પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી...

 


    ઉમરેઠના ઘી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટ ખાતે, ઘી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ( બોયઝ હાઇસ્કૂલ ) અને ઘી ગર્લ્સ ઈન્સ્ટીટયુશન ( ગર્લ્સ હાઇસ્કૂલ ) ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૬.૦૧.૨૦૨૧ ના રોજ  પ્રજાસત્તાક દિવસની  ઉજવણીના ભાગ રૂપે  શાળાના પટાંગણમાં  દેશનો ૭૨ મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓના આચાર્યશ્રીઓ, તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટના માનાર્હ મંત્રીશ્રી રશ્મિભાઈ જે. શાહ તથા અતિથિવિશેષ તરીકે ઘી જ્યુબિલી ઈન્સ્ટીટયુશનના માધ્યમિક વિભાગના કલા શિક્ષક અને ઉમરેઠ તાલુકાના ભા.જ.પ.પ્રમુખશ્રી વિમલભાઈ કે.પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના મંત્રીશ્રી રશ્મિભાઈ જે. શાહે મુખ્ય મહેમાન  તરીકે ખાસ ઉપસ્થિત રહીને ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વાલીની સંમતિથી ઉપસ્થિત રહેતાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતાં.
         

     ઘી ગર્લ્સ ઇન્સ્ટીટયુશનની ધોરણ ૧૦ અને ૧૨ ની વિદ્યાર્થીની બહેનો દ્ધારા પ્રાર્થના કરાવ્યાં બાદ, સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોનો પરિચય અને શાબ્દિક સ્વાગત ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી બળવંતભાઈ ભોઈએ કરાવ્યા હતાં. ત્યારબાદ મંચ પર બિરાજમાન મહાનુભાવો પૈકી મુખ્ય મહેમાનશ્રી રશ્મિભાઈ શાહ સાહેબનું ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યાશ્રી ગીતાબેન કે.પરમાર, અતિથિવિશેષશ્રી વિમલભાઈ પટેલનું ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમાર, ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યા શ્રીમતિ ગીતાબેન કે.પરમારનું ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી રંજનબેન આર. બારૈયા અને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યશ્રી જયંતીભાઈ આઈ.પરમારનું ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના શિક્ષકશ્રી હેમંતભાઈ એમ.શાહ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
    

     બાદમાં નિશ્ચિત કરેલાં સમય અને કાર્ય સુચિ પ્રમાણે ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના માધ્યમિક વિભાગના ઉત્સાહી વ્યાયામ શિક્ષક શ્રી દક્ષેશભાઈ પટેલ અને ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના મુકેશભાઈ યુ. પટેલની રાહબરી,આયોજન અને સૂચનો મુજબ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન ટ્રસ્ટના મંત્રીશ્રી રશ્મિનભાઈ શાહના હસ્તે ભારતના ગૌરવવંતા ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રઘ્વજને આન બાન અને શાનથી ઉપસ્થિત સૌએ રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી અને ઝંડા ગીત ગાયું હતું.
   

     બાદમાં પ્રસંગોચિત પ્રવચનમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ટ્રસ્ટના મંત્રીશ્રી રશ્મિભાઈ શાહ  સાહેબે દેશના શહીદોને યાદ કરીને સ્માંરાંજલિ અર્પતા દેશની વર્તમાન સ્થિતિ અને ભવિષ્યની સ્થિતિને સુધારવામાં રાષ્ટ્ર પ્રેમ થકી યોગદાન આપવાનું આહવાન કર્યું હતું.તેમણે ભારતના નાગરિક તરીકે હકની સાથે સાથે ફરજો પણ નિષ્ઠાપૂર્વક બજાવવાની સલાહ આપી હતી. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં આગળ વધવાં માટે તમામ મદદ અને સગવડ કરી આપવાની ખાતરી આપી હતી. તેમજ ટ્રસ્ટ તરફથી દરેકને  પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

    શ્રી વિમલભાઈ પટેલે એમનાં પ્રવચનમાં વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં તલ્લીન બનીને એકબીજાના સાથ અને સહકારથી આગળ વધીને વિકાસ કરવાની સલાહ આપી હતી. અંતમાં ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યશ્રી જે.આઈ.પરમારે આભાર વિધી કરી હતી.


         
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આયોજન શાળાની પ્રણાલિકા મુજબ ધી ગર્લ્સ ઈન્સ્ટિટ્યુટશનના આચાર્યાશ્રી ગીતાબેનની આગેવાની અને રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું. ઉદઘોષક તરીકે સાંસ્કૃતિક સમિતિના સભ્યશ્રી  જાવેદહુસેન એમ.બેલીમ અને શ્રી કે.સી.ચૌધરીએ સેવાઓ આપી હતી.ફોટોગ્રાફી શ્રી કમલેશભાઈ બી.ગાંવિત સાહેબે કરી હતી.સેવકભાઈઓની કામગીરી સરાહનીય હતી.







































સંકલન અને રજૂઆત  : -
આચાર્યશ્રી જે આઈ પરમાર સાહેબ 

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...