ગુજરાતી
*શાકભાજી ના નામ શોધવા ની રમત*
ગમ્મત સાથે જ્ઞાન
*નીચે આપેલા વિવિધ વાક્યોમાં અલગ અલગ જગ્યાએ શાકભાજી ના નામ છુપાયેલા છે તમારે આખું વાક્ય વાંચી તેમાં કઈ જગ્યાએ શાકભાજી નું નામ છે તે શોધી કાઢવાનું છે*
૧) આશા અને અમર ચાંદો જુએ છે
૨) બીજી ઓક્ટોબરથી ખાદી પર વળતર મળે છે
૩) ગોપાલે ગોફણ સીધી નિશાન પર મારી
૪) આ શાક નો વાટકો બીજલ ને આપ
૫) કાકીના સગા જરદાલુ ના પેકેટ લાવ્યા
૬) ટીનુ આખું વડું ગળી ગયો
૭) ગોપાલ કટક ગયો
૮) લે ફુગ્ગો ફુલાવ રડ નહીં
૯) જાદુગરનો જાદુ ધીમે ધીમે જામવા લાગ્યો
૧૦) જાગુ વાર-તહેવારે નવા કપડા પહેરે છે
૧૧) નિશા ફાલતું રીયાઝ માં સમય બગાડે છે
૧૨) જુગલ કામકાજમાં નિપુણ છે
૧૩) અમર તાળુ મારીને બહાર ગયો
૧૪) શીતલ સણસણતા કોલસાથી દાઝી ગઈ
૧૫) વડ પરથી ગુલાબ ટેટા તોડે છે
૧૬) લોકો સામેથી સહકાર આપે છે પણ
૧૭) આભાને વિભા જીકારો આપે છે
૧૮); કોઈ સાથે ફાલતુ વેર ન બાંધવું
૧૯) છોકરાવ ટાણાસર જમી લેજો
૨૦) શાંતિ કાકા કડિયા ને બોલાવવા ગયા
૨૧) હોનારતમાં સરકારે લાખોની રાહત આપી
૨૨) તાવમાં ઝટપટ મેટાસીન ખાઈ લેવી
જવાબો....
૧-મરચાં
૨-પરવળ
૩-ફણસી
૫-ગાજર
૪-કોબીજ
૬-ડુંગળી
14 lasan
Palak
15 bateta
16 methi
17bhaji
૧૦-ગુવાર
૮ ફુલાવર
18 Tuver
19 vatana
20 kakdi
21 Karela
લસણ
બટેટા
મેથી
ભાજી
તુવેર
વટાણા
કાકડી
કારેલા
ટમેટા
👏👏👏👏👏👏👏👏
👉🏻 આપણા ભુલાએલા શબ્દો યાદ કરવા છે જેમ કે 👇
ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો)
મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો)
શિપર ( સપાટ પથ્થર )
પાણો ( પથ્થર)
ઢીકો (ફેંટ મારવી)
ઝન્તર (વાજિંત્ર)
વાહર (પવન)
ભોઠું પડવું ( શરમાવું )
હટાણું. ( ખરીદી કરવા જવું )
વતરણું ( સ્લેટ ની પેન)
નિહાળીયા (વિદ્યાર્થી )
બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ )
રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ)
નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે)
ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે)
ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો)
ખાહડા ( પગરખાં)
બુસ્કોટ ( શર્ટ )
પાટલુન ( પેન્ટ)
ભીસ્કુટ ( બિસ્કીટ )
ફારશયો ( કોમેડિયન )
ફારસ. ( કોમિક )
વન્ડી. ( દીવાલ )
ઠામડાં ( વાસણ )
લેવકળો ( માગ માગ કરનાર )
ભેરુ (દોસ્ત )
ગાંગરવુ. (બુમાબુમ કરવી)
કાંઠાળો ( હાઈટ વાળો )
ડણક ( સિંહ ની ત્રાડ)
બકાલુ (શાક ભાજી )
વણોતર ( નોકર)
ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા)
રાંઢવુ ( દોરડું )
દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા )
પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા )
અડબાવ (ખોટું ઉગેલું ઘાસ)
દકતર (સ્કૂલ બેગ)
પેરણ. (પહેરવેશ ખમીસ)
ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો)
બાક્સ (માચિસ )
નિહણી ( નિસરણી)
ઢાંઢા ( બળદ )
કોહ ( સિચ્ચાંઈ માટે નું કૂવામાંથી પાણી ખેંચવાનું સાધન)
વેંત ,(તેવડ, ત્રેવડ)
હડી કાઢ (દોડાદોડ,,)
કળી ( ઝીણા ગાઠીયા )
મેં પાણી. ( વરસાદ )
વટક વાળવું (બદલો લેવો)
વરહ (વર્ષ,)
બે ખેતર વા ,( દુરી નું એક માપ)
વાડો(ઘર પાછળનો કાંટાની વાડ વાળો ખુલ્લો ભાગ)
૧ ગાવ (અંતર)
બાંડિયું(અડધી બાંયનું ખમીસ)
મોર થા ,( આગળ થા)
જિકવું (ફટકારવું)
માંડવી(શીંગ)
અડાળી( રકાબી)
સિસણ્યું (કૂવામાંથી પાણી ખેંચવાનું દોરડું)
દા આવવો (દાવ આપવો -લેવો )
વાંહે (પાછળ)
ઢીસ્કો ( ઠીંગણા)
બૂતાન (બટન)
બટન( સ્વીચ )
રેઢિયાર (રણીધણી વગર કોઈ માલિક ના હોય તેવું)
શિરામણ..સવારનો નાસ્તો
રોંઢો....સાંજનો નાસ્તો
માંગણ....માંગવા વાળા
વાળું...રાત્રિનું ભોજન
હાથ વાટકો...ગમે ત્યારે કામમાં આવે એવું
માંચો (ખાટલો)
વળગણી (કપડાં સૂકવવા ની દોરી)
પછીત (ઘરની પાછળ ના ભાગની દીવાલ)
ટીમણ.. ( બપોરનું ભોજન)
*કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ*...
▪અમે ફરવા નહીં *રખડવા* જાઈયે,
▪અમે જમીએ નહીં *ખાઈએ*,
▪અમારે ત્યાં વાસણ નહીં *ઠામ* હોય,
▪અમે કપડા નહીં *લુગડા* પેરીયે,
▪અમે ચાલીએ નહીં *હાલીયે*,
▪અમે મગફળી ને *માંડવી* કહીયે,
▪અમે બારણા ને *કમાડ* કહીયે,
▪અમે વરસાદ ને *મેહ* કહીયે,
▪અમે માટલું નહીં *ગોળો* કહીયે,
▪અમે મોટર સાયકલ નહિ
*ભટભટીયૂ* કહીયે,
▪અમે ઝુલીએ નહિ *હીચકીયે*,
▪અમારે ધરે ઝૂલો નહીં *ખાટ* હોય,
▪અમારે કાર નહી *ગાડી* હોય,
▪અમે યાત્રા એ નહી *જાત્રા* એ જઈયે,
▪અમારે ત્યાં લગ્ન નહીં *લગન* હોય,
▪અમે સ્કૂલ નહીં *નીહાળે* જઈયે,
▪અમે ખરીદવા નહીં
*હટાણુ* કરવા જઈયે,
▪અમે વસ્તુ રીપેર નહીં *હમી* કરાવીયે,
▪અમે બીમાર નહીં *માંદા* પડીયે,
▪અમારે ત્યાં મેહમાન નહીં *મેમાન* આવે,
▪અમે સ્મશાન યાત્રામાં નહીં
*આભડવા* જઈયે,
▪અમે સ્નાન ના કરીએ *નાહીએ*
▪અમે સ્કૂલ મા નહિ
*નિહાળ* મા ભણીયે,
▪અમે વસ્તુ ના કેટલા રૂપિયા નહીં
કેટલા *પૈસા* થયા તેમ પુછીયે,
▪અમને શિક્ષક નહીં *માસ્તર* ભણાવે,
▪અમે સવારે બ્રેકફાસ્ટ નહીં
*શીરામણ* કરીયે,
▪અમે બપોરે લંચ નહીં *બપોરો* કરીયે,
▪અમે બપોર પછી
હાઈ ટી નહીં *રોંઢો* કરીયે,
▪અમે સાંજે ડીનર નહીં *વાળુ* કરીયે,
▪અમે સુઈ જાય નહીં *હુઈ જા*, કહીયે
▪અમે ગીત નહીં *ગાણા* સાંભળીયે,
▪અમે દુર જા નહી *આઘો જા* કહીયે,
▪અમે નજીક નહીં *ઓરો આવ* કહીયે,
*આ તળપદી અને મીઠુડી વાણી અમારી આગવી ઓળખ છે.*
*ભાઈ અમે કાઠીયાવાડી ...*
કાઠીયાવાડી ભાષાનું અદભુત શબ્દભંડોળ.
●●●
જોડણીના સામાન્ય નિયમો!
સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.
આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.
(1) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...
(2) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.
દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...
(3) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી.
દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...
(4) ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત,ઇચ્છિત.વગેરે....
(પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી.
દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક,વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક,દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક,ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે...
(૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી
દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા,ગાંઠિયા, ઘડિયાળ, કાઠિયાવાડ,પટોળિયા વગેરે...
(૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.
દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય,આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય,સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...
(૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...
સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ
(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ,કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ,મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી
(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય,ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં,એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો,ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર,નાળિયેર, ફેરિયો.
(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ,ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.
(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની,સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની,હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની,નંદિની, પદ્મિની.
(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા,સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.
(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે -
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર,લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો,ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર,પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ,મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર,વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર,શૂન્ય, મૂલ્ય, દીક્ષા.
(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં....
ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.ક્રિયા કરતા શબ્દો અનુસ્વાર જવું ,ખાવું વગેરે...
●●●
સમાનાર્થી શબ્દો...
લોચન:- ચક્ષુ, આંખ, નયન, નેણ, દગ, નેત્ર, આંખ્ય, ઈક્ષણ , લિપ્સા, ચાક્ષુસ, આર્ક્ષ, નેન
અવાજ:- રવ, ધ્વની, નિનાદ, શોર, ઘોઘાટ, ઘોષ, સ્વર, બૂમ, વિરાવ, કલરવ, કિલ્લોલ, શબ્દ, સૂર, કંઠ, નાદ
આકાશ:- વ્યોમ, નભ, અંબર, આભ, ગગન, અંતરિક્ષ, અવકાશ, આસમાન, ગયણ, સુરપથ, વિતાન, નભસિલ, ફલક
રજની:- રાત્રિ, નિશા, ક્ષિપા, શર્વરી, યામિની, વિભાવરી, નિશીથ, ઘોરા, દોષા, ત્રિયામા, રાત
સાગર:- સમુદ્ર, ઉદધિ, રત્નાકર, અબ્ધિ, દરિયો, સમંદર, અંભોધી, મહેરામણ, જલધિ , અર્ણવ , સિધુ, અકૂપાર, મકરાકટ, કુસ્તુભ, સાયર, જ્લનિધી, દધિ, સાયર, અર્ણવ, રત્નાકર, મહેરામણ, મહોદધિ
નસીબ:- ભાગ્ય, કર્મ, કિસ્મત, ઇકબાલ, નિયતિ, વિધાતા, પ્રારબ્ધ, દૈવ, તકદીર
સુવાસ:- પમરાટ, મહેંક, પરિમલ, સૌરભ, મઘમઘાટ, ખૂશ્બુ, વાસ, પીમળ, સુગંધ, પરિમણ, ફોરમ,
ધરતી:- પૃથ્વી, ધારિણી, વસુંધરા, વસુધા, અવનિ, વિશ્વભંરા, અચલા, વસુમતી, ધરા, ભોય, જમીન, ભોમકા, ધરિત્રી , ક્ષિતી, ધરણી, ભૂપુષ્ઠ , મેદિની, ભૂતળ, પ્રથમી, ભૂમિ, ઈલા, ઉર્વી, ભૂલોક, રત્નગર્ભા, અવનિ,
સૂરજ:- રવિ, સૂર્ય, શુષ્ણ, ચંડાશુ, માર્તડ, પુષ્કર, દીશ, અર્યમા, આદિત્ય, ચિત્રભાનુ, તિગ્માંશુ, મધવા, અંશુમાલી, મરીચી , ખગેશ, ભાણ, વિભાકર, ક્લિંદ, સવિતા, ભાસ્કર, દિવાકર, ભાનુ, દિનકર, ખુરશદે, કિરણમાલી, મિહિર, દિનકર, આફતાબ, આદિત્ય, અર્ક, ઉષ્ણાંશુ, દીનેશું
પંકજ:- કમળ, પદ્મ, અરવિંદ, નલિન, ઉત્પલ, અંબુજ, જલજ, સરોજ, રાજીવ, સરસિજ, નીરજ, શતદલ , તિલસ્મી, તોયજ, પુંડરિક, કોકનદ, કુવલય, કુસુમ, વારિજ, પોયણું,
ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ , આલિ, ભૃંગ, ઘંડ, મકરંદ, શિલીમુખ, મધુપ, દ્વિફ
પાણી:- જલ, સલિલ, ઉદક, પય, વારિ, અંબુ, નીર, આબ, તોય, તોયમ
વિશ્વઃ- સૃષ્ટિ, જગ, જગત, દુનિયા , સંસાર, લોક, આલમ, બ્રહ્માંડ, ભુવન, ખલક, દહર
દિવસ:- દહાડો, દિન, દી ,અહ્ર (આજ),
રાત:- રાત્રિ, રાત્રી, નિશા, નિશ, રજની, તમિસ્ત્
ચાંદની:- ચંદની, ચાંદરડું, ચાદરણું, ચંદ્રકાંતા, ચંદ્રજ્યોત, ચંદ્રપ્રભા, ચંદ્રિકા, ચાંદરમંકોડું, કૌમુદી, જયોત્સના, ચંદ્રિકા, ચન્દ્રપ્રભા
શાળા:- શાલા, નિશાળ, વિદ્યાલય, વિદ્યામંદિર, શારદામંદિર, વિનયમંદિર, જ્ઞાન મંદિર, ફૂલવાડી, મકતબ, અધ્યાપન મંદિર, બાલમંદિર, શિશુવિહાર, પાઠશાલા, મહાશાલા, વિદ્યાનિકેતન, ગુરુકુળ, અધ્યાપન વિદ્યાલય, વિદ્યાભારતી, ઉત્તરબુનિયાદી, આશ્રમશાળા, આંગણવાડી
ઘર:- ગૃહ, આવાસ, મકાન, ધામ, સદન, નિકેત, નિકેતન, નિલય, રહેઠાણ, નિકાય, નિવાસ્થાન, બંગલી, બંગલો, હવેલી, ખોરડું, ખોલી, કુટિર, ઝૂંપડી, મઢી, છાપરી, ઠામ, પ્રાસાદ, મંજિલ, મહેલાત, મહેલ, મહોલાત, ફલેટ, વિલા,
પર્વતઃ- પહાડ, ગિરિ, નગ, અદ્રિ, ભૂધર, શૈલ, અચલ, કોહ, તુંગ, અશ્મા, ક્ષમાધર, ડુંગર,
જંગલ:- વન, વગડો, અરણ્ય, રાન, ઝાડી, અટવિ, વનરાઇ. કંતાર, આજાડી, કાનન, અટવી
વરસાદ:- વૃષ્ટિ, મેઘ, મેહ, મેહુલો, મેવલો, મેવલિયો, પર્જન્ય, બલાહક
ભમરો:- ભ્રમર, મધુકર, દ્વિરેફ, આલિ, ભૃંગ, મકરંદ , શિલિમુખ, મધુપ, દ્વીફ
પક્ષી:- પંખી, વિહંગ, અંડજ, શકુંત, દ્વિજ, શકુનિ, ખગ, બ્રાભણ, નભસંગમ, વિહાગ, વિહંગમ. શકુન, શકુનિ, ખેચર
વાદળ:- નીરદ, પયોદ, ઘન, મેઘલ, જીમૂત. જલદ, મેઘ, બલાહક, અબ્રફુલ, અંબુદ, વારિદ, ઉર્વી, અબ્દ, જલઘર, પયોધર, અંબુધર, અંબુવાહ, અંભોદ, અંભોધર, તોયદ, તોયધર
મુસાફર:- પથિક, અધ્વક, પંથી, રાહદારી, યાકિ, વટેમાર્ગુ, ઉપારૂ, પ્રવાસી
પ્રવીણ:- કાબેલ, હોંશિયાર, ચાલાક, પંડિત, વિશારદ, ધીમાન, વિદગ્ધ, પ્રગ્ન, બુધ, દક્ષ, કોવિંદ, તજજ્ઞ, કર્મન્ય, ચકોર, નિષણાંત, આચાર્ય, ખૈર, વિદ્યાગુરૂ, ભેજાબાજ, પારંગત , ચતુર, કુશળ, પાવરધો, કુનેહ, ખબરદાર
બગીચો:- વાટિકા, વાડી, ઉધાન, પાર્ક, વનીકા, આરામ, ફૂલવાડી, ગુલિસ્તાન, ગુલશન, ખેતર, બાગ, ઉપવન
અરજ:- વિનંતી, વિનવણી, પ્રાર્થના, આજીજી, બંદગી, વિજ્ઞપ્તિ, કરગરી, કગરી, અભ્યર્થના, ઈબાદત, અનુનય, અરજી, ઇલ્તિજા, અર્ચના, આર્જવ, સરળતા
ભપકો:- ઠાઠ, દંભ, દમામ, પાખંડ, ઠસ્સો, ઠઠારો, શોભા, શણગાર, આડંબર, દબદબો, રોફ, ભભક, ચળકાટ, રોફ, તેજ, ડોળ
સેના:- લશ્કર, સૈન્ય, ચેમૂ, અનીક, કટક, ફોજ, પૃતના, અસ્કર, દલ.
ઝઘડો:- બબાલ, વિગ્રહ, લડાઈ, જંગ, ધમસાણ, અનિક, તકરાર, યુદ્ધ, ટંટો, તકરાર, કલહ, રકઝક, તોફાન, કજીયો, કંકાસ, હુલ્લડ, પંચાત, ઝંઝટ, બળવો, ધીંગાણું, બખેડો, ભંડન, ચકમક
કાપડ:- વસ્ત્ર, અશુંક, અંબર , વસન, પટ, ચીર, કરપટ, પરિધાન, લૂંગડુ, વાઘા
ઝાકળ:- શબનબ, ઓસ, ઠાર, બરફ, હેમ, તુષાર
સફેદ:- ધવલ, શુક્લ, શ્વેત, શુભ્ર, શુચિ, વિશદ, ઉજળું, ગૌર
વૃક્ષ:- તરૂ, ઝાડ, પાદપ, તરુવર, દ્રુમ. દરખત,
અંધારું:- તમસ, વદ, તિમિર, તમિસ્ત્ર, ધ્વાંત, અંધકાર, કાલિમા,
પુત્ર:- નંદ, દીકરો, સુત, આત્મજ, વત્સ, તનય, તનુજ, બેટો, છોકરો
પુત્રી:- દીકરી, સુતા, તનુજા, ગગી, છોકરી, બેટી, આત્મની, આત્મજા, દુહિતા, કન્યા, તનયા
ફૂલ:- પુષ્પ, કુસુમ, ગુલ, સુમન, પ઼સૂન, કુવ, કળી,
ગંધ:- વાસ, બાસ, સોડ, સોરમ, બદબૂ, બૂ, કુવાસ
સુગંધ:- સુગંધી, સૌગંધ, સુવાસ, ફોરમ, સૌરભ, મહેક, ખુશબુ, પમરાટ, સોડમ, પરિમલ
છાત્ર:- શિષ્ય, શિક્ષાર્થી, અભ્યાસી, વિદ્યાર્થી
પશુ:- ઢોર, જાનવર, જનાવર, તૃણચર, ચોપગું
સિંહ:- વનરાજ, કેશરી, પંચમુખ, પંચાનન, કેશી, કરભરી, હરિ, શેર, ત્રસિંગ, સાવજ, મૃગેન્દ્ર, મયંદ
શિક્ષક:- ગુરુ, અધ્યાપક, શિક્ષણકાર, શિક્ષણશાસ્ત્રી, પ઼ાધ્યાપક
વાઘ:- વ્યાધ઼, શેર, શાર્દુલ, દ્વીપી
અશ્વ:- ઘોડો, તોખાર, તેજી, ઘોટક, તુરંગ, હય, વાજી, રેવંત, સૈધવ
ગધેડો:- ખર, ગર્દભ, ગર્ધવ, ખોલકો, વૈશાખનંદન
ઉજાણી:- જાફાત, જિયાફત, મિજબની, જમણ, મિજસલ, મેળાવડો, ઉત્સવ, ઉજવણી, સભા, સંમેલન
દુઃખ:- આર્ત, પીડિત, વિષાદ, વેદના, પીડા, દર્દ, ઉતાપો, વ્યાધિ, વ્યથા, લાય, બળતરા, કષ્ટ, તકલીફ, અજીયત, આપત્તિ, વિપત્તિ શૂળ, આપદા, મોકાણ,
કનક:- સોનું, હેમ, સુવર્ણ, હિરણ્ય, કંચન, કુંદન, કજાર, જાંબુનદ, હાટક,
ભારતી:- સરસ્વતી, શારદા, ગિરા, શ્રી, રાગેશ્વરી, વાણી, મયુરવાહીની, વીણાધારિણી, હંસવાહની, હંસવાહિણી, વાગીશા, વાગીશ્વરી, વાગ્દેવી
કોમળ:- મુલાયમ, મૃદુ, કોમલ, મંજુલ, સુકુમાર, નાજુક, ઋજુ, મૃદુતા,
કોતર:- ખીણ, કરાડ, ભેખડ, બોડ, ગુફા, બખોલ, કુહર, ખોભણી, ગહવર, ગુહા, ઘેવર
સાપ:- સર્પ, ભૂજંગ, નાગ, અહિ, વ્યાલ, ભોરીંગ, પન્નગ, કાકોદર, ફ્ણધર, ઉરગ, વિષઘર, ભોમરંગ, આશીવિષ, અર્કણ,
ચક્ષુ:- શ્રવા, કાકોલ
હાથી:- ગજ, દ્વીપ, કુંજર, વારણ, ગજાનન, હરિત, દ્વિરદ, માતંગ, સિંધુર, મતરંજ, કરિણી, ઐરાવત, કુરંગ, હસ્તી, મેગળ,
મહેશ:- મહાદેવ, આશુતોષ, ઉમાપતિ, નીલકંઠ, રુદ્ર, શંકર, શિવ, ધૂર્જટી, ઉમેશ, શંભુ, ચંદ્રમૌલી, યોગેશ, નીલકંઠ, ત્રિલોચન, ચંદ્રાગદ, શર્વ, ભોળાનાથ
હાથણી:- કરિણી, કરભી, માતંગી, હસ્તિની, વારણી
વાનર:- વાંદરો, કપિ, હરિ, શાખામૃગ, મર્કટ, લંગૂર, કપિરાજ, કાલંદી, હનુમાન, બાહુક, બજરંગબલી, પવનપુત્ર, પ્લવંગ, હરિ, વલીમુખ
મૃગ:- હરણ, કુરંગ, સાબર, રુરુ, કૃષ્ણસાર, કાળિયાર, સારંગ, છીંકારવું
મૃગલી:- મૃગી, હરણી, હરિણી, કુરંગણી, કુરંગી
મોર:- મયૂર, કલાપી, શિખંડી, શિખી, ધનરવ, કલાકર, નીલકંઠ, શકુંત, કેકાવલ, કલાપી, ઢેલ
શરીર:- દેહ, કાયા, ઘટ, ખોળિયું, તન, તનુ, બદન, ડિલ, પંડ, પિંડ, કલેવર, ધાત્ર, બદન, જીસ્મ
ભંડાર:- કોશ, ખજાનો, કોઠાર , વખાર, ગોડાઉન
નરાધમ:- નીચ, અધમ, કજાત, કપાતર, હરામી, નજિસ, નઠારું, નફફટ, ક્રૂર, નૃશંસનબત્તર
બુદ્ધિ:- પ્રજ્ઞા,ચેતના, મતિ, અક્કલ, મેઘા, તેજ, મનીષ, સમજ, મતિ, ડહાપણ, દક્ષતા, મનીષા, જ્ઞાન
દુનિયા:- સંસાર, જગત, આલમ, જહાં, વિશ્વ, ભુવન, ખલફત, મેદિની
બાળક:- શિશુ, અર્ભક, શાવક, બચ્ચું, બાલ, સંતતિ, છોકરું, સંતાન, દારક, વત્સ
સરોવર :- સર, કાસાર, તળાવ, જળાશય ,સ્ત્રોવર, મહાકાંસાર, ખાબોચિયું, તડાગ, દિર્ઘીકા, નવાણ, પલ્લવ, છીલર, જલાશય, પોખર પણઘટ, તડાગ
અનલ:- આગ, આતશ, ક્રોધ, જાતવેદ, દેવતા, તણખો, નાચિકેત, વહની, વિશ્વાનર, દેતવા, ચિનગારી, જવલન, અગ્નિ, દેવતા, પાવક, આતશ, અંગાર,
જાતવેદ:- જાતવેદા, નચિકેતા, પલેવણ, પવમાન જ્વાલામાલી, વહિન
પડદો:- આવરણ, પટંતર, આડ, ઓજલ, પડળ, જવનિકા, ઓથું, આંતરો, આચ્છાદન
ચહેરો:- મુખ, વદન, શકલ, મુખારવિંદ, દીદાર, મુખમુદ્રા, ચાંડુ, સ્વરૂપ, આનંદ, વકત્ર, સૂરત, સિકલ, આનન, મોઢું, તુંડ
મસ્તક:- મસ્તિક, મસ્તિષ્ક. માથું, શિર, શીર્ષ, સિર
મગજ:- ભેજું, દિમાગ, દિમાક
કપાળ:- લલાટ, ભાલ, નિલવટ, લિલવટ
વાળ:- બાલ, કેશ, રોમ, નિમાળો, તનુરુહ,
નાક:- નાસિકા, ઘ઼ાણિન્દ઼િય, નાસા, નાખોરું
જીભ:- જિહવા, રસના, રસવતી, જીભલડી, જીભડી, લૂલી, લોલા, બોબડી, બોલતી, વાચા, વાણી,
નસીબદાર:- નસીબવંત, ભાગ્યવાન, ભાગ્યશાળી, નસીબવાન, સુભાગી, ખુશનશીબ
હોશિયાર:- ચાલાક, ચતુરાઇ, પટુતા, કાબેલિયાત, કુશળતા, નિપુણતા, બાહોશ, ચપળતા
બુદ્ધિમાન:- ધીસ, ધીમંત, ધીમાન, પ઼ાજ્ઞ, દક્ષ, ચતુર, મતિમાન,
ગુસ્સો:- કોપ, ચીડ, ખોપ, રોષ, ખીજ, ખિજવાટ
નસીબ:- ભાગ્ય, દૈવ, દૈવ્ય, પ઼ારબ્ધ, તકદીર, નિયતિ, નિર્માણ, કરમ,
શક્તિ:- તાકાત, સામર્થ્ય, જોર, જોમ, મગદૂર, હિંમત, દેન, કૌવત, બળ
બળવાન:- તાકાતવાન, શક્તિમાન, સબળ, સમર્થ, બળકટ, જોરાવર, ધરખમ, ભડ
બહાદુર:- જવાંમર્દ, શૂરવીર, હિંમતવાન, ભડવીર, સાહસિક
સુંદર:- મજેદાર, મનોરમ, મોહક, રૂપાળું, રૂપવાન, રમ્ય, સુરમ્ય, રંગીન, રમણીય, સૌદર્ય, સુંદરતા, સુહાગી, કાન્ત, ખૂબસુરત, જમાલ, પેશલ, મનોહર, મનોજ્ઞ, હસીન, લલિત, સુભગ, ચારુ
આનંદ:- હર્ષ, ખુશી, વિનોદ, હરખ, મજા, મઝા, લહેર, પ઼મદ, પ઼મોદ, ખુશાલી, મોજ,
ઉદ્વેગ:- ચિંતા, વિષાદ, દુઃખ, અજંપો, ઉચાટ, મૂંઝવણ, ખેદ, ક્ષોભ
નિર્બલ:- દુર્બલ, કમજોર, નબળું, પાંગળું, નમાલું, લાચાર, પોપલું, કાયર
પરમાત્મા:- પરમેશ, હરિ, અંતર્યામી, ખુદા, બ઼હ્મ, કર્તાહર્તા, ખુદાતાલ, પરેશ, જગદાત્મા, કિરતાર, માલેક, ઈશ્વર, પરવરદિગાર, સ્ત્રષ્ટા, સર્જનહાર, ભગવાન, ઈશ, જગદીશ, જગનિયંતા, દેવેશ, દરિદ્રનારાયણ, દીનાનાથ, કર્તાર, જગદેશ્વર, જગનિયંતા, અચ્યુતાનંદ, આનંદઘન, નિયંતા, અલ્લા, ખુદા, ખુદાતાલા, માલિક, ખાવિંદ, ઈશુ, અરિહંત, અશરણચરણ, સવિતા
અખબાર:- છાપું, વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, સમાચારપત્ર,,વાવડ,સંદેશો
નક્ષત્ર:- તારા, તારક, તારકા, તારિકા, તારલિયા, તારલો, સતારો, સિતારો, ઉડું, ગ્રહ, ૠક્ષ
નદી:- આપગા, સરિતા, તટિની, તરંગિણી, નિર્ઝરિણી, વાહિની, શૈવલિની, લોકમાતા, દ્વીપવતી, સલિતા, નિમન્ગા, આનગા, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
કોકિલ:- કોકિલા, કોયલ, પરભૃતા, પરભૃતિકા, કાદંબરી, અન્યભૃતા
પવન:- હવા, વાયુ, વા, વાયરો, સમીર, સમીરણ, અનિલ, પવમાન
ચંદ્ર:- શશાંક, સુધાકર, મયંક, શશી, ચાંદો, હિમાંશુ, સોમ, રજનીશ, ચંદિર, અત્રીજ, સિતાંશુ, રાકેશ, કલાધર, હિમકર, મૃગાંક, જૈવાતૃક, ઇન્દુ
નોકર:- દાસ, ચાકર, અનુચર, ચેટક, સેવક, ચપરાસી, પટાવાળો, પાસવાન, હજુરિયો, અભિચર, ગુલામ, પરિજન, પરિચારિક ફીંદવી, ખાદિમ, કિંકર
ગીચ:- ભરચક, અજાજુડ, અડાબીડ, ઘનઘોર, ગાઢ, જમાવ, ભરાવો, ગિર્દી, જમાવડો,
અભિમાન:- ગર્વિષ્ઠ, ઘમંડ, મગરૂર, તુમાખી, અહંકાર, ગુમાન, ગર્વ, મદ
ખેસ :- પામરિયું, ઉપરણું, પછેડી, ઉત્તરીય, અંગવસ્ત્ર, દુપટ્ટો, ચલોઠો
સવાર :- પ્રભાત, પરોઢ, પ્હોર, મળસકું, પ્રાગટ, ઉષા, ઉસ:કાળ, અરૂણોદય, ભળભાખરું, પાત:કાળ
હોડી:- નાવ, વહાણ, હોડકું, નૌકા, મછવો, વારણ, બેડલી, પનાઈ, નૈયા, તરાપો, કિશ્તી, નાવડું, તરંડ, તરણી
અફવા:- ગપ, કિવદંતી, લોકવાયકા, ગતકડું, જુઠાણું, તૂત, તડાકો, ગપગોળા, કાતળ
પંક્તિ:- કતાર, હાર, હરોળ, લાઈન, લીટી, પંગત, ઓળ, ધારા, લકીર, લેખા, અલગાર, શ્રેણી, લંગાર
સ્ત્રી:- મહિલા, વનિતા, અબળા, નારી, વામા, લલના, અંગના, ભામા, ઓરત, ભામિની, રમણી, માનિની, કામિની, પ્રમદા
કામદેવ:- મદન, મંથન, કંદર્પ, અનંગ, રતિ, પીત, મનોજ, કંજન, મનસિજ, મયણ, પુષ્પધન્વા, મકરધ્વજ
દાનવ:- રાક્ષસ, દૈત્ય, અસુર, શયતાન, નિશાચર, ગીર્વાણ, સુર, દેવ, ત્રિદ્શ, દશાનન, શૈતાન, લંકેશ, નરપિશાચ, રાવણ, જાતુધાન
ખિતાબ:- ઈલકાબ, શરપાવ, ઇનામ, પારિતોષિક, પુરસ્કાર, ભેટ, બક્ષિસ, ઉપહાર, સોગાદ, સન્માન, બદલો, પુરસ્કાર
આભુષણ:- ઘરેણા, ઝવેરાત, દાગીના, જણસ, અલંકાર, જેવર, ભૂષણ, સોનામહોર, અશરફી
શ્રીકૃષ્ણ:- ગોવિંદ, જનાર્દન, વિઠ્ઠલ, નંદુલિયો, શામળ, દાશાર્દ, નંદલાલ, વાસુદેવ, બંસીધર, દામોદર, ગોપાલ, માધવ, ગિરિધર, શ્યામ, કેશવ, મોરલીધર, મુરારિ, કાનુડો, નટવર
બ્રહ્મા:- સ્ત્રષ્ટા, વિધાતા, વિધિ, પ્રજાપિતા, પિતામહ, કમલાસન, વિશ્વકર્મા, પ્રજેશ,
ભય:- બીક, ડર, ખતરો, ખોફ, આતંક, ભીતિ, દહેશત, ભો, ભીરયા, ફડક, ગભરાટ
જિજ્ઞાસા:- કુતૂહલ, કૌતુક, ચમત્કારીક, અજાયબી, આતુરતા, તાલાવેલી, તલવલાટ, તલસાટ
ઢગલો:- પુંજ, ખડકલો, ઢગ, સમૂહ, પ્રકર, ટીંબો, અંબાર,
તલવાર:- સમશેર, ખડગ, તેગ, મ્યાન, ભવાની, અસિની, કુતેગ, ખગ્ગ
ભૂલ:- અપરાધ, વાંક, ગફલત, કસૂર, તકસીર, ક્ષતિ, ખામી, ચૂક, ગોટાળો, છબરડો, ભ્રાંતિ, સ્ખલન, દોષ, ત્રુટી
ગરીબ:- રંક, દીન, કંગાળ, નિર્ધન, દરીન્દ્રતા, પામર, તૃચ્છ, અકિંચન, મુફલિસ, મવાલી, યાચક, માગણ, ભિખારી, અલાદ,
ગરદન:- ગળું, ડોક, બોચી, ગ્રીવા, ગળચી, કંધર, શિરોધાર, કંઠ
કાફલો:- સંઘ, સમુદાય, વણઝાર, કારવાં, પલટન, ટોળું, વૃંદ, સંઘાત, ગણ, સમૂહ
ધન:- મિલકત, દ્વવ્ય, મિરાત, અર્થ, પૈસા, દોલત, વસુ, તેગાર, વિત્ત
ગોપાલ:- ભરવાડ, અજપાલ, આભીર, આહીર, રબારી, ગોવાળિયો, વછપાલ
ધૂળ:- અટાર, રેતી, રજ, વેળુ, કસ્તર, વાલુકા, સિકતા, ધૂલિ, ખેરો, ખેરંટો, રજોટી, રજકણ, ગીરદ, જેહું, સિલિકા, માટી, મૃતિકા
તફાવત:- ભેદ, ફરક, ભિન્ન, જુંદુ, નિરાળું, અસમાનતા, જુજવા, વિવિધ, અલગ, નોખું,
પ્રયોજન:- હેતુ, મકસદ, ઉદેશ, ઈરાદો, મતલબ, અભિસંધી, કોશિશ, નિમિત્ત, કારણ
મજાક:- ટીખળ, ચાપલૂસી, ખુશામત, મશ્કરી, ચવાઈ, ઠેકડી, હુદડો, ચેષ્ટા,
વિજય:- જય, ફતેહ, પરિણામ, અંજામ, સફળતા, કામયાબી, સિદ્ધી, નતીજો, ફેંસલો, ફળ, પોબાર, જૈત્ર, જીત
પરાજય:- હાર, પરાસ્ત, અપજય, રકાસ, શિકસ્ત, પરાધીન, પરાભૂત, અભિભવ
વંદન:- નમન, નમસ્કાર, પ્રણામ, જુહાર, સલામ, તસ્લીમ, પડણ
તન્મય :- લીન, મગ્ન, એકાગ્રતા, ઓતપોત, ચકચૂર, તલ્લીન, મસ્ત
તવંગર:- શ્રીમંત, ધનવાન, માલદાર, પૈસાદાર, અમીર, આબાદ, ધનિક, માલેતુજાર, ધનાઢ્ય, રઈઝ
ધનુષ:- કામઠું, કોદંડ, ગાંડીવ, ચાપ, શાંગ, પણછ, શરધરણી, પ્રત્યંચા, શરાસન, કમાન
પતિ:- ધણી, ઈશ્વર, સ્વામી, ભર્તા, રમણ, ખસમ, કંથ, જીવણ, શૌહર, વલ્લભ, નાથ, ભરથાર, વર, પરણ્યો, પ્રાણનાથ
પત્ની:- વહું, ધનિયાણી, જીવનસંગિની, બૈરી, પ્રાણેશ્વરી, અર્ધાંગના, સૌભાગ્યવતી, વધૂ, જાયા, શ્રીમતી, વાગ્દત્તા, ગૃહલક્ષ્મી, વલ્લભા,
કાદવ:- કંદર્પ, પંક, કાંપ, કીચડ, ક્લષ, ગંદુ, મેલું, જંબાલ, ચગું
વિનાશ:- મરણ, ખુવારી, અવસાન, મોત, પરધામ, અક્ષર, નિધન, દેવલોક, મયણું
વિચાર:- ધારણા, ઈરાદો, મનસૂબો, તર્ક, મકસદ, કલ્પના, ઉત્પેક્ષા, હેતુ, આશય, ખ્યાલ, મનન, ચિંતન, મત, અભિપ્રાય, અભિગમ, અભિસંધિ
મિત્ર:- સહોદર, ભાઈબંધ, રફીક, સખા, દોસ્ત, સહચર, ભેરૂ, રઝાક, સાથી, ભિલ્લુ, ગોઠીયો, સુહદ
દુશ્મન:- રિપુ, અમિત્ર, વૈરી, શત્રુ, અરિ
ભક્તિ:- ઉપાસના, સ્તુતિ, ઈબાદત, પૂજન, આરાધના, પૂજા, અર્ચના, પ્રાર્થના
ઉત્તમ:- શ્રેષ્ઠ, ચુનંદા, પરમ, અપ્રિતમ, અનુપમ, સર્વોત્તમ, અભિજાત, સુંદર, બેનમૂન, ખાનદાન, સરસ, અજોડ, અદ્વિતીય, ઉત્કૃષ્ઠ, વર્ય
વીરતા:- બહાદૂરી, શૂરાતન, શૌર્ય, પરાક્રમ, બળ, તાકાત, જોમ, હિંમત, કૌવત, તૌફીક,
ઉજવણી:- જિયાફત, મહેફિલ, જાફ્ત, મિજલસ, જલસો
ધજા:- પતાકા, ધ્વજ, વાવટો, ઝંડો, કેતન, ચિહન
વિજળી:- વિદ્યુત , તડિત, વીજ, દામિની, અશનિ, રોહિણી, ઉર્જા, ઐરાવતી
મકાન:- નિકેતન, ઘર, સદન, રહેઠાણ, ગૃહ, નિવાસ, આલય, ભવન, ગેહ
આજ્ઞા:- હુકમ, પરવાનગી, અનુજ્ઞા, મંજુરી, નિર્દેશ, મુક્તિ, ફરમાન, તાકીદ, રજા, આદેશ
આમંત્રણ:- દાવત, ઈજન, નોતરૂં, નિમંત્રણ, સંદેશો
વ્યવસ્થા:- સંચાલન, તજવીજ, પેરવ, ગોઠવણ, યુક્તિ, બંદોબસ્ત
વિવાહ:- લગ્ન, પરિણય, શાદી, પાણીગ્રહણ, વેવિશાળ
પાગલ:- ગાંડું, ગમાર, બેવકૂફ, મૂર્ખ, શયદા, ઘેલું, બુડથલ, અણસમજુ, બર્બર, જડભરત, અસંસ્કારી, ઠોઠ, કમઅક્કલ, નાસમજુ
અધિકાર:- હક, સત્તા, હકુમત, પાત્રતા, લાયકાત, પદવી
અરીસો:- દર્પણ, આયન, આદર્શ, આરસી
સ્વભાવ:- પ્રકૃતિ, તાસીર, લક્ષણ, અસર, છાપ
આનંદ:- હર્ષ, હરખ, પુલકિત, અશોક, ઉલ્લાસ, આહલાદ, ઉત્સાહ, રંજન, લહેર, પ્રમોદ, લુત્ફ, મોજ, સ્વાદ
લક્ષ્મી:- ઇન્દિરા, સિંધુસીતા, સિંધુજા, શ્રી, અંબુજા
સમય:- વખત, કાળ, લાગ, અવસર, તક, મોસમ, સંજોગ, નિયતિ
સ્મશાન:- અક્ષરધામ, મશાણ, કબ્રસ્તાન
મીઠું:- સબરસ, નમક, લુણ, ક્ષાર, લવણ, નમકીન
કોયલ:- સારિકા, મેના, કોકિલા, કાદંબરી, બુલબુલ, પરભૃતા
વેદ:- નિગમ, ધર્મશાસ્ત્ર, ઉપનિષદ, જ્ઞાન, સમજ, ચૈતન્ય, ચેતના, શ્રુતિ
કાવ્ય:- પદ્ય, કવિતા, નજમ, કવન
ગણેશ:- ગણપતિ, વિનાયક, ગજાનંદ, લંબોધર, કાર્તિકેય, ખડાનન, ગૌરીસુત, એકદંત, હેરંબ
પાર્વતી:- ગિરિજા, અર્પણા, શર્વાણી, શંકરી, ગૌરી, હેમવતી, દુર્ગા, કાત્યાયી, અંબિકા, ભવાની, શૈલસુતા, સતી, શિવાની, ઈશ્વરી, ઉમા, ભ્રામરી
ગણિકા:- વૈશ્યા, રામજણી, તવાયફ, પાત્ર, બંધણી, કનેરા, ગુણકા, માલજાદી
વિવેક:- નમ્રતા, સભ્યતા, દાક્ષિણય, ડહાપણ, દાનિશ, વિનયી, સાલસ, ઇક્લાક, અદબ, મર્યાદા, સમજુ, સીમા, મલાજો
ભરોસો:- યકીન, અકીદા, પ્રતીતિ, વિશ્વાસ, પતીજ, ખાતરી, શ્રધ્ધા, મદાર, આસ્થા, ઇતબાર,
કામના:- ઈચ્છા, મનીષા, મહેચ્છા, સ્પૃહા, તૃષ્ણા, વાસના, ઐષણા, આકાંક્ષા, મરજી
કચેરી:- કાર્યાલય, મહેકમ, વિભાગ, ખાતું, દફતર
લાગણી:- ભાવના, ધારણા, કલ્પના
કબુતર:- કપોત, શાંતિદૂત, પારેવું, પારાયત
મોરલી:- વાંસળી, મહુવર, બીન, બંસરી, પાવો, વેણું
ખલાસી:- નાવિક, મલ્લાહ, ખારવો
દવા:- ઔષધી, ઓસડ, અગદ, ભેષજ
સીતા:- જાનકી, વૈદેહી, મૈથિલી, જનકનંદીની
વેપારી:- તાજિર, વણજ, નૈગમ, વાણીયો
તમાચો:- લપડાક, થપ્પડ, ચાપડ, ચર્પટ, ધોલ, તલપ્રહાર, ચપેટો
જાદુગર:- મદારી, ગારૂડી, ગૌડીયો, ખેલાડી
ઉપવાસ:- અનશન, બાંધણ, ક્ષપણ, લાંઘણ
પ્રકરણ:- ખંડ, ભૂમિકા, વંશાવલી, પીઠિકા, વિષય, પ્રસંગ, અધ્યાય, વિભાગ, શકલ
ઝેર:- વિષ, ગરલ, સોમલ, વખ, હળાહળ, વેર
શરૂઆત:- પ્રારંભ, મંડાણ, પગરણ, આરંભ, આદ્ય, પહેલ
કિરણ:- રશ્મિ, મરીચિ, અંશુ, મયૂખ
કારકૂન:- વાણોતર, ગુમાસ્તો, મહેતાજી, ક્લાર્ક, લહિયો, કારીંદો
પગાર:- દરમાયો, વેતન, મહેનતાણું, મળતર
રિવાજ:- પ્રથા, રસમ, રૂઢી, ધારો, પ્રણાલી, પધ્ધતિ, પરંપરા, પ્રણાલિકા, શૈલી, તરીકો, રીત
કોઠાર:- વખાર, અંબાર, ગોદાન, ભંડાર
ગુસ્સો:- કોપ, ક્રોધ, રોષ, ખીજ, ચીડ, અણગમો, આવેશ, ખોફ
શુભ:- મંગલ, ઉજ્જવલ, નિર્મલ, અવદાત, કલ્યાણકારી, પનોતા, સુંદર
કંજૂસ:- પંતુજી, ચૂધરો, મારવાડી, કૃપણ, મખ્ખીચૂસ, ચીકણું
સ્વર્ગ:- દેવલોક, સોરલોક, ત્રિવિષ્ટપ, દ્યુલોક, જીન્ન્ત, મલકૂત, ત્રિભુવન, દેવભૂમિ
દીવો:- ચિરાગ, બત્તી, શગ, દીપક, ઉત્તેજક, પ્રદીપ, મશાલ, દીપ
બ્રાહ્મણ:- ભૂદેવ, દ્વિજ, બ્રહ્મદેવ, પુરોહિત, ઋત્વિજ, ભૂસુર
સારવાર:- ઈલાજ, ઉપચાર, ઉપાય, સેવા, ખિદમત, સુશ્રવા, સંભાળ, માવજત
વીંટી:- અંગૂઠી, અનામિકા, અંગુશ્તરી
જાસૂસ:- દૂત, ખેપિયો, ગુપ્તચર, કાસદ, ચરક, બાતમીદાર
માર્ગદર્શક:- ભોમિયો, ગાઈડ, પથદર્શક, સલાહકાર
પ્રશંસા :- ખુશામત, ચાંપલુંસી, મોટાઈ,
વરસાદ:- મેઘ, મેહુલો, વૃષ્ટિ, પર્જન્ય, વર્ષા, મેહ, મેહુલો
ખાનગી:- વિશ્રમ્ભ, ગુપ્ત, અંગત, છાનું, પોતીકું
આશા:- ઉમેદ, સ્પૃહા, અભિલાષા, ઈચ્છા, ધારણા, મહેચ્છા, લિપ્સા, આકાંક્ષા, કામના, તમન્ના, મનોરથ, અપેક્ષા, આસ્થા,લાલસા, લાલચ, લોભ, અરમાન, મનીષા, તૃષ્ણા
ભયંકર :- કરાલ, ભિષણ, ભયાનક, દારૂણ, ભૈરવ, ક્રૂર, કરપીણ, ઘોર, ભિષ્મ
રાજા:- નરેશ, ભૂપ, રાય, પાર્થિવ, મહિપાલ, નરપતિ, દેવ, રાજન, નૃસિંહ, નૃપ, નરાધિપ, બાદશાહ, ભૂપાલ
માનવ:- માણસ, મનુજ, મનેખ, જન, માનુષ, ઇન્સાન, મનુષ્ય,
પવિત્ર:- પાવન, વિમલ, નિર્મળ, શુચિ, પુનિત, શુદ્ધ, નિર્દોષ, વિશુધ્ધ, શુધ્ધ
બળદ:- આખલો, ચળવળ, ડોલન, ઝૂબેંશ
ઘાસ:- તણખલું, કડબ, ચારો, તૃણ, ખડ
સહેલી: સખી, બહેનપણી, સહિયર, જેડલ, ભગિની, સ્વસા
પ્રતિજ્ઞા:- સોગંધ, કસમ, નિયમ, માનતા, ટેક, બાધા
પિતા:- બાપ, વાલિદ, વાલી, જનક, તાત, જન્મદાતા
પરીક્ષા:- પરખ, કસોટી, મૂલ્યાંકન, ઇમ્તિહાન, તપાસ, તારવણી
શિક્ષણ:- કેળવણી, તાલીમ, ભણતર
ગણવેશ:- લેબાસ, યુનીર્ફોમ, પહેરવેશ
શિખામણ:- બોધ, સલાહ, ધડો, સબક, ઉપદેશ, શિક્ષા, જ્ઞાન
તસ્વીર:- ફોટો, છબી, છાયા, પ્રતિકૃતિ
નસીબ:- તકદીર, કિસ્મત, ઇકબાલ, ભાગ્ય, પ્રારબ્ધ, દૈવ, નિયતિ
લાચાર:- પરવશ, પરાધીન, મજબૂર, ઓશિયાળું, કમજોર, વિવશ, વ્યાકુળ, વિહવળ, વ્યગ્ર, અશાંત, બેચેન, બેબાકળા
લોહી:- રક્ત, રુધિર, શોણિત, ખૂન
અવસાન:- મોત, મૃત્યું, નિધન, નિવારણ, સ્વર્ગવાસ, મરણ,કૈલાસવાસ, વૈકુંઠવાસ
નદી:- સરિતા, નિમ્નગા, તટિની, નિર્ઝરિણી, શૈવાલિની, સ્ત્રોતસ્વિની
કૌશલ્ય:- કુશળતા, પ્રવીણતા, દક્ષતા, પટુતા, નિપુણતા, આવડત, કારીગરી, કુનેહ
હરણ:- મૃગયા, સારંગ, કુરંગ
મઢુલી:- કુટીર, ઝૂંપડી, ખોરડું, કુટિયા, છાપરી
નફો:- લાભ, ફાયદો, ઉપજ, મળતર, પેદાશ, બરકત, જયવારો, આવક
વિકાસ:- ઉત્કર્ષ, ઉન્નતિ, પ્રગતિ, ચડતી
પથ્થર:- પાષાણ, ઉપલ, શિલાખંડ, પ્રસ્તરચટ્ટાન
કાયમ :- શાશ્વત, લગાતાર, હંમેશાં, નિરંતર, સતત, નિત્ય, સદા ધ્રુવ, સનાતન, અવિનાશી
દર્દી :- બિમાર, માંદુ, રોગી, મરીઝ, રુગ્ણ
પગરખાં:- જૂતાં, ચંપલ, પાદત્રાણ, જોડાં
આભાર :- ઉપકાર, પાડ, અહેસાન, કુતજ્ઞતા
માર્ગ:- રસ્તો, પંથ, રાહ, ડગર, વાટ, સડક, પથ
સીમા:- હદ, મર્યાદા, અવધિ, સરહદ, મલાજો, લાજ, લાનત,શરમ
અનુગ્રહ :- કુપા, દયા, કરુણા, મહેરબાની, મહેર, અનુકંપા
પવિત્ર: પાવન, પનોતું, શુચિ, નિર્મલ, શુદ્ધ, ચોખ્ખું, સ્વચ્છ, વિમળ, પુનીત
અચરજ:- વિસ્મય, આશ્ચર્ય, નવાઈ, અચંબો, હેરત
મંદિર:- નિકેતન, દેવાલય, દેરું, દેવળ
દૂધ:- ક્ષીર, દુગ્ધ, પય
નામ:- અભિધાન, સંજ્ઞા
માતા:- જનની, જનેતા, મા, મૈયા,
મોતી:- મૌક્તિક, મુકતા
સમીક્ષા:- અવલોકન, નિરીક્ષણ, વિવેચન
વિષ્ણુ:- ચતુર્ભુજ, વૈકુંઠ, મુરારિ, ગોવિંદ
ચિંતા:- બળાપો, ઉદ્વેગ, કલેશ, સંતાપ, ફિકર
પ્રેમ:- સ્નેહ, હેત, રાગ, પ્રીતિ, મમતા, વહાલ, નેડો, ચાહ, વાત્સલ્ય
ખેડૂત:- કિસાન, કૃષિકાર, કૃષક, કૃષિવલ
બ્રહ્મા:- પ્રજાપતિ, વિધાતા, વિરંચી, સ્ત્રષ્ટા
ચંદન:- સુખડ, મલયજ
રૂઢિપ્રયોગ...
"હાથ"
આપણી લોકબોલીમાં 'હાથ ' નો કહેવત કે રૂઢિપ્રયોગોમાં હાથછૂટો ઉપયોગ કરાયો છે.
હાથ પીળા કરવા = લગ્ન કરવા
હાથ આવવું = ખોવાયેલું મળી જવું
હાથથી જવું = તક ગુમાવવી
હાથ કાપવા = સામેનાની શક્તિ તોડવી
હાથ ઉપર રાખવા = અહેસાન રાખવું
હાથ નીચે = દેખરેખ હેઠળ,
હાથ હેઠા પડવા = ઉપાય નાકામ થવો
હાથ ઘસતા રહી જવું = તક ગુમાવવી
હાથ અટકવો = સંકોચ થવો.
હાથ મસળવો = ક્રોધ દબાવવો
રંગે હાથ પકડાવું = કહેવાની જરૂર ખરી ??
હાથ બાળવા = જાતે કામ કરવું
હાથ ચોખ્ખા હોવા = નીતિવાન હોવું
હાથ નાખવો = વચ્ચે પડવું
હાથ માંગવો = વેવિશાળ માટે કહેવું
હાથ પકડવો = મદદ કરવી
હાથમાં લેવું = જવાબદારી સંભાળવી
હાથ બગાડવો = થોડામાં જીવ નાખવો
માથે હાથ = કૃપા દૃષ્ટિ
નીચો હાથ = લાચારી હોવી
હાથમાં હોવું( રાખવું) = તાબામાં હોવું
હાથે કરીને = ચાહી કરીને
હાથ જોવા = ભવિષ્ય જોવું
હાથ જોડવા = કરગરવું
હાથ જોડી જવા = કંટાળી જવું
હાથ કાળા કરવા = થોડું પડવું
હાથ મારવો = ચોરી કરવી
હાથ તાળી દેવી = છટકી જવુ
હાથફેરો કરવો = તપાસી લેવું
માથે હાથ મુકવો = એના જેવું થવું
હાથ છૂટો = મારકણો
હાથ છૂટો રાખવો = ઉદારતા રાખવી
ઘર માથે હાથ નાખવો = નબળી દૃષ્ટિ કરવી
હાથ હળવો કરવો = મેથીપાક આપવો
હાથ પગ હલાવવા = મહેનત કરવી
ચારેય હાથ માથે = રહેમ દૃષ્ટિ
હાથ ભોંયે પડવા = નિઃ સહાય થવું
હાથ ના ધરવો = ના માંગવું
હાથ ખંખેરવા = કામ છોડી દેવું
હાથ દેવો = ટેકો કરવો, સહારો આપવો
જમણો હાથ હોવું = ખાસ વ્યક્તિ હોવું
ડાબા હાથનું કામ = સહેલું કામ
હાથ પાછો રહેવો=ખર્ચ કરતા જીવ ના ચાલવો
હાથ ઊંચા કરી દેવા = જવાબદારીમાંથી છટકવું
હાથ બેસવો = આવડવું
આડે હાથ લેવો = ખૂબ ખીજાવું
હાથની વાત હોવી = એનાથી થઈ શકવું
હાથમાં રાખવું = કબ્જામાં રાખવું
હાથ વિશે જેટલા રૂઢિપ્રયોગ યાદ હતા એટલા લખ્યા.
Comments
Post a Comment