કક્કા પરથી શીખ...

જીવનનો કક્કો

ક...દી રિસાવું નહિ.
ખ... રાબ લગાડવું નહિ.
ગ.. રમ મિજાજ રાખવો નહિ.
ઘ..રને મંદિર બનાવી રાખવું.
ચ..તુરાઈ બધે ના દાખવવી.
છ..લ ક્યારેય ન કરવું.
જ..નમ સફળ કરવો.
ઝં..ખના સારી વસ્તુની રાખવી.
ટ.. કાટક રહેવું.
ઠ..પકો મોટાનો સાંભળી લેવો.
ડ..ર ભગવાનનો રાખવો.
ઢ..ગલા બંધ કામમાં કંટાળો ના કરવો.
ત.. રફદારી સાચાની કરવી.
થ.. કાવટ મહસુસ ના કરો.
દ..રદને નજર અંદાજ કરો.
ધ..રમ માં રુચિ કેળવો.
ન..ફ્ટાઈ ક્યારેય ન કરવી.
પ.. ક્ષપાત ના કરવો.
ફ.. સાવવું નહિ કોઈને.
બ.. મણું આપતા શીખો.
ભ.. ગવાનનો પાડ માનવો.
મ..રજી મુજબ ના વર્તવું.
ય..શ માટે ના જીવવું.
ર..સ્તા ખોટાં ના અપનાવવા.
લ..ક્ષ્ય પાક્કું રાખવું.
વ..ગર પૂછે જવાબ ન આપવો.
શ..રમનું ઘરેણું પહેરી રાખવું.
સ..રસ વાણી બોલવી.
ષ.. ડયંત્ર ના રચવું.
હ..સતું મુખ રાખવું.
ળ..ફળની અપેક્ષા ન રાખવી. 
ક્ષ..મા વીરનું  ભૂષણ છે.
જ્ઞ.. જ્ઞાન  વહેંચવાથી વધે.

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...