પઝલ્સ્, કોયડા, ઉખાણાં, મગજ કસો
નંબર - 1
આજે એક રમત મોકલું છું જોઈએ કોણ પહેલા જવાબ મોકલે છે.
* દરેક પ્રશ્ન ના જવાબ માં છેલ્લે *રી* આવવો જોઈએ.
1..પિતાને વ્હાલી.. જવાબ:- *દીકરી*
2..એક ફરસાણ
3.. દેશી પીઝા
4..તોફાની છોકરાઓ કરે
5..માતા પિતાની કરવી જોઈએ
6..લગ્ન ન થયેલા હોય એવી કન્યા
7..શાકભાજી વાળો શાક વેચવા આનો ઉપયોગ કરે.
8..મહેનત કરી ને મજદૂર મેળવે
9..સૂટકેશ બનાવતી કંપની
10..ડોકટર નેનેની પત્ની
11..દોસ્તી
12..કપડાં મુકવા જેની જરૂર પડે
13..કપડાં સૂકવવા ઉપયોગ કરવો
14.. સ્ત્રી નું ઉપનામ
15..રામાયણ નું પાત્ર
16..ભજીયા સાથે તેલ માં પડે
17..આ લાગે તો પૈસાદાર બની જઈએ
18 નાના બાળકો ની વાર્તા માં આવતી સહુની વ્હાલી..
19.. શાક સુધારવાનું સાધન
20..બીમાર ન થવું હોય તો પાળો
21.. એક સૂકો નાસ્તો
22..સુરત ની વખણાતી મીઠાઈ
23..મીઠું જો વધારે હોય તો રસોઈ લાગે..
24..જો જવાબ ન આવડે તો સવાલ વાંચજો
25.. છેલ્લે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો...
*જવાબો ના આવડે તો જોવા માટે...
નંબર - 2
*દિમાગી કસરત😇😇*
કોરોના ના નેગેટિવ મેસેજ જોઈ..., સાંભળી... વાંચવા કરતા... તેનાથી દૂર રહી... આપનું ધ્યાન... આમાં કેન્દ્રીત કરી... પોતાનું જ્ઞાન વધારો 🙏🙏😂😂
👉 ગુજરાતીમાં કહેવત પરીક્ષા...નીચેની કહેવતો પૂરી કરો...કહેવત માં કાનો, માત્ર જેવું બધું જોડી શકાશે.
1) હ થ ન ક ય હ ય વ ગ
જવાબ:- હાથના કર્યા હૈયે વાગે
2) અ ત લ ભ ત પ પ ન મ ળ
3) પ ત્ર ન લ ક્ષ ણ પ ર ણ મ
4) ર મ ર ખ ત ન ક ણ ચ ખ
5) દ ગ ક ઈ ન સ ગ ન હ
6) મ ખ મ ર મ બ ગ લ મ છ ર
7) ક ક ર ક ક ર પ ળ બ ધ ય
8)ન વ ર બ ઠ ન ખ્ખ દ વ ળ
9) અ ન્ન ત વ અ ડ ક ર
10) અ ણ ચ ક્ય સ વ ર જ વ
11) અ ગ ળ થ ન ખ વ ગ ળ
12) અ ક પ થ દ ક જ
13) ક ટ પ ટ બ ટ મ ટ પ ટ પ ટ
ચાલો લાગો કામે, જવાબ ન મળે તો જવાબ જોવા નીચે
Comments
Post a Comment