શાળાકીય એકમ કસોટી...
સરકારશ્રી અને શિક્ષણ વિભાગના આદેશ અનુસાર જે વિષયોની એક પણ એકમ કસોટી લેવામાં આવી નથી એ વિષયોની એકમ કસોટી લેવાનું શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું છે.
સમગ્ન વર્ષ દરમ્યાન ઓછામાં ઓછી 4 કસોટી લેવાની છે. આ માસમાં દરેક બાકીના વિષયની એક કસોટી તારીખ 14 અને 15 ના રોજ રાખીશું. આ માટે આપ આપના વિષયના 25 ગુણના પ્રશ્નપત્રો તૈયાર કરીને મને તારીખ 10 સુધીમાં જમા કરાવશો.
પ્રથમ સત્રના અભ્યાસક્રમમાંથી એક અથવા બે પ્રકરણમાંથી પ્રશ્નપત્ર તૈયાર કરી શકશો.
આ એકમ કસોટી લેવાઈ જાય પછી એની જવાબવહી કે ચોપડા તપાસીને ગુણ પત્રકો બનાવી વર્ગ શિક્ષક મિત્રોને જમા કરાવવાના રહેશે.
14.12.20
આજે ધોરણ 9 હિન્દી,
ધોરણ 10 હિન્દી,
ધોરણ 11 ગુજરાતી અને
ધોરણ 12 ગુજરાતીની એકમ કસોટી લેવી.
વિષય શિક્ષક મિત્રોએ પોતાના વિષયના પેપર પોતાના વર્ગના વિદ્યાર્થીઓને પહોંચાડવા અને ઉત્તરવહી કે ચોપડા મંગાવી તપાસવાનું આયોજન કરવું. બાદમાં જે તે કસોટીના ગુણ વર્ગ શિક્ષક મિત્રોને આપવાં.
15.12.20
આજે ધોરણ 9 અંગ્રેજી ,
ધોરણ 10 અંગ્રેજી,
ધોરણ 11 હિન્દી અને
ધોરણ 12 હિન્દીની એકમ કસોટી લેવી.
16.12.20
આજે ધોરણ 9 સંસ્કૃત,
ધોરણ 10 સંસ્કૃત,
ધોરણ 11 સંસ્કૃત અને
ધોરણ 12 સંસ્કૃત એકમ કસોટી લેવી.
17.12.20
આજે ધોરણ 9 કોમ્પ્યુટર,
ધોરણ 10 કોમ્પ્યુટર,
ધોરણ 11 ભૂગોળ અને
ધોરણ 12 ભૂગોળ એકમ કસોટી લેવી.
Comments
Post a Comment