વાલીશ્રીને એક પત્ર...
એક આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓનો વાલીને પત્ર....
પ્રતિ વાલીશ્રી,
નમસ્કાર...🙏
આપ અને આપનું બાળક કુશળ હશો.
આપણું બાળક છેલ્લાં એક વર્ષથી સમગ્ર વિશ્વમાં ચાલી રહેલી કોરોના નામના ભયાનક રોગની મહામારી અને એનાં બિહામણાં સ્વરૂપ અને ખોફથી બચવા છેલ્લા એક વર્ષથી શાળામાં આવી શક્યું નથી. અમે પણ મજબૂર અને લાચાર છીએ કે એને અમે વધારે સમય અમારી શાળામાં બોલાવી શક્યા નથી.અમારી શાળા આપના પંખીડાઓ વિના સુની પડી ગઈ છે. છેલ્લાં એક વર્ષથી અમે શાળામાં ફરજપરસ્ત હોવાથી જોખમો ખેડીને પણ આવીએ છીએ. શાળામાં અને શાળાના મેદાનમાં અમને એક એવાં હજારો બાળકોના અવાજનો ભાસ થયા કરે છે અને ઘણી વાર અમારું હ્રદય ભાંગી પડે છે. ઘણા શિક્ષકોની આંખમાં ઝળઝળિયાં આવી જાય છે ! ઘણાંના હ્રદયમાં તમારા બાળકોને ન ભણાવી શકવાની વ્યથા છે. સવારથી સાંજ સુધી કલરવ કરતાં આ ફુલડાઓ ક્યાં સંતાઈ ગયા ? એવાં પ્રશ્નો અમને થયાં કરે છે. પણ કુદરતના આ કાળા કેર સામે અમે કાંઈ કરી શકીએ નહીં.
પણ વાલીશ્રી આપ ચિંતા ના કરતા. કોઈ વસ્તુ કાયમ નથી રહેતી. કાલ સવાર પડશે ને સોનાનો સૂરજ ફરી ઉગશે. ફરી આપણે સાથે મળી આ અદ્રશ્ય શત્રુને મ્હાત કરીશું અને ફરી આપણે વિજેતા બનીશુ. ત્યાં સુધી આપના બાળકને ઘરે સાચવજો. અમે મહેનત કરીને, શીખીને તૈયાર કરેલાં કે અમારા જેવાં અન્ય શિક્ષકોએ તૈયાર કરેલાં પાઠો કે અભ્યાસલક્ષી સામગ્રી આજે પણ ઓનલાઈન ફોરવર્ડ કે શેર કરીએ છીએ. તમારા બાળકોને શીખવજો કે આ બધાંનો લાભ લઈને અભ્યાસમાં કમી રહેલી બાબતો શીખે. વળી અમે તમારા બાળકોને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ જ.
વળી એમને શીખવ કે આ પૃથ્વીના માલિક આપણે એકલા નથી. આ પૃથ્વી ઉપર સૂક્ષ્મમાં સૂક્ષ્મ સજીવ હોય કે નિર્જીવ દરેક જીવને સ્વતંત્ર રીતે જીવવાનો અધિકાર છે. આ સૃષ્ટિના અસ્તિત્વને ટકાવી રાખવામાં આપણો મોટો ફાળો છે. એનામાં સારી ટેવોનું પ્રત્યારોપણ કરજો. એ પણ શીખવજો કે આપણે સાચી લગન અને મહેનતથી ભણીશું તો ડોક્ટર કે ઈજનેર કે મોટા બિઝનેસમેન બની શકીશું.
પણ એ પહેલાં એ પણ શીખવજો કે જો એક સારા પુત્ર, પિતા, પતિ, ભાઈ, મિત્ર કે સારા વિદ્યાર્થી કે સારા નાગરિક નહીં બનીએ તો આપણું ભણેલું બધું ધૂળ થઈ જશે. અમને ખબર છે કે આપનુ બાળક શાળામાં નથી આવતું એનું શિક્ષણ બગડી રહ્યું છે પણ ચિંતા ના કરશો, અમને તક મળશે તો થોડા મૂળાક્ષરો અને થોડા અંકોને વ્યવસ્થિત ગોઠવી અમે સડસડાટ બોલતા કરી દઈશું...મતલબ એને જે તે ધોરણનું વ્યવહારું અને ઉપયોગી જ્ઞાન શીખવી દઈશું.
જીવનમાં અમે શીખવેલા શબ્દો ભૂલી ના જાય એ માટે શબ્દો અને અંકોનો ક્યાં ઉપયોગ કરવો એ જરા શીખવતાં રહેજો. સાથે સાથે એને એના જન્મ વખતના સાચવેલા બાળોતિયા બતાવજો કે માણસના જીવનની શરૂઆત અહીંથી થાય છે અને ઘડીક સમય મળે તો સ્મશાન ઘાટ સુધી લઈ જજો, અથવા જીવનની વરવી વાસ્તવિકતાથી પરિચિત કરાવશો. અને ત્યાં પડેલા સફેદ વસ્ત્રને બતાવીને કહેજો કે બેટા માણસનું આ અંતિમ સરનામું છે. માણસના જન્મ વખતનું બાળોતિયું તેની સાથે તેના જેટલું જ મોટું થયું છે પણ દીકરા તું કદ કરતા વધારે વેંતરવાની લાહ્યમાં કોઈ નિર્દોષના જીવને દુભાવતો નહીં.
વાલીશ્રી આપના બાળકોને શાળામાં આવતાં જ હું અને અમે એને ડુંગળીના કોષો વિશે શીખવીશું પણ આપની પાસે છે ત્યાં સુધી એને કોઈ ખેતરની મુલાકાત લેવડાવી ડુંગળીના વાસ્તવિક છોડને બતાવી કહેજો કે એનું ઝાડ ના હોય. અને હા એને અમે પુસ્તકમાં આવતી વિવિધ વનસ્પતિઓ વિશે જરૂર ભણાવીશું પણ તમારી પાસે છે ત્યાં સુધી એને વાસ્તવિક વનસ્પતિઓ દેખાડીને એનામાં વૃક્ષો અને પર્યાવરણની જાળવણી માટે સંસ્કાર આપજો ને કહેજો કે આ વૃક્ષોમાંથી મળતા ઓક્સિજનના અભાવના કારણે કેટલાય લોકો હમણાં મૃત્યુ પામી રહ્યાં છે ! ..એમ કહી એનામાં થોડી લાગણીઓ ભરજો... એને એ પણ શીખવજો કે આપણી સરહદો તો આપણા સૈનિકો સાચવે છે અને ત્યાં દુશ્મન દેખાય તો તેથી તેને મારી પણ શકાય છે. પણ તારા દેશમાં આ કુટેવોરૂપી, કુસંસ્કારોરૂપી જે અદ્રશ્ય દુશ્મનો છે તેને જોઈ શકાતા નથી અને એ આપણાં દેશને અને આપણાં સમાજને અંદરથી ખોખલો બનાવી નાખે છે. પણ તારા શિક્ષણથી અને સંસ્કારોથી તારા સમાજ અને દેશનું ભલું કરજે.
વાલીશ્રી એને કલમ ઉપાડતા તો હું શીખવી દઈશ પણ આ દેશની રક્ષા માટે સમય આવે હથિયાર ઉપાડવાની હામ પણ આપ આપજો. અને આમાંથી કંઈજ ના થાય તો આપનું બાળક ઘરે છે ત્યાં સુધી એને સારામાં સારી વીર પુરુષોની વાર્તાઓ કહી સંસ્કારોનું સિંચન કરજો. આ પણ શિક્ષણનો એક ભાગ છે. એ પણ એક મોટી દેશસેવા જ છે.
આશા રાખું કે અમારી આટલી શિખામણો ઝાંપા સુધી નહીં રાખો. પણ આપના બાળકમાં સિંચિત કરી આપનું અને સૌનું ભલું કરવામાં સહભાગી બનશો.
આ મહામારીમાંથી આપણે સૌ વહેલી તકે મુક્ત થઈએ એવી અભિલાષા સહ. આજે આટલું જ...
🙏🙏🙏
Stay safe, keep safe.
લિ.
અમે,
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના સૌ...
નીચેની કવિતા પણ વાંચશો. 👇
1
बच्चों को मंहगे त्यौहार नहीं,
उन्हें संस्कार दीजिये।
उनको अपनी अच्छी सीखों,
का उपहार दीजिये।।
आधुनिक खिलौने तो ठीक है,
परन्तु उनके लिए तो।
कैसे करें बड़ों से बात वह,
उचित व्यवहार दीजिये।।
2
बच्चों को अभिमान नहीं,
स्वाभिमान सिखाइये।
आलस्य नहीं गुण उनको,
काम के बताइये।।
बच्चों को चमक ही चमक,
नहीं चाहिये रोशनी।
दिखावा नहीं आदर आशीर्वाद,
का गुणगान दिखाइये।।
3
बच्चों को भी सिखाइये कैसे,
बनना है आत्मनिर्भर।
प्रारम्भ से ही बताइये कैसे,
चलना है जीवन सफर।।
अच्छी आदतें पड़ती हैं अभी,
कच्ची मिट्टी में ही।
जरूर सुनाइये कथा साहस की,
दूर करना है उनका डर।।
4
नींव ही समय है बनने को,
बुलंद इमारत का।
कैसी होगी आगे की जिन्दगी,
उस इबारत का।।
आगे बढ़ने के गुण डालिये शुरू,
से ही भीतर उनके।
वह शुरू से ही पाठ पढ़ें मेहनत,
और शराफत का।।
પત્ર - 2
*પ્રિય વિદ્યાર્થીઓ/વાલી મિત્રો*
*ઘરના સર્વે કુશળ હશો....*
*હાલ ચાલી રહેલી કોરોના મહામારી ને રોકવા અને તેનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? તો આપણને એમ થાય કે, આમાં તો આપણે શું કરી શકીએ? આ તો આપણા હાથમાં ક્યાં છે.... નહીં...એવું નહીં વિચારતા.*
*આ કોરોના ને હરાવવો અને તેનાથી બચવું તે આપણા જ હાથની વાત છે.જે કાંઈ કરવાનું છે તે આપણેજ કરવાનું છે.આની શરૂઆત મારથીજ કરું પછી મારુ ઘર કુટુંબ >પાડોશી >શેરી>ગામ આમ કરતા સમગ્ર રાજ્ય અને દેશ માંથી કોરોના ને નેસ્તનાબૂદ કરવાનો છે.તો તેના માટે શું કરવાનું તે આજે બધાને ખબર છે પણ કરતા નથી તેમાં આપણી આળસ બેદરકારી અને અણસમજ છે તે દૂર કરી ને એક દ્રઢ સંકલ્પ કરો કે, આજથી જ્યાં સુધી દેશમાં એકપણ કોરોનાનો કેસ હશે ત્યાં સુધી હું નીચેની બાબતો નું પાલન કરીશ અને કરાવીશ.*
*માસ્ક પહેરીશ અને પહેરાવીશ*
*બીજા કોઈપણ થી ૬ ફૂટ દુર રહીશ*
*વારંવાર સાબુ થી હાથ ધોઈશ*
*સેનીટાઇઝર નો ઉપયોગ કરીશ*
*કામ સિવાય બહાર જઇશ નહીં*
*લોકોની ભીડ હોય ત્યાં નહિ જવું*
*પાડોશી કે મિત્રો માં બેસવા નહિ જવું*
*લગ્ન, મરણ કે અન્ય પ્રસંગ માં જવાનું હમણાં બંધ*
*દુકાન હોટલ કે પડીકા નું ખાવાનું બંધ*
*બરફ ગુલ્ફી ઠંડાપીણાં, આઈસ્ક્રીમ કે ફ્રીઝ ની તમામ વસ્તુ બંધ*
*બહારથી લાવેલી વસ્તુ ને ગરમ પાણીમાં કે તડકામાં તપાવો*
*ઘરમાં કોઈ બીમાર થાયતો બધાજ માસ્ક પહેરો અને ૬ ફૂટ નું અંતર રાખો*
*આદુ હળદર સુંઠ કાળામરી, તુલસી, લવીંગ, લીંબુ આટલી વસ્તુ કોઇપણ રીતે દૂધ ઉકાળો કે રાબ બનાવીને બે ટાઈમ સવાર સાંજ ખાસ પીવો*
*ગરમ પાણીમાં અજમો અને બામ નાખીને વરાળ લો બે ટાઈમ*
*લીંબુ કે ફટકડી ના ગરમ પાણીના કોગળા કરો બે ટાઈમ*
*૧૮ વર્ષ થી મોટાએ બધાએ ફરજિયાત કોરોના ની રસી લેવી*
*શરીર અને ઘર ની સ્વચ્છતા જાળવો*
*બસ મિત્રો આટલું કરો અને બીજાને કરાવો તો તમે તમારી અને કુટુંબની સાથે શેરી ગામ સગાંવહાલાં*
*મિત્રો બધાને આનો ખાસ અમલ કરાવીને બહુ મોટી સેવા અને રાષ્ટ્ર ભક્તિ નું કામ કર્યું કહેવાય.આજની આ કોરોના મહામારી માંથી ઝડપથી આપણે સૌ બહાર આવીએ તેવી ભગવાનને પ્રાર્થના. 🙏
❤
ReplyDeleteઆભાર...🙏
DeleteThanks
ReplyDelete