મુંઝવતાં શબ્દો...
દોઢ-બે વરસ પર આ પોસ્ટ મૂકેલી. સારી ચર્ચાઓ જાગેલી. આજે ફરી એક વાર...
ઘ અને ધ : વર્ણસામ્યનો ગૂંચવાડો
ઘા-ધા, ઘી-ધી, ઘડો-ધડો, ઘણ-ધણ, ઘર-ધર, ઘાટી-ધાટી, ઘામ-ધામ, ઘૂઘુ-ધૂધૂ, ઘેન-ધેન જેવા શબ્દોમાં ઘને બદલે ધ કે ધને બદલે ઘ લખાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય. વર્ણસામ્યને કારણે થતી ભૂલો નિવારવા થોડી કાળજી રાખવી જરૂરી છે. આવા કેટલાક શબ્દો જોઈએ.
ઘ : ઘમસાણ, મઘમઘવું, અમોઘ, આનંદઘન, જાંઘ, જાંઘિયો, જઘન્ય, પરિઘ, વિઘ્ન, કૃતઘ્ન, જંતુઘ્ન, શત્રુઘ્ન, અર્ઘ્ય, નિર્ઘૃણ, દીર્ઘ, પ્રેક્ષકદીર્ઘા, શીઘ્ર, વ્યાઘ્ર, વાઘાંબર, લઘરો, નઘરોળ, બાઘો, બાઘાઈ, ઘટાટોપ, ઘામ, ઘુઘવાટ, ઘૂઘવવું, ઘ્રાણ, ઘ્રાણેન્દ્રિય, ઘૃણા, ઘૃણાસ્પદ, ઘાઈ, ઘોળવું ( ઘોળીને પી જવું), ઘસરકો, મેઘનાદ, વાઘરી, ઓઘ (પૂર ઢગલો)
ધ : મેધ, મેધા, મેધાવી, અશ્વમેધ, નરમેધ, જરાસંધ, ધુમ્મસ, નવધા, શતધા, ધાસ્ત, ધાસ્તી, ધમરોળવું, ધમાચકડી, ધર્મ્ય, ધાલાવેલી, ધાપ, ધીટ, ધીટતા, ધોંસ, ધૂર્ત, ધૃષ્ટ, ધૃષ્ટતા, ધૃતરાષ્ટ્ર, ધૃષ્ટદ્યુમ્ન, ધ્વસ, ધ્વનિ, ધૂંધવાવું, ધોળવું (ચૂનો લગાડવો) વાધરી ( વાધરી માટે ભેંસ મારવી) યુધિષ્ઠિર, દુર્યોધન, દધીચિ, માંધાતા, ઓધ (વંશ કુળ વારસો)
મિત્રોએ યાદી લંબાવવી...
Comments
Post a Comment