ધોરણ 9 અને ધોરણ 11 ના બાળકોને શાળામાં મોકલવા અંગે...
સરકારશ્રીએ તારીખ 1.2.2021 થી શાળામાં ધોરણ 9 અને 11 ના વર્ગો ચાલુ કરવાની જાહેરાત કરી છે એ સંદર્ભે...
S.O.P માતા પિતા / વાલી
માતા-પિતા / વાલી નીચે પ્રમાણેનાં પગલાં લેવાનાં જ છે.
1. જો તેઓ પોતાના બાળકને શાળાએ મોકલવા ઈચ્છતા હોય તો લેખિત સંમતિ આપે. આ માટે સંમતિ પત્રક ભરીને ફરજીયાત જમા કરાવવાનું રહેશે. સંમતિ પત્રક વગર વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.
2.બાળકને શાળામાં મોકલો તો એની ચકાસણી કરો કે તમારૂ બાળક માસ્ક પહેરીને જ શાળાએ જાય અને બીજા સાથે એની અદલાબદલી ન કરે. માસ્ક ઘેર પણ બનાવી શકાય. ઘેર બનાવેલા માસ્ક ને સાબુથી ધોઈને ફરી વાપરી શકાય. ડિસ્પોઝલ ફેસ માસ્કનો નિકાલ સલામતપણે કરવો અથવા કરાવવાનો રહેશે .
૩. જાહેર જગ્યાના સપંર્કમાં ઓછા આવે તે માટે પોતાના પાલ્યને આખી બાંયના કપડાં પહેરવા પ્રોત્સાહિત કરવાં.
4. જો બાળક સ્વસ્થતા ન અનુભવતું હોય તો માતા પિતા તેમના પાલ્યને શાળાએ ન મોકલે એ ઈચ્છનીય છે.
5. શક્ય હોય ત્યાં સુધી બાળકોને શાળાએ મૂકવાં આવો અને લેવાં પણ આવો. જો સ્કુલમાં બસ કે અન્ય વાહન ધ્વારા મોકલો આવતા તો સામાજીક/શારિરીક અંતર જાળવે અન દરેકે માસ્ક પહેર્યું હોય એની ખાત્રી કે કાળજી રાખવી.
6. ઘર કે શાળા છોડ્યા બાદ દરેક સમયે સામાજીક અને શારીરિક અંતર જાળવવાનું પોતાના પાલ્યને કહેવું અને શીખવાડવું.
7. પોતાના પાલ્યના ગણવેશ,રૂમાલ, બૂટ, મોજાં અને બીજી વસ્તુઓને નિયમિત રાત્રે સાફ કરવાં.
8. પોતાના કાર્યની દૈનિક ક્રિયાઓ જેવી કે સાબુથી હાથ ધોવાં, સ્નાન કરવા, દિવસમાં બે વાર યોગ્ય રીતે દાતં ની સફાઈ કરવા (સવારે અને સૂઈ જતાં પહેલાં) અને નખ કાપવા જેવી અંગત સફાઇનું ધ્યાન રાખે તે સુનિશ્વિત કરવું.
9. હાથ સાફ કરવા માટે પોતાના પાલ્યને બે સ્વચ્છ નાના હાથ રૂમાલ/ સ્વચ્છ કપડાંના ટૂકડાં દરરોજ આપવાં.
10. પોષણક્ષમ આહાર, તાજાં ફળો અને સ્વચ્છ પાણીની બોટલ વગેરે ઘરે તેમજ તેમના ટીફીન બોક્ષમાં આપે અથવા બપોરના ભોજન માટેટીફીન મોકલે અને પોતાનું ટીફીન અને પાણીની બોટલ અન્ય કોઇને વાપરવા ન દેવાની સલાહ આપે.
11. એ સલાહભર્યું છે કે માતા, પિતા, વાલીઓ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે અને એપ જ્યારે સલામત અને ઓછા જોખમની સ્થિતિ દર્શાવે ત્યારે જ તેમના પાલ્યને ઘરથી શાળાએ જવાની પરવાનગી આપે.
12. વાલી તથા વિદ્યાર્થીઓ સરકાર, આરોગ્ય વિભાગ અને શાળામાંથી આપવામાં આવતી તમામ સૂચનાઓનું પ્રામાણિકપણે 100% પાલન કરે અને કરાવડાવે.
13. વખતોવખત બહાર પડતી એસ.ઓ.પી. ધ્યાનથી વાંચીને એનો અમલ કરે અને કરાવડાવે.
Comments
Post a Comment