ધોરણ 9 ના વર્ગો બંધ રાખવા અંગે...
શનિવાર તારીખ 3.4.2021 ના રોજ સરકારશ્રીના શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં વધી રહેલાં કોરોના સંક્રમણ, કોરોના દર્દીઓ અને ઉદભવિત સ્ફોટક પરિસ્થિતિને જોતાં તારીખ 5.4.21 ને સોમવારથી ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આપણી શાળામાં ધોરણ 9 ના વર્ગો બંધ રાખવામાં આવશે.આથી ધોરણ 9ના વિદ્યાર્થીઓએ શાળામાં આવવાનું રહેશે નહીં. ધોરણ 9 ના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને બાકીનો અભ્યાસક્રમ પૂરો કરી શકાય એ માટે ઓનલાઈન ટીચીંગ માટેના વોટ્સેપ ગૃપના સાયલન્ટ મોડમાંથી પુનઃ જીવિત કરીને એક્ટીવેટ કરી દેવામાં આવ્યાં છે. જેનો લાભ ધોરણ 9ના વિદ્યાર્થીઓએ અચૂક લેવો.જો કદાચ તમે આવા ગૃપમાંથી નીકળી ગયાં હો તો ફરીથી જોડાઈ જશો.
ધોરણ 10 થી 12 ના વર્ગો નિયમિત રીતે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ચાલુ છે.
Comments
Post a Comment