ઈમેજ પબ્લિકેશન તરફથી પુસ્તક સહાય...


     ઓનલાઈન એક્ટીવીટી અંતર્ગત શાળાના  આચાર્યશ્રી જે આઈ પરમારને કોઈ એક ગૃપમાંથી લાયબ્રેરી ધરાવતી સંસ્થાને પુસ્તક સહાય માટેનો મેસેજ જોવાં મળ્યો. જે જોતાં એમણે એ મેસેજમાં આપેલ ગૂગલ ફોર્મ ભરીને તરત જ સબમીટ કરી દીધું. એમની સતર્કતા અને જાગૃતિને પરિણામે ઈમેજ પબ્લિકેશન, મુંબઈ/અમદાવાદ તરફથી ગુજરાતની 200 લાયબ્રેરીને મળવાપાત્ર આ સહાય પૈકી 80 માં નંબર પણ આપણી શાળાની લાયબ્રેરીની પસંદગી થઈ. તે સંદર્ભે આપણી શાળાની લાયબ્રેરીને  રુપિયા 5000 ના પુસ્તકો ફ્રીમાં મળનાર છે. 

     આ પુસ્તકો અમદાવાદથી મેળવવાના હોવાથી એ કામ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી હિતેશભાઈ એમ પટેલને સોંપ્યું હતું જે એમણે રસ લઈને પુરું કરતાં આજે  રૂપિયા 5000 ના આ 21 પુસ્તકો શાળાની લાયબ્રેરીને અર્પણ કરવામાં આવ્યાં હતાં. 

ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટ અને શાળા પરિવાર વતી ઈમેજ પબ્લિકેશનો અને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






ગૃપમાં સમાવ્યા બાદ...

     ઈમેજની પુસ્તકદાન યોજના  હેઠળ જે *FREE પુસ્તકો* આપવાના છે, તેના લાભાર્થીઓ માટે આ *Temporary 📍 Whatsapp Group* બનાવવામાં આવ્યું છે. લગભગ ૬૦૦+ આવેદન આવ્યા છે, તેમાંથી પહેલા ૨૦૦+ને પુસ્તકો મળશે. 

માત્ર લાભાર્થોને આ ગ્રુપમાં Add કર્યા છે. જેથી પુસ્તકો કલેક્ટ કરવા માટેની  *કોમન સૂચના* બધાને એકસાથે મળી જાય. અન્યથા ૨૦૦+ લોકો સાથે સંકલન કરવું અઘરું કામ છે.    

*વધુ અપડેટ બુધવાર સુધીમાં આપવામાં આવશે.* 

આપને પુસ્તકો અમદાવાદના ઈમેજ ગોડાઉન (આંબાવાડી, ચાર રસ્તા પાસે)થી કલેક્ટ કરવા *ચાર દિવસનો સમય મળશે*.

આભાર.

હિતેન આનંદપરા

ઈમેજ પબ્લિકેશન્સ

પ્રતિભાવો...

1.

Thanks for kind *feedback*

https://m.facebook.com/story.php?story_fbid=4766475166792021&id=100002887541211&sfnsn=wiwspwa

Comments

  1. We have received the valuable books from Image Publication.
    Dr. Ashutosh Pathak
    Secretary,
    શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય, પાટણ

    ReplyDelete
  2. Great great great! આ ખૂબ જ મહાન અને ઉમદા કાર્ય છેઃ એ માટે હિતેનભાઈ નો આભાર જેટલો માનીએ એટલો ઓછો છે. એમણે વાંચન પ્રવૃત્તિ વિકસે એ માટે ખૂબ જ જહેમત ઊઠાવી છે. આશા છે કે એમની આ મહેનત એળે નહીં જાય. ખૂબ ખૂબ, ફરી ફરીને આભાર માનું છું.

    ReplyDelete
  3. સમાજને અંધકાર માંથી અંજવાળા તરફ આગળ લઈ જવાનું ઉત્તમ ઉદાહરણ.
    ખુબ ખુબ આભાર હિતેનભાઈ

    ReplyDelete
  4. પુસ્તક દાન એ વિદ્યાદાન બરાબર છે..વિદ્યાર્થી જીવનમાં ઉત્તમ પુસ્તકોનું વાચન એ ઉત્તમ સમાજનિર્માણની નિશાની છે આપે આ નિઃશુલ્ક પુસ્તક આપવાનો આપશ્રીનો વિચાર ખૂબ જ સુંદર છે...જ્ઞાનના દીપકને પ્રજ્વલિત રાખવાનું આપનું કાર્યું અદ્દભુત છે.(દેવજીભાઈ. બી.સોલંકી.મહુવા,ભાવનગર)

    ReplyDelete
  5. પુસ્તક દાન એ વિદ્યાદાન બરાબર છે..વિદ્યાર્થી જીવનમાં ઉત્તમ પુસ્તકોનું વાચન એ ઉત્તમ સમાજનિર્માણની નિશાની છે આપે આ નિઃશુલ્ક પુસ્તક આપવાનો આપશ્રીનો વિચાર ખૂબ જ સુંદર છે...જ્ઞાનના દીપકને પ્રજ્વલિત રાખવાનું આપનું કાર્યું અદ્દભુત છે.(દેવજીભાઈ. બી.સોલંકી.મહુવા,ભાવનગર)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...