શિક્ષકનું ગૌરવ વધારતાં શિક્ષક...
મહારાષ્ટ્રની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ ડિસલેએ વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરિકેનો 'ગ્લોબલ ટીચર એવોર્ડ' મેળવીને 7 કરોડ 40 લાખ રૂપિયા (10 લાખ અમેરિકન ડોલર)ની માતબર રકમ જીતી છે. વિશ્વના 140 દેશોના 12000 શિક્ષકોમાંથી છેલ્લે 10 શિક્ષકોની યાદી તૈયાર કરી હતી જેમાંથી વિજેતા તરીકે રણજીતસિંહને પસંદ કરવામાં આવ્યા.
31 વર્ષના યુવા શિક્ષક રણજિતસિંહે પોતાને મળેલા ઇનામમાંથી અડધી રકમ 3 કરોડ 70 લાખથી વધુ રકમ આ એવોર્ડથી વંચિત રહી ગયેલા અન્ય શિક્ષકોને આપવાનો નિર્ણય કરીને વિશ્વને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે. ટોપ 10માં સ્થાન પામેલા અને પોતાની સાથે સ્પર્ધામાં રહેલા અન્ય 9 શિક્ષકોને રણજીતસિંહ પોતાના ઈનામની અડધી રકમ આપી દેશે.
એવોર્ડ મેળવવા બદલ રંજીતસિંહને અભિનંદન પણ ઈનામની અડધી રકમ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વહેંચવા બદલ તો સરસ્વતીના આ ઉપાસકને સો સો સલામ.👍🏻
US $1 million Global Teacher Prize 2020 from UNESCO and Varkey Foundation to RanjitSinh Disale, a teacher in the Paritwade ZP School, Solapur, Maharashtra who gave away half the prize money to the other 9 finalists to continue their good work in their countries.






Comments
Post a Comment