંથિ થઈ ગઈ છે કે આર્મી એટલે લડવાનું પરંતુ
હવે એ સમય આવી ગયો છે કે આ ગ્રંથીને દૂર કરવાની તાત્કાલિક જરૂર છે
ભારતની ત્રણેય પાંખમાં ટેકનિકલ પોસ્ટ અને નોન ટેકનિકલ પોસ્ટ છે
ટેકનિકલ પોસ્ટમાં
ડ્રાઇવર ,મિકેનિક ,વેલ્ડર ,ફીટર ,ઇલેક્ટ્રીશીયન, બધા જ પ્રકારના ડીપ્લોમાં તથા ડિગ્રી એન્જિનિયર, આઇટી નિષ્ણાતો વગેરે
તથા ડોક્ટરો ,નર્સો, લેબ ટેકનીશીયન
જેવી પોસ્ટ હોય છે
નોન ટેકનિકલ પોસ્ટમાં મુખ્યત્વે
પટાવાળા, ક્લાર્ક ,એકાઉન્ટન્ટ ટીચર્સ ,વકીલ, કોમ્પ્યુટર ઓપરેટર ,ધર્મ ગુરુ જેવી મહત્વની પોસ્ટ સામેલ છે
હાલ સાતમા પગાર પંચ મુજબ ધોરણ 10 પાસ યુવાનને એન્ટ્રી લેવલ પર ૩૦ હજાર પગાર મળી શકે છે
રહેવાનું જમવાનું નિશુલ્ક હોય છે
તદુપરાંત બીજી ઘણી બધી સવલતો સગવડો અને ભથ્થા મળતા હોય છે
આર્મીની ત્રણેય પાંખો માં ધોરણ 10 પાસ યુવાન, જરૂરી નીતિ-નિયમોને આધીન ડિપાર્ટમેન્ટલ પરીક્ષા પાસ કરે તો તે નોન ઓફિસર માંથી ઓફિસર બની શકે છે
વર્ષમાં ઓછામાં ઓછી બે ભરતી નું આયોજન ગુજરાતમાં થતું હોય છે
તેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનો ભાગ લેતા પણ હોય છે
પરંતુ
યોગ્ય માર્ગદર્શનનો અભાવ
ભરતી ના નીતિ નિયમોની જાણકારી ના અભાવે તેઓ તેમાં નિષ્ફળ જતા હોય છે
ભારતની લશ્કરી પાંખમાં જોડાવા માંગતા ફક્ત ગુજરાતી યુવાનો મારો સીધો સંપર્ક કરી શકે છે
સંપૂર્ણ માર્ગદર્શન વિના મુલ્યે અપાય છે
બલશાલી ગુજરાત અભિયાન ના મારા દરેક સભ્યોને આગ્રહ ભરી વિનંતી કે
ગુજરાતના નાના-મોટા શહેરો ગામડાઓ માંથી યોગ્ય અને લાયક ગુજરાતી યુવાનોને શોધીને તેમને લશ્કરની ત્રણેય પાંખમાં જોડાવા માટે
ખૂબ પ્રચાર પ્રસાર કરો
વધુમાં વધુ ગુજરાતી યુવાનો લશ્કરમાં ભરતી થાય અને
સાચા અર્થમાં બલશાલી ગુજરાત બને એ જ પ્રાર્થના સાથે,
સંકલન કર્તા
શ્રી કિરણ મોદી
( બલશાલી ગુજરાત અભિયાન )
9825344560
( બલશાલી ગુજરાત અભિયાન ના તમામ સભ્યો માટે જન હિતમાં જારી)
પ્રેષક ÷ આચાર્યશ્રી જે આઈ પરમાર સાહેબ
Comments
Post a Comment