ભણતર સિવાયનું જ્ઞાન આપો.

*ભણતર સાથે ગણતર કોને કહેવાય* 

તેની થોડી ઝલક જુઓ, વિચારો, અપનાવો.

આ વર્ષે આમ જુઓ તો સળંગ છેલ્લા બે માસ થી સ્કુલ કોલેજો બંધ છે online શિક્ષણ તેમજ વેબિનારથી કઈક અંશે શિક્ષણ અને તાલીમ કાર્યક્રમો થઈ રહ્યાં છે. તમારા બાળકોની એક સર્વાંગ કેળવણીના ભાગ રૂપે નીચે મુજબની પ્રવૃત્તિ વડીલો અને જાણકારોની મદદથી કરાવી બાળકો તેમજ મોટાંઓને પણ તાલીમ આપો, આવી અનેક પ્રવૃત્તિ તમે પણ શોધી કાઢો જેથી મોબાઈલ TV ગેમથી અલગ રીતે સમય પસાર થાય.


(1)  બાળકોને ચોપડીનું પૂંઠું ચડાવતા શીખવાડો. 

(2)   બાળકોને છાપા માંથી પડીકું વસ્તુ રાખીને કેમ વાળી શકાય? સમજાવો.

(3)   દીવાલ ,ચપ્પલ ,ફર્નીચર માં ખીલી કે સ્ક્રુ કેમ બેસાડાય તે  શીખવાડો. 

(4)   ઈસ્ત્રી,કુકર,ગીઝર,મિક્સર, ઓવન,સૂર્ય કુકર,ઘરઘંટી વોશિંગ મશીનનો ઉપયોગ કરતા શીખવાડો. 

(5) વીજળીનો ફ્યુઝ ઉડી ગયો હોય તો કેમ બંધાય , પ્રાયોગિક જાણકારી આપો. 

(6) ગેસ નું સીલીન્ડર કેમ ફીટ કરાય ,કઢાય ખોલ ફીટ કરી તેની પાસે કરાવો. 

(7) રેલ્વે,બસોનું સમયપત્રક કેમ જોવાય તેમજ online બુકિંગ કેમ કરાય  શીખવાડો. 

(8) કચરો વાળતા આવડે,  ક્યાં કેવી સાવરણી વપરાય , કયાં સાવરણો વપરાય , કરાવો સમજાવો.

(9) પોતું કરતા આવડે ,બાથરૂમ સંડાસ એસીડ ફીનાઇલ, પાવડરથી કેમ સફાઈ કરાય તાલીમ આપો. 

(10) કપડા ધોતાં ,ગળી કરતા શીખવાડો. સુતરાઉ , રેશમી,નાયલોન,ગરમ,ખરબચડા, નાના,મોટા, સફેદ રંગીન વગેરે વિવિધ પ્રકારના કપડાં ધોવામાં શો ફેર છે તેની પ્રેક્ટીકલ સમજણ આપો. 

(11) શાકભાજી, અનાજ, કરિયાણું મસાલા કેમ ખરીદાય , શાક કેમ સુધારાય એની તાલીમ અને સમજણ આપો.

(12)  ફૂલોની માળા કે આસોપાલવનાં તોરણ બનાવતા શીખવાડો. 

(13) ચેક લખતા ,બેંકમાં સ્લીપ ભરતા, બેન્કિંગ વ્યવહારો કરતાં યોગ્ય રીતે સરનામું લખતાં શીખવાડો. 

(14) નકશાનો અભ્યાસ કરી શહેર ,જીલ્લા રાજ્ય દેશ દુનિયાની ભોગોલિક સ્થિતિ નક્કી કરતા  સમજાવો. 

(15) શેરડીનો સાંઠો છોલતાં, સૂડી, દાંતરડું, પકડ, પાનાનો પરિચય તેમજ ઉપયોગની તાલીમ આપો. 

(16) વણવપરાયેલ નોટ,ચોપડાનાં પન્નામાંથી રફ ચોપડો કેમ બનાવાય ,ફાઈલ કેમ કરાય, શીખવાડો. 

(17) કઈ ઋતુમાં ક્યાં શાકભાજી, ફ્રુટ અનાજ તેલ મળે તેની જાણકારી આપો.

(18) શેતરંજી, પથારી કેમ પથરાય, પાગરણ કેમ ગોઠવાય તેની પ્રત્યક્ષ તાલીમ આપો. 

(19) પોતાનો તેમજ પોતાના પરિવારનો યોગ્ય તેમજ સન્માનપૂર્ણ રીતે પરિચય કેમ અપાય, સમજાવો.

(20) બુટ પાલિશ કરતા, કપડાંની ગડી કરતા ,સંકેલતા આવડે એ  જરૂરી છે. 

(21) કુંડામાં કે જમીનમાં છોડ કેમ રોપાય , કેમ માવજત થાય પાણી પવાય તે જાણકારી,તાલીમ આપો.

(22) ઇંચ ,ફૂટ , મીટર ,ઉચાઈ લંબાઈ કેમ મપાય, જુદાં જુદાં વજનની સમજુતી તેમજ સંબંધ જાણે એવું કંઈક કરો.

(23)  ગાતાં, દોડતાં,ચિત્રકામ, રંગોળી ,અક્ષરોનું પેન્ટીંગ ,સુંદર અક્ષર લેખનની તાલીમ આપો. 

(24) નળનાં આટા ,તેની કીટ પાણીની ઘરેલું વ્યવસ્થા ,ટપકતું પાણી નિવારણ વિષે પ્રત્યક્ષ સમજાવો. 

(25) સોય દોરથી બટન અને કપડાં સાંધતા, જુના કપડાંમાંથી ઉપયોગી ઘરવસ્તુ બનાવતાં શીખવાડો.

(26) પાનું પકડ કે રીપેરીંગના ઓજારોનો ઉપયોગ કરતાં શીખવો.

(27) કોશ, કોદાળી, દાંતરડું, કાતર, કુહાડી, ખરપીયું, ત્રિકમ, તગારાને ઓળખાવો અને ઉપયોગ કરાવો.

(28) સગા સંબંધી મિત્રો ધંધાભાઈઓનાં કોન્ટેક નંબર સરનામાંની ડાયરી સ્ટીકર બનાવરાવો.

(29) તમારા ગામની સરકારી, અર્ધ સરકારી, તેમજ બેન્કિંગ સંસ્થા તેમજ મોટી કંપનીની જાણકારી આપો.

(30) ઘરના જરૂરી કાગળો, સર્ટીફીકેટ દસ્તાવેજોને યોગ્ય રીતે ફાઈલ કેમ કરાય તેની સમજ તાલીમ આપો. 

(31) કઈ ઓફીસમાં કયું કામ થાય તેની તેમજ તેની સીસ્ટમની  તાલીમ આપો. 

(32) તમારા, તમારા પત્નીપક્ષનાં તમામ સગાનો એક ચાર્ટ બનાવી પરિચય આપો. વિશેષતા બતાવો.

આવાં અન્ય ઉપયોગી મુદ્દા આપ ઉમેરી શકો છો. બાળકોને પ્રત્યક્ષ અને વ્યવહારું જ્ઞાન આપવું ખૂબ જ જરૂરી છે. 

પ્રયત્નશીલ રહો.

સૌથી વધુ આપણે એ વિચારવાનું છે કે આજકાલ વિદ્યાર્થી અને યુવા વર્ગમાં એકાગ્રતા, સ્મરણશક્તિ તેમજ માનસિક સંતુલનની ખુબ જરૂર છે. તેથી ધ્યાન કરવું , તેનો નિયમિત અભ્યાસ સતત કરાવવો ,જેથી માનસમાં મૂળથી સમજણ, ગંભીરતા, ઊંડાણ, મુલ્યો આવશે. 

   આ  નાની નાની વાતોથી બાળક તેમજ મોટાને પણ પરિવારલક્ષી, સમાજલક્ષી જીવનલક્ષી અનુભૂતિથી જાણકારી મળશે. અહીં આપેલ મુદ્દાને દરરોજ થોડાં થોડાં કરી જુદી જુદી વ્યક્તિ પાસે સમજણ તાલીમ આપવી કે અપાવવી.જે સહુ ને માટે એક અદભુત અનુભવ બની રહેશે........

આભાર....🙏🙏🙏

Comments

Popular posts from this blog

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

NSS ની એકદિવસીય શિબિર...