શિષ્યવૃતિના ફોર્મ ભરવા બાબત
આથી શાળામાં ભણતાં તમામ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે ચાલુ વર્ષે સરકાર તરફથી મળવાપાત્ર શિષ્યવૃતિના ફોર્મ ડીજીટલ ગુજરાતના પોર્ટલ પર ભરવાની પ્રક્રિયા ચાલુ છે. અને તમામ વિદ્યાર્થીઓને કેટેગરી પ્રમાણે રૂ 750 થી રૂ 3000 સુધીની 100% શિષ્યવૃતિ મળે એમ છે.
તો દરેક વિદ્યાર્થીઓએ વહેલી તકે શાળામાં ભરવાની ફી પહેલાં ભરી જઈને નીચેના ડોક્યુમેન્ટસ્ સાથે રૂબરૂ આવીને શ્રી હાર્દિકભાઈને 8.00 થી 11.00 સુધીમાં મળીને ફોર્મ ભરી જવું.
1.આધાર કાર્ડ
2.આવકનો દાખલો
3.બેંક પાસબુક ની નકલ
4.ભરેલ ફીની પાવતીની નકલ
5.છેલ્લે જે ધોરણ પાસ કર્યું હોય એની માર્ક શીટની નકલ
ધોરણ 11 અને 12 માટે એક ફોટો, જાતિનો દાખલો અને ધોરણ 10ની માર્ક શીટ લાવવાની રહેશે.
ખાસ નોંધ - જે વિદ્યાર્થીઓના બેંક એકાઉન્ટ દેના બેંકમાં છે તેઓએ એમનો નવો બેંક એકાઉન્ટ નંબર બેંક ઓફ બરોડામાંથી લઈને આવવું.
Comments
Post a Comment