ધોરણ 10 અને ધોરણ 12 માટે શાળા ખોલી...
સરકારશ્રીએ કરેલ જાહેરાત મુજબ આજથી ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવામાં આવી. વાલીઓના સંમતિ પત્રક મેળવીને હાજર રહેલાં સૌ વિદ્યાર્થીઓને ટેમ્પરેચર ગનથી ટેમ્પરેચર માપીને, સેનેટાઈઝરનો છંટકાવ કરીને અને માસ્ક આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.વર્ગ દીઠ 20 વિદ્યાર્થીઓને બેસાડીને એસ ઓ પીની ગાઈડલાઈન સમજાવવામાં આવી હતી.ચાર તાસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ચહેરા પર આનંદ અને ઉત્સાહ જોવાં મળ્યાં હતાં.
દિવસ ન અંતે સમગ્ર શાળા પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.











































Comments
Post a Comment