ઈનામ વિતરણ સમારંભ

 " ઈનામ વિતરણ કાર્યક્રમ - ૨૦૨૧  "

          ઉમરેઠના 125 કરતાં વધારે જૂના અને જાણીતાં એજ્યુકેશન ટ્રસ્ટ, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂશનની વર્ષો જૂની પરંપરા અને પ્રણાલિકા મુજબ, ટ્રસ્ટ સંચાલિત 5 અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ ના બાલમંદિરથી માંડીને ધોરણ 12 સાયન્સ પ્રવાહના તેજસ્વી તારલાઓ અને બૉયઝ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલના વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માં માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાયેલી ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય સ્થાન લાવનાર  વિધાર્થીઓને ઈનામો, પ્રમાણપત્રો અને વિવિધ મેડલથી નવાજવાનો " ઈનામ વિતરણ કાર્યક્રમ " તારીખ ૦૬.૦૩.૨૦૨૧ ના રોજ બોયઝ્ વિભાગમાં ઊભા કરવામાં આવેલાં સમિયાણાંમાં યોજાઈ ગયો. 

          જેમાં મંચ પર બિરાજમાન મહાનુભાવોમાં સમારંભના પ્રમુખ તરીકે ઉમરેઠના જાણીતાં ગેસ લીડર શ્રી મુકેશભાઈ દોશી, સંસ્થાના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ, સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ, શ્રીમતી વર્ષાબેન તેમજ બોયઝ્ વિભાગના પ્રિન્સિપાલ શ્રી જયંતીભાઈ આઈ.પરમાર, ગર્લ્સ વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી ગીતાબેન કે. પરમાર, સંસ્થામાંથી વિદાય લેતાં શ્રી સી.ડી.લાખાણી અને શ્રી બી.જી.વાઘેલા હતાં. આ ઉપરાંત બૉયઝ તેમજ ગર્લ્સ હાઈસ્કૂલનો સમગ્ર સ્ટાફ તેમજ ધોરણ 1 થી 4 અને ધોરણ 5 થી 8 વિભાગના પ્રિન્સીપાલશ્રીઓ શ્રી ઘનશ્યામભાઈ રાણા અને શ્રી હિરેનભાઈ શાહ તથા તેમના સ્ટાફમિત્રો, ચારેય સંસ્થાના વિધ્યાર્થીઓ તેમજ ઈનામ મેળવનાર વિધ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

          આ કાર્યક્રમની શરૂઆત સાયન્સ વિભાગની બાળાઓની સુંદર પ્રાર્થના દ્વારા થઈ હતી. બાદમાં ધી જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂશનના ઉચ્ચતર માધ્યમિક વિભાગ ( વિજ્ઞાન પ્રવાહ )ના વડા તેમજ ભૂતપૂર્વ ઇન્ચાર્જ આચાર્યશ્રી રમેશભાઈ એમ. પટેલે મહેમાનોનો પરિચય સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. બાદમાં મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું શાળાના વિવિધ કર્મચારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. 

          બાદમાં ક્રમ અનુસાર જાહેરાત મુજબ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં પહેલો,બીજો અને ત્રીજો નંબર લાવનાર  વિધાર્થીઓને અમેરિકા સ્થિત દાતાશ્રી કાંતિલાલ શર્મા તરફથી તેમની માતાના સ્મરણાર્થે 25 ગ્રામના ચાંદીના સિક્કા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોકડ તથા સર્ટિફિકેટ સમારંભના પ્રમુખશ્રી શ્રી મુકેશભાઈ દોશી, સંસ્થાના ચેરમેનશ્રી દીપકભાઈ દવે, માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ,સહ મંત્રીશ્રી રાજકુમાર વકીલ અને બન્ને શાળાના આચાર્યશ્રીઓ, શ્રી સી.ડી.લાખાણી, શ્રી બી.જી.વાઘેલા અને શ્રીમતી વર્ષાબેનના વરદ્ હસ્તે આપવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 35  જેટલાં નોધાયેલા દાતાઓના સહયોગથી કુલ 50 હજારથી વધુ કિંમતના રોકડ ઈનામોનું પણ ૬૦ જેટલાં વિધ્યાર્થીઓને વિવિધ હેતુસર, કેટગરીવાઈઝ વિતરણ કરવામાં આવ્યુ હતું.

          વધુમાં આ કાર્યક્રમમાં આણંદ જીલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમાં કલ્યાણનિધિ યોજનાના જિલ્લા ઉપાધ્યક્ષ બનવા બદલ  ગર્લ્સ વિભાગના શ્રી બળવંતભાઈ ભોઈનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતુ.

          સમારંભના પ્રમુખ સ્થાનેથી બોલતા શ્રી મુકેશકુમાર દોશીએ આ સંસ્થામાં એમનાં અભ્યાસકાળના દિવસો ને યાદ કરીને સંસ્થાને ગૌરવ અપાવતાં સંસ્મરણો રજૂ કર્યા હતાં. તેમણે ઈનામ પ્રાપ્ત સૌ વિધાર્થીઓને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યાં હતાં.સંસ્થાના માનાર્હ મંત્રીશ્રી રશ્મિકાન્ત શાહ સાહેબે પ્રસંગને અનુરુપ સુંદર પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સંસ્થા હમેંશા વિધ્યાર્થીના વિકાસ માટે પ્રયત્નશીલ અને ચિંતિત છે. એમણે વિદ્યાર્થીઓને શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃતિમાં પણ પ્રોત્સાહિત કરવાં નવાજવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ પ્રસંગે શૌચાલયના નવીનીકરણની જાહેરાત કરી હતી. તેમણે સંસ્થાના સ્થાપકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પતાં તેમનો અને સૌ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. વળી આજના દિવસે વિદાય સન્માન મેળવનાર અને સ્ટેજ પર બિરાજમાન શ્રી સી.ડી.લાખાણી દ્વારા દર વર્ષે રૂપિયા ૫૦૦૦ રોકડ દાનની જાહેરાત બદલ એમનો આભાર માન્યો હતો. એમનાં પ્રવચનને સૌએ તાળીઓથી વધાવ્યું હતું. કાર્યક્રમના અંતે બોયઝ્ વિભાગના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ વિભાગના શિક્ષક શ્રી વસંતભાઈ ભરવાડે આભારવિધિ કરી હતી.

          સમગ્ર કાર્યક્મનું સરસ સંચાલન ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યૂશનના શિક્ષકો શ્રી કિશોરભાઈ ચૌધરી અને શ્રી નયનભાઈ જાદવે કર્યું હતું. માઈક વ્યવસ્થા બોયઝ્ વિભાગના શિક્ષકશ્રી ડી.એસ.રોહિતે સંભાળી હતી. ફોટોગ્રાફી બોયઝ્ વિબાગના શ્રી દિલીપભાઈ પટેલ અને વિડીયોગ્રાફી શ્રી કમલેશભાઈ ગાંવિતે કરી હતી. તમામ સંસ્થાઓને તમામ કર્મચારીઓએ બનાવેલી સમિતિ મુજબ એમને સોપવામાં આવેલ ફરજો સુંદર રીતે નિભાવી હતી. સૌના સાથ અને સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

 

 







































































































Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...