યશકલગીમાં એક પીછું...



ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશનના ઉત્સાહી અને પ્રયોગશીલ આચાર્ય શ્રી જયંતીભાઈ આઈ.પરમાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યુ ટ્યુબ ચેનલ માટે ઓનલાઈન શિક્ષણ આપવાના પ્રોજેકટ અંતર્ગત તજજ્ઞ તરીકે પસંદ થયાં હતાં. 

બાદમાં એમણે બાયસેગ ખાતે ઉપસ્થિત રહીને ધોરણ 11 અંગ્રેજી વિષય ( S.L.)ના એક પાઠનું રેકોર્ડિંગ કરાવ્યું હતું. જે પૈકીના 55, 55 મિનીટના ત્રણ વીડીયો આ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યાં છે. જે શાળા અને ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે.

આ અંગે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ કે. દવે તથા મંત્રી શ્રી રશ્મિનભાઈ શાહે એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી. 

એમનાં પાઠની લિન્કો નીચે મુજબ છે. જે કોપી કરીને યુ ટ્યુબના સર્ચ બોક્સમાં નાખીને જોઈ શકશો. 

1. https://youtu.be/4zwTZ3UTz4w

2. https://youtu.be/Ew48UHx_QNo

3. https://youtu.be/xPc-QF2TQj0

આ વીડીયો શક્ય એટલાં વધારે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં ફીડ બેક જરૂર આપશો. 

Comments

Post a Comment

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...